Home » International News » Photo Feature » લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ | This is the reason why Megan will not be able to click selfie and autographs

લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ, સેલ્ફી-નેલ પોલિશ સહિત આ બધું BAN

Divyabhaskar.com | Updated - May 19, 2018, 06:18 PM

પ્રિન્સ હેરીની પત્ની બનતા જ તે રાજવીર પરિવારનો ભાગ બની જશે અને તેને રોયલ ફેમિલીના નિયમોનું પાલન પણ કરવું પડશે

  • લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ | This is the reason why Megan will not be able to click selfie and autographs
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રિટન: બ્રિટનના રાજ પરિવારની વહુ બન્યા બાદ મેગન માર્કેલનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. પ્રિન્સ હેરીની પત્ની બનતા જ તે રાજવીર પરિવારનો ભાગ બની જશે અને તેને રોયલ ફેમિલીના નિયમોનું પાલન પણ કરવું પડશે. આમ કેટલાક એવા નિયમ છે જેને જાણીને તમે હેરાન રહી જશો. સેલ્ફી પર પ્રતિબંધ...


    આજના જમાનામાં દરેક પળે સેલ્ફી લેવું સામાન્ય વાત થઇ ગઈ છે. પણ લગ્ન પછી કોઈ બહારના વ્યક્તિ સાથે સેલ્ફીમાં સામેલ થઇ શકશે નહીં. જો કોઈ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે તો તેમને તરત રોકવું પડશે. જો કે આ નિયમનું પાલન મેગન પહેલેથી જ કરી રહી છે. ડેલી મેઇલના એક રિપોર્ટ મુજબ પાછલા દિવસોમાં એક કપલે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ મેગને તેને આવું કરવાની પરવાનગી આપી ન હતી.

  • લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ | This is the reason why Megan will not be able to click selfie and autographs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એકલી નહીં જઈ શકે
    - લગ્ન પહેલા ભલે મેગન પોતાની સોશિયલ લાઈફમાં ઘણી એક્ટિવ રહી હોય પણ લગ્ન પછી તેણે કેટલીયે વાતોનું ધ્યાન રાખવું પડશે। હવે તેમને એકલા બહાર જવાની પણ મંજૂરી નહીં મળે. તે ક્યાંય પણ બહાર જશે તો તેની સાથે શાહી પરિવારનો સુરક્ષા કાફલો રહેશે.

     

    બંધ કરવું પડશે સોશિયલ મીડિયા એકાઉન્ટ

    - શાહી પરિવારના લોકોને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવા પર પ્રતિબંધ છે. આ નિયમનું પાલન મેગને પણ કરવું પડશે. તેની ઘોષણા મેગને ગત વર્ષે જ કરી દીધી હતી. હવે તેના દ્વારા કરવામાં આવેલી કોઈપણ બાબતની જાણકારી ઓફિશિયલ એકાઉન્ટથી આપવામાં આવશે.

  • લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ | This is the reason why Megan will not be able to click selfie and autographs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નહીં લગાવી શકે નેલ પોલિશ 


    - રાજવિરોના ઘરની વહુ બન્યા બાદ મેગન રંગબેરંગી મેલ પોલિશ નહીં લગાવી શકે. તેનું કારણ છે રોયલ એટીકેટ્સ. રિપોર્ટ્સ મુજબ રાણી સહીત રાજપરિવારની વહુઓને નેલ પોલિશ લગાવવી 'વલ્ગર' કહેવામાં આવે છે. નેલ પોલિશને નકલી શોભાના ગાંઠિયા જેવું માનવામાં આવે છે.

  • લગ્ન બાદ રાજપરિવારની વહુ મેગન નહીં આપી શકે છે ઓટોગ્રાફ | This is the reason why Megan will not be able to click selfie and autographs

    નહીં આપી શકે ઓટોગ્રાફ


    - મેગન એક સેલેબ છે આવામાં ઓટોગ્રાફ દેવું રોજબરોજની વાત છે. પણ હવે મેગનએ પોતાની આ આદત બદલવી પડશે. હવે તેમના ફેન્સ ઓટોગ્રાફ માટે કહે તો પ્રેમથી જવાબ આપવો પડશે કે તેમને તે બાબતની પરવાનગી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ