• Home
  • International News
  • Photo Feature
  • પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind

પાકિસ્તાન બીજા બધા મામલે ભલે પાછળ, આ બાબતે સડસડાટ નીકળી ગયું ભારતથી આગળ

કાશ્મીરના કઠુઆમાં ચાર મહિના પહેલા આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપના મામલે આરોપીઓને હજુ સુધી સજા મળી નથી

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 07:23 PM
પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind

ઇન્ટરનેશનલ ડેસ્ક: કાશ્મીરના કઠુઆમાં ચાર મહિના પહેલા આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપના મામલે આરોપીઓને હજુ સુધી સજા મળી શકી નથી. બાળકીને કેટલાયે દિવસો સુધી મંદિરમાં કેદ રાખીને નશીલી દવાઓ આપી રેપ કરવામાં આવ્યો. આ સમગ્ર મામલાથી ગત જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી સાથેના ગેંગરેપની વાત યાદ આવી ગઈ. પાકિસ્તાની બાળકી સાથે રેપ કેસમાં લાહોર હાઇકોર્ટે દોષિતને એકવાર નહીં, પણ ચાર વખત સજા સંભળાવી હતી. આ કેસની ફાઈલ માત્ર 34 દિવસમાં બંધ કરી દેવામાં આવી હતી. હવે સવાલ એ થાય છે કે જો પાકિસ્તાન જેવો દેશ બાળકી સાથે રેપ અને હત્યા મામલે આટલું ગંભીર થઇ શકે છે તો ભારતનું જ્યુડિશિયલ સિસ્ટમ અને તપાસ એજન્સીઓ આટલી ધીમી ગતિથી કેમ કામ કરે છે. આવો જાણીએ કે પાકિસ્તાનમાં બાળકી સાથે રેપ, હત્યા અને દોષિતને સજા આપવાની સંપૂર્ણ વાત. એક હજાર લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો...

આગળ જાણો, કેવી રીતે એક હજાર લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો?....

પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind

પાકિસ્તાનના કસૂર વિસ્તારથી 5 જાન્યુઆરીના રોજ સાત વર્ષની જૈનબ ઘર પાસે ટ્યુશન જતા સમયે ગુમ થઇ ગઈ હતી


- બાળકીના માતા-પિતા સાઉદી આરબ હતા, બાળકી સંબંધી પાસે રહેતી હતી
- CCTV ફૂટેજ જોયા બાદ તે પીરોવાળા રોડ પર એક અજાણી વ્યક્તિ સાથે દેખાઈ હતી
- 9 જાન્યુઆરીએ શાહબાઝ ખાન રોડ પાસે બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળ્યો હતો, પોસ્ટમોર્ટમમાં બળાત્કારની પુષ્ટિ થઇ હતી
- જેના પછી 1000થી વધુ લોકોનો DNA ટેસ્ટ કરાયો હતો
- આ મામલે પાકિસ્તાનમાં જબરજસ્ત વિરોધ પ્રદર્શન પણ થયું હતું

પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind

માત્ર ચાર દિવસમાં કોર્ટે સંભળાવી દીધી હતી ફાંસીની સજા


- ઘણી પૂછતાછ પછી શકે પાડોશી પર ગયો, DNAનું મેચિંગ પીડિતના શરીર પરથી મળેલા નમૂના પરથી થઇ ગયું હતું 
- પછી પોલીસે 23 જાન્યુઆરીએ પાડોશી ઇમરાન અલીને અરેસ્ટ કર્યો
- 12 ફેબ્રુઆરીએ કોર્ટે દોષિતને અપહરણ, નાબાલિગ સાથે બળાત્કાર, હત્યા અને અપ્રાકૃતિક કૃત્ય કરવાના ગુનામાં મોતની સજાનું એલાન કર્યું 
- આ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી હતી. પાકિસ્તાનમાં આ પહેલી વખત હતું કે માત્ર ચાર દિવસમાં જ આ કેસની સમગ્ર સુનાવણી પુરી કરી દેવામાં આવી હતી 

X
પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind
પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind
પાકિસ્તાન આ બાબતે ભારતથી નીકળી ગયું આગળ | This is the case where Pakistan left India behind
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App