• Home
  • International News
  • Photo Feature
  • ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language

ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી; હવે સાથીઓને આ રીતે આપે છે મેસેજ

ઓઇલ ફિલ્ડ, ખાણો અને મશીનોના ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓનો વ્યવહાર બદલાઇ રહ્યો છે

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:48 PM
ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language
ઇન્ટરનેશનલ ડેસ્ક: ઘોંઘાટવાળાં સ્થળે આપણે કોઇને કંઇક કહેવા માટે ઊંચા અવાજે વાત કરવી પડે છે પણ ઘોંઘાટની અસર હવે પશુ-પક્ષીઓ પર પણ દેખાવા લાગી છે. સ્થિતિ એ છે કે સામાન્ય રીતે અબોલ ગણાતાં આ પશુ-પક્ષીઓએ પણ પોતાનો અવાજ અને વ્યવહાર બદલવા પડ્યા છે, જેમાં ચકલીથી માંડીને વાનર, વ્હેલ અને ડોલ્ફિન પણ સામેલ છે. ઘોંઘાટની અસર જંગલો, ઓઇલ ફિલ્ડ ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં પણ જોવા મળી છે. આ ચોંકાવનારી માહિતી કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબાના પક્ષી વિજ્ઞાનીના તાજેતરના રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચ મુજબ બ્રાઝિલના વર્ષા વનોના છેવાડાના ભાગોમાં માઇનિંગ એક્ટિવિટીના કારણે સ્થાનિક બ્લેક-ફ્રન્ટેડ ટિટિ વાનરોના વ્યવહાર પર અસર થઇ છે. વ્હેલ અને ડોલ્ફિને તટીય વિસ્તારોમાં ડ્રિલિંગ, જહાજોનાં એન્જિનોના અવાજના કારણે વ્યવહાર બદલ્યો છે. એટલું જ નહીં, પ્રજનનકાળ દરમિયાન તેમના અવાજમાં ઘણો ફેરફાર પણ જોવા મળ્યો છે. રિસર્ચ અંતર્ગત કેનેડાના અલ્બર્ટામાં સવાના ચકલીના લવ સોંગ્સનો પણ અભ્યાસ કરાયો.

ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language

રિસર્ચમાં સામેલ મિયાગો વોરિંગ્ટન કહે છે કે જો કોઇ ચકલી પોતાના સાથીને બોલાવવા ગીત ગાતી હોય પણ ઓઇલ ફિલ્ડ પર પંપ અને મશીનોના ઘોંઘાટના કારણે તેનો અવાજ દબાઇ જતો હોય તો તે શું કરે? આ કારણથી પશુ-પક્ષીઓએ તેમનો અવાજ ઊંચો કરી દીધો છે, જેથી સાથી સુધી સંદેશ પહોંચી શકે. મેક્સિકોમાં ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘોંઘાટના કારણે માઉન્ટન બ્લૂ બર્ડ્સમાં તણાવ વધવાનાં લક્ષણ મળ્યાં છે. તે ઉપરાંત તેમનાં બચ્ચાંના ગ્રોથ પર પણ અસર થઇ છે. તેઓ વિકસિત થયા વિના જ જન્મી રહ્યાં છે. વોરિંગ્ટન ઘોંઘાટવાળી પ્રવૃત્તિઓને કારણે આપણી આસપાસની પ્રાકૃતિક દુનિયા પર થતી અસરોનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમની ટીમ ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓના વ્યવહારમાં ફેરફાર બાદ તેમની પ્રજનન ક્ષમતા પર થનારી અસરોનો અભ્યાસ કરી રહી છે. 

 

ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language

પક્ષીઓ સાથીને બોલાવવા તેમની વિશેષ ધૂન પણ જોડવા લાગ્યા છે 


રિસર્ચ ટીમે કેનેડામાં 200 કિ.મી.ના દાયરામાં 26 સ્થળે પશુ-પક્ષીઓનો અભ્યાસ પણ કર્યો. તેમાં 73 સવાના ચકલીઓ પર ખાસ રિસર્ચ કરાયું. કેનેડામાં ઓઇલ ફિલ્ડમાં પક્ષીઓના અવાજ અને વ્યવહાર અંગે રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે લવ સોંગ્સ દરમિયાન દરેક પક્ષી પોતાની એક વિશેષ ધૂન પણ જોડે છે. જો ત્યાં પંપ ચાલુ હોય તો ચકલી તે હિસાબે પોતાના અવાજમાં ઉતાર-ચઢાવ લાવે છે. રિસર્ચથી જાણવા મળ્યું કે જનરેટર પંપ ચાલતા હોય ત્યારે ચકલી સૌથી ઊંચા અવાજે વાત કરે છે. 

X
ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language
ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language
ઘોંઘાટના કારણે પશુ-પક્ષીઓએ ભાષા બદલી | This is reason why birds and animals changed their language
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App