તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ પરિવારના લોકોનું વજન એક ટ્રક જેટલું, વર્ષોથી ઘરમાંથી નથી નીકળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ 3 ભાઈ બહેનનો વજન મળીને કુલ 907 કિલો છે. એટલે કે એક મિની ટ્રક જેટલો. આ ભયંકર સ્થૂળતાનું કારણ છે એક નાની એવી ભૂલ, જે તમે અને અમે રોજ કરીએ છીએ. એ છે ભૂખ સંતોષવા ગમે તે ખાઈ લેવું. ખાણીપીણીની એવી તો કેવી આદત કે શરીરનું વજન એક કારથી પણ વધારે થઈ જાય? હદ તો એ વાતની છે કે, પોતે જાણે છે કે, આ પ્રકારનો ખોરાક લેવાથી તેમનું મોત થશે તે છતાં પણ પોતાની જીભ પર કન્ટ્રોલ નથી.

 

ત્રણ વર્ષથી નથી નીકળ્યા ઘરમાંથી

- આ જાન લેવા સ્થૂળતાના કારણે 49 વર્ષની ચિટોકા, 30 વર્ષની નાઓમી અને 43 વર્ષની ડ્રૂ સ્ટૂઅર્ટ ત્રણ વર્ષ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી.
- તાજેતરમાં એક ન્યૂઝ ચેનલે આ ત્રણેય પર ડોક્યૂમેન્ટ્રી બનાવી જેનું નામ રાખવામાં આવ્યું છે Family By The Ton. તેમાં બતાવાયું છે  સ્થૂળતાના કારણે આ ત્રણેય કેવી જિંદગી જીવે છે.
- ડોક્યૂમેન્ટ્રી શૂટ દરમિયાન તેણે જણાવ્યું કે, કોઈ સામાન્ય કારમાં પણ નથી બેસતા જેના કારણે વર્ષોથી તેમનું હરવા ફરવાનું બંધ રહ્યું છે. હવે તેમણે પોતાના માટે અલગથી કાર મોડિફાઈડ કરાવી છે.

 

એક માત્ર સ્ટુઅર્ટનું જ વજન 304 કિલો છે


- આ ત્રણેયમાંતી સૌથી વધારે વજન સ્ટુઅર્ટનું છે જે 304 કિલો છે. સ્ટુઅર્ટ દિવસના ડઝનેક પિઝા ખાઈ જાય છે, પરંતુ તેને સમજાઈ ગયું છે કે, તેની આ આદત તેને મોતના મુખમાં ધકેલી રહી છે. સ્ટુઅર્ટ કહે છે, મને સમજાતું નથી કે અમે અમારી જિંદગી સાથે રમત કેમ રમી. હવે અમે ઝડપથી કંઈક કરવું પડશે.

 

ડોક્ટરે આપી ચેતવણી


- ત્રણેયે પોતાને કન્ટ્રોલ કરવા માટે એક પર્સનલ ડોક્ટરની મદદ લેવાની પણ શરૂ કરી દીધી છે. ડોક્ટર ચાર્લ્સ પ્રોક્ટર પ્રમાણે ત્રણેયે પોતાની જિંદગી દાવ પર લગાવી રાખી છે. તેને અંદાજો નથી કે, આ અનહેલ્થી ખાવાનું ખાઈને પોતાને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. સર્જરી ના કરાવી તો તેમનું મોત પણ થઈ શકે છે. આખો પરિવાર ગવે વેટલોસ સર્જરી કરાવવાની તૈયારીમાં છે.

 

 

આ પણ વાંચો - કેવ મેનઃ ગુફામાં રહેતો આ વ્યક્તિ પોતાને જણાવે છે ભગવાનનો અવતાર, કહે છે મહિલાઓ તેની ગુફામાં ખેંચાઈ આવે છે

 

અન્ય સમાચારો પણ છે...