PHOTOS: બંધ દરવાજા પાછળ પાકિસ્તાનમાં આવી છે કિન્નરોની LIFE

2012માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કિન્નરોને સામાન્ય માણસના બરાબર અધિકાર દેવાની વાત કહી હતી, પણ હાલત હજુ પણ ખરાબ છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 06:11 PM
This is how life of transgender goes behind closed door

ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનમાં પહેલીવાર એક ટ્રાન્સજેન્ડર ન્યુઝ એન્કર બની છે. પ્રાઇવેટ ન્યુઝ ચેનલ કોહિનૂર ન્યુઝ પર કિન્નર માર્વીય મલિકે બુલેટિન વાંચ્યું હતું. જો કે, પાકિસ્તાનમાં કિન્નરોની સ્થિતિ ઠીક નથી. આ લોકો સામાન્ય દિવસોમાં કામની જગ્યાએ રેપ, મર્ડર અને છેડછાડનો ભોગ બની રહ્યા છે.

પેશાવરમાં કિન્નરોની ગુરુ ફરજાના જાન દેશના કટ્ટરપંથ માહોલમાં પોતાની અને પોતાના સાથીઓની સાથે થઇ રહેલા ભેદભાવ અંગે જણાવે છે. ભીખ માંગવા અને પ્રોસ્ટિટ્યૂટ બનવા મજબૂર...

આગળની સ્લાઈડ્સમાં જુઓ તેમની વધુ તસવીરો...

This is how life of transgender goes behind closed door

35 વર્ષની ફરઝાનાએ હાલમાં જ ઇએફઈ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પાકિસ્તાનની કન્ઝર્વેટિવ સોસાયટીમાં કિન્નરોને ઘણી તકલીફો છે. તે રોજની જરૂરિયાતો પણ પુરી કરી શકતા નથી.

- તેમણે બતાવ્યું કે એકલા ખૈબર પખટૂંખા પ્રોવિન્સમાં 2015થી અત્યાર સુધી 54 કિન્નરોના મર્ડર થઇ ગયા છે અને 400થી વધુને મારવા-પીટવામાં આવ્યા છે

This is how life of transgender goes behind closed door

- તેમણે કહ્યું કે, એ લોકો સાથે માત્ર એટલા માટે ખરાબ વર્તન કરવામાં આવે છે, કારણ કે તેમના પરિવારનો કોઈ સપોર્ટ નથી અને તે કમજોર છે. તેમના માટો કોઈ ઊભું થતું નથી.

- જ્યારે, આ જ સમુદાયની લવલી ખાન ડાન્સરનું કામ કરે છે. તેને માત્ર 12 વર્ષની ઉંમરે 17 લોકોએ ગેંગરેપનો શિકાર બનાવી, જ્યારે એક ડાન્સ પર્ફોર્મન્સથી ઘરે પાછી ફરી રહી હતી.

This is how life of transgender goes behind closed door

કોર્ટ પાસેથી મળ્યો બરાબરીનો અધિકાર

- 2012માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કિન્નરોને સામાન્ય નાગરિકોની બરાબર અધિકાર આપવાની જાહેરાત કરી, જેનાથી તેમને ફેમિલી પ્રોપર્ટીમાં ભાગ લેવા અને મતદાનનો અધિકાર હાંસલ થયો.
- આ પહેલા 2009 સુપ્રીમ કોર્ટે તેમને ત્રીજા જેન્ડર હિજડા તરીકે ઓળખ આપી ચૂક્યું હતું. જો કે, સોશિયલ લાઈફમાં તેમને બરાબરીનો દરજ્જો અને સન્માન અત્યાર સુધી નથી મળી શક્યું.
- તેમને સતત અસમાનતા, હિંસા, સેક્શુઅલ હેરેસમેન્ટ અને ખરાબ વ્યવહારનો શિકાર થવું પડી રહ્યું છે. તેમના ભરણ પોષણ માટે ભીખ માંગીને, પ્રોસ્ટિટ્યૂશન કે પછી ડાન્સ કે ગીતો ગાઈને પૈસા એકઠા કરવા પડે છે.

This is how life of transgender goes behind closed door

ક્રિમિનલ ગેંગ્સના નિશાના પર

- દેશના આદિવાસી વિસ્તારોમાંથી તેમના શોષણ અને તેમની સાથે હિંસાના મામલા વધારે સામે આવ્યા છે.
- ઓનલાઈન એક્ટિવિસ્ટ નેવર્ક ટ્રાન્સ એક્શન ખૈબર પખ્તૂનખ્વાએ સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણુ બધુ લખ્યું પણ હતું.
- નેટવર્ક પ્રમાણે, ખૈબર પખ્તૂનખ્વામાં ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ ગેંગ છે, જે કિન્નરોને સેક્શુઅલી અને વ્યવસાયિક રીતે શોષણ કરી રહી છે.

X
This is how life of transgender goes behind closed door
This is how life of transgender goes behind closed door
This is how life of transgender goes behind closed door
This is how life of transgender goes behind closed door
This is how life of transgender goes behind closed door
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App