Home » International News » Photo Feature » ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China

ચીનમાં છલકાયો 'સાયકલનો સમુદ્ર', આ કારણે લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 06:39 PM

લોકોની ભૂલના લીધે ચીનમાં હવે સાયકલો મુસીબત ઉભી કરી રહી છે

  • ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઇકલ શેરિંગના કારણે બેઇજિંગ અને શાંઘાઈ જેવા મહાનગરોએ પ્રદૂષણ પર અસરદાર રીતે કાબુ મેળવ્યો છે. પણ લોકોની ભૂલના લીધે હવે સાયકલો મુસીબત ઉભી કરી રહી છે. ચીનની પોલીસનું કામ હવે ઘણું વધી ગયું છે. પોલીસએ પાર્ક અને ફૂટપાથમાં છોડી દીધેલી સાઇકલો પણ જમા કરવી પડે છે. પોલીસ આ સાયકલોને શહેરની બહાર એક મેદાનમાં ઉભી રાખે છે. પણ હવે સમય સાથે સાઈકલની સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્થાનિક તંત્ર હેરાન થઇ ગયું છે.
  • ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ચીન જે કરે છે તે મોટાપાયે જ કરે છે. આ વાત સાઇકલ શેરિંગ માટે પણ લાગુ છે. બેઇજિંગ અને શાંઘાઈ જેવા મહાનગરોમાં સાઇકલો સામાન્ય લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે. પણ સમસ્યા ત્યારે ઉભી થઈ જયારે લોકોને તેના ઉપયોગ બાદ સાયકલોને ગમે ત્યાં છોડવાનું શરુ કર્યું. આંકડાઓનું માનીએ તો ચીનના રસ્તાઓ પર આવી એક કરોડ સાયકલો છે, જેને લોકોએ આમ જ છોડી દીધી છે.

     

  • ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બાઈક શેરિંગની ફોર્મ્યુલા ઘણી સરળ છે. યુઝર્સ એક એપ ડાઉનલોડ કરે છે. એપ દ્વારા ઘણા જ ઓછા ખર્ચે સાયકલ ભાડે લે છે, ભાડું કલાકો પરથી હોય છે. પોતાની જગ્યાએ પહોંચ્યા બાદ યુઝર સાયકલ ત્યાં જ છોડી દે છે. કેટલાક શહેરોમાં સાયકલો માટે ખાસ પાર્કિંગ છે પણ લોકો સાયકલોને ગમે ત્યાં છોડી શકે છે.

     

  • ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બાઈક શેરિંગ બજારમાં કેટલીયે કંપનીઓ ઉતરી. તેમણે તદ્દન સસ્તી સાયકલો બજારમાં ઉતારી. આવી સાયકલો ઘણી ઝડપથી કબાડમાં તબદીલ થઇ. ઓફો અને મોબાઇક જેવી કંપનીઓએ એકદમ સસ્તી બાઈક શેરિંગના લીધે સાયકલોનો જાણે સમુદ્ર છલકાઈ ગયો. 

     

  • ચીનમાં લાખોની સંખ્યામાં બેકાર થઇ સાયકલો | This is the reason why lacs of cycles got wasted in China

    સસ્તી અને લાચાર સાયકલોના ચાલતા સ્થિતિ એટલી ખરાબ થઇ કે શહેરની બહાર લાખોની સંખ્યામાં કેટલીયે સાયકલોમાં ન તો પેડલ છે, ન તો ચેન છે અને કેટલીક સાયકલોની તો ફ્રેમ પણ જવાબ આપી ચુકી છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ