વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે, PHOTOSમાં જુઓ ક્લિક થયેલી આ RARE ઘટના

ફ્રાન્કો બાન્ફી નામના ફોટોગ્રાફરે સ્પર્મ વ્હેલના આ દુર્લભ ફોટોઝ ક્લિક કર્યા છે

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 06:36 PM
40 ફૂટની સ્પર્મ વ્હેલનું ઉંઘતું ઝૂંડ
40 ફૂટની સ્પર્મ વ્હેલનું ઉંઘતું ઝૂંડ

ઇન્ટરનેશનલ ડેસ્ક: વ્હેલ માછલીના ફોટોગ્રાફ્સ તેમના કદને કારણે આકર્ષક લાગતા હોય છે. 58 વર્ષના ફોટોગ્રાફર ફ્રાંકો બાન્ફીએ સમુદ્રમાં વ્હેલ માછલીના ઉંઘતા સમૂહના રેર ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. સમુદ્રમાં લગભગ 65 ફૂટ ઊંડે જઇને ફોટોગ્રાફરે આ રેર અને દુર્લભ ફોટો ક્લિક કર્યા હતા. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે સ્પર્મ વ્હેલ માછલી દિવસના લગભગ 22-23 કલાક સુધી જાગતી હોય છે.

- પાણીમાં ઊભા-ઊભા ઉંઘતી વ્હેલના રેર ફોટો 58 વર્ષીય ફોટોગ્રાફરે ક્લિક કર્યા હતા.
- સ્પર્મ વ્હેલ સામાન્ય રીતે છથી 25 મિનિટની ઉંઘ લેતી હોય છે.
- ફોટોગ્રાફરે કેરેબિયન ટાપુ ડોમિનિકાના કાંઠેથી ઉંઘતી વ્હેલ માછલીના સમૂહના રેર ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.

આગળ જુઓ, ઊભા-ઊભા ઉંઘતી વ્હેલના ક્લિક કરેલા RARE ફોટોગ્રાફ્સ

વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water

સ્પર્મ વ્હેલ સામાન્ય રીતે છથી 25 મિનિટ જેટલી ઉંઘ લેતી હોય છે

વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water

આ ફોટોગ્રાફ્સ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી વ્હેલ ઉંઘતી હતી

વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water

સ્વિસ ફોટોગ્રાફરે કહ્યું હતું કે, મેં અને મારા સાથી એ જ્યારે ડાઇવ લગાવી ત્યારે 10 જેટલી સ્પર્મ વ્હેલને ઉંઘતી અમે જોઇ હતી

વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water

ઊભા ઉંઘવા અંગે ફોટોગ્રાફરે કહ્યું કે, મને પાક્કું તો નથી ખબર પણ કદાચ તેમના માથામાં જે સોનાર હોય તે કદાચ આવી સ્થિતિમાં ઉંઘવાથી આજુબાજુમાં કોઇ ખતરો જાણવામાં મદદરૂપ બનતું હશે.

વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water

ફોટોગ્રાફરે કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે આવી રેર ઘટનાના ફોટો હું ક્લિક કરી શક્યો. વ્હેલ માછલીઓએ પણ મારા પર વિશ્વાસ કર્યો જેને કારણે આ ફોટોગ્રાફ્સ શક્ય બન્યા.

X
40 ફૂટની સ્પર્મ વ્હેલનું ઉંઘતું ઝૂંડ40 ફૂટની સ્પર્મ વ્હેલનું ઉંઘતું ઝૂંડ
વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water
વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water
વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water
વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water
વ્હેલ માછલી ઉંઘે છે આવી રીતે | This is how a whale do sleep in water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App