Divya Bhaskar

Home » International News » Photo Feature » Googleના CEO પર થઇ ધનવર્ષા | This is why Google is giving 2500 crore to Sundar pichai

Googleના CEO પર થઇ ધનવર્ષા, જાણો તેમને શા માટે મળી રહ્યા છે અઢી હજાર કરોડ રૂપિયા?

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 11:59 AM

2014માં આપવામાં આવેલા 3 લાખ 53 હજાર 939 શેર્સને કેશ કરાવવા પર તેમને લગભગ 2500 કરોડ રૂપિયા રોકડા મળશે

  • Googleના CEO પર થઇ ધનવર્ષા | This is why Google is giving 2500 crore to Sundar pichai
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પીચાઈ આ અઠવાડિયે ગૂગલ પાસેથી મળેલા રિસ્ટ્રિક્ટેડ શેર્સને કેશ કરાવવા જઈ રહ્યા છે. 2014માં આપવામાં આવેલા 3 લાખ 53 હજાર 939 શેર્સને કેશ કરાવવા પર તેમને લગભગ 2500 કરોડ રૂપિયા રોકડા મળશે. ગયા અઠવાડિયાના અંતમાં આ શેર્સની કિંમત 380 મિલિયન ડોલર (2.5 હજાર કરોડ રૂપિયા) જેટલી હતી. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, બે વર્ષમાં કોઈપણ કંપનીના અધિકારીને આપવામાં આવેલો આ સૌથી મોટો પેઆઉટ છે.
  • Googleના CEO પર થઇ ધનવર્ષા | This is why Google is giving 2500 crore to Sundar pichai
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ક્યારે મળ્યા હતા પીચાઈના આ શેર્સ


    - પીચાઈ ગૂગલની કમાન 2015થી સંભાળી રહ્યા છે. આલ્ફાબેટમાં પ્રોડક્ટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના પદ પર પ્રમોટ થવાના એક વર્ષ પહેલા તેમને આ શેર્સ મળ્યા હતા. કો-ફાઉન્ડર લેરી પેજની વધુ પડતી જવાબદારીઓ પીચાઈએ પ્રમોશન પછીથી સંભાળવાનું શરુ કરી દીધું હતું. 

  • Googleના CEO પર થઇ ધનવર્ષા | This is why Google is giving 2500 crore to Sundar pichai
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નક્કી કરેલા સમય પછી જ વેચી શકાય છે આ શેર્સ 


    - એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ રકમ એટલી મોટી થઇ ગઈ, કારણકે પીચાઈને શેર્સ મળવા સમય સુધીમાં આલ્ફાબેટનો સ્ટોક 90% સુધી વધી ચુક્યો છે. જયારે, આ દરમિયાન કંપનીના S&P ઇન્ડેક્સમાં માત્ર 39% નો વકરો થયો છે. આ પછી ગૂગલ તરફથી પીચાઈને બે વાર બીજા 9 આંકડાઓમાં શેર્સ આપવામાં આવ્યા હતા. રેસ્ટ્રીક્ટેડ શેર્સને નક્કી કરેલા સમય પછી જ વેચી શકાય છે.

    - જો કે, પીચાઈ એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને આ ખાસ રકમ મળી છે. આ પહેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ઓગષ્ટ 2012માં 6 કરોડ શેર્સ કેશ કરાવવા પર 15174 કરોડ રૂપિયા મળ્યા હતા. તેના એક મહિના પછી તેમની સાથીદાર શેરિલ સેન્ડબર્ગને શેર કેશ કરાવવા પર 5464 કરોડ રૂપિયા મળ્યા હતા 

     

  • Googleના CEO પર થઇ ધનવર્ષા | This is why Google is giving 2500 crore to Sundar pichai

    પીચાઈને ગૂગલ બ્રાઉઝરના આઈડિયાથી ઓળખ મળી


    - સુંદર પીચાઈ ગુગલ કંપની સાથે 2004માં જોડાયા હતા. તેનો પહેલો પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશનનો હતો. અહીં તેમનું કામ ગૂગલના સર્ચ ટુલબારને વધુ સારું બનાવવાનું હતું અને અન્ય બ્રાઉઝરના ટ્રાફિકને તેમના સુધી લાવવાનું હતું. આ દરમિયાન તેમણે પ્રસ્તાવ રાખ્યો કે ગૂગલે પોતાનું બ્રાઉઝર લોન્ચ કરવું જોઈએ. આ એક આઈડિયાથી તેઓ લૈરી પેજની નજરમાં આવી ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending