તમારે ખરેખર પાણી બચાવવું છે? આ 9 સિમ્પલ ટિપ્સથી બચાવી શકો છો પાણી

ઘરમાં કેટલીક નાની વાતોનું ધ્યાન રાખીને તમે પાણી બચાવવા માટે ખૂબ મોટું યોગદાન આપી શકો છો

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 06:54 PM
These are real tips to implement at home to save water

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્લ્ડ વોટર ડેના દિવસે કે અઠવાડિયે જ નહીં, પાણીને મુદ્દો બનાવીને આખું વર્ષ અને સતત સમજવું જરૂરી છે. ધરતી પર ઉપલબ્ધ 97 ટકા પાણી ખારું છે. માત્ર 3 ટકા જ પાણી ઝરણા, નદી અને તળાવનું છે, જેમાંથી પીવા લાયક પણ 1% જ છે.

બીજી બાજુ, જમીનની અંદરનું પાણી પણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. કારણ છે, ક્લાઇમેટ ચેન્જ. જેને કારણે પાણીની અછત ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે. સમસ્યા વિકટ છે, પણ નાના પ્રયત્નો કરીને પણ તમે પાણી બચાવવામાં ખૂબ મોટું યોગદાન આપી શકો છે. પાણી બચાવવાની ઘણી ટ્રિક્સ અને ટિપ્સ છે, જે પૈકી તમે ઘરમાં ટ્રાય કરી શકો તેવી કેટલીકે ટિપ્સ અહીં શેર કરવામાં આવી છે.

આ સિમ્પલ ટિપ્સથી બચાવો તમારા ભાગનું પાણી !!!

1. બ્રશ કરતી વખતે નળ બંધ રાખો
- આમ કરવાથી દર મિનિટે 6 લિટર પાણી બચાવી શકાશે.

સ્લાઇડ્સ બદલોને વાંચો પાણી બચાવવાની સિમ્પલ TIPS....

These are real tips to implement at home to save water

2. ફ્લશ ટેન્કની કેપેસિટી ઘટાડો

- ટોઇલેટની ફ્લશ ટેન્કમાં પથ્થર અથવા રેતી ભરેલી બોટલ મૂકો. જેથી તે ફ્લશ ટેન્કના તળીયે રહેશે.
- બોટલ મૂક્યા પછી ફ્લશ કરીને ખાત્રી કરવી કે, ફ્લશ ટેન્કની કેપેસિટી ઘટાડ્યા પછી પણ ટોઇલેટ ક્લીન થાય છે.

These are real tips to implement at home to save water

3. ડ્યુઅલ ફ્લશવાળી ટેન્ક

- ડ્યુઅલ ફ્લશવાળી ટેન્ક પણ યૂઝ કરાય. જેમાં નાની કી પ્રેસ કરવાથી ઓછું પાણી અને મોટી કી પ્રેસ કરવાથી વધુ પાણી આવશે.

These are real tips to implement at home to save water

4. વોશિંગ મશીન અને ડિશવોશરને ફુલ યૂઝ

- વોશિંગ મશીન અને ડિશવોશરની કેપેસિટી પ્રમાણે ફુલ લોડ કરીને યૂઝ કરવાથી પાણીનો વેસ્ટ અટકાવી શકાય છે. 

These are real tips to implement at home to save water

5.  લીક થતો નળ નહીં પાલવે

- લીક થતાં નળમાંથી રોજ 15 લિટર પાણી વેસ્ટ થાય છે, અર્થાત્ વર્ષે 5500 લિટર પાણી વેસ્ટ થાય.

These are real tips to implement at home to save water

6. ગાર્ડનમાં વોટરિંગ

- ગાર્ડનમાં વોટરિંગ સમયે પાઇપની જગ્યાએ વોટર કેનનો ઉપયોગ કરો. અમુક વોટર પાઇપથી કલાકમાં 1000 લિટર જેટલું પાણી વેસ્ટ થતું હોય છે. 
- વહેલી સવારે અથવા બપોર પછી ગાર્ડનમાં પાણી છાંટવાથી બાષ્પીભવન ઓછું થાય અને પાણીની બચત થાય.

These are real tips to implement at home to save water

7. લૉ ફ્લોવાળો શાવર અને નળ યૂઝ કરો

- શાવરનો હેડ અથવા નળ ઓછા ફ્લોવાળા રાખવાથી પણ પાણીની સારી બચત કરી શકાશે.

These are real tips to implement at home to save water

8. ડિશવોશર અને વોશિંગ મશીનના પાણીનો ઉપયોગ

- ડિશવોશર અને વોશિંગ મશીનના વેસ્ટ પાણીને સ્ટોર કરવાની વ્યવસ્થા કરીને તેનો ઉપયોગ ગાર્ડનમાં કરી શકાય.

These are real tips to implement at home to save water

9. ઘરમાં પાણીની બચત

- શેવિંગ અને બ્રશ કરતી વખતે કારણ વગર નળ ખુલ્લા ન રાખવા.
- કારણ વગર ચાલુ રહેતા નળને બંધ કરવા. 
- બાથરૂમ, ટોઇલેટ અને કિચનના નળ લીક નથી થતાં તેનું સમયાંતરે ચેકિંગ કરતાં રહેવું. 
- નોર્મલી લીક થતાં નળમાંથી અંદાજે 113 લિટર અને 1893 લિટર પાણી વેસ્ટ થતું હોય છે.

X
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
These are real tips to implement at home to save water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App