તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગ ડિસ્કવરીઃ બહારથી સામાન્ય લાગી રહી હતી ઘરની દિવાલ, પણ જ્યારે ઈન્ફ્રારેડ કેમેરાથી તસવીર લીધી તો દિવાલ પર દેખાયો લાલ-પીળો ડાઘો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં રહેતા એક પરિવારને મધુમાખીઓએ બહુ પરેશાન કરી નાખ્યો હતો, પરંતુ તેમને સમજાઈ નહોતું રહ્યું કે, આખરે આ ક્યાંથી આવી રહી છે. તેને ઘરની દિવાલ સામાન્ય દેખાતી હતી અને ક્યાંય મધપૂડો પણ દેખાતો નહોતો. જ્યારે તેમણે એક પ્રોફેશનલને બોલાવ્યો અને તેને થર્મલ ઈમેજિંગ દ્વારા દિવાલની તસવીર લીધી, તો તેમાં લાલ અને પીળા કલરના ડાઘા દેખાયા. ત્યારે તેને લાગ્યું કે દિવાલની પાછળ કંઈક છે. જ્યારે ઈંટો કાઢવામાં આવી તો તેની શંકા સાચી ઠરી અને અંદરથી મધુમાખીઓનો વિશાળ મધપૂડો મળી આવ્યો.

 

દિવાલમાં મળ્યો મધપૂ઼ડો


- મામલો ટેનેસી સ્ટેટના જર્મનટાઉનનો છે, જ્યાં એક પરિવાર છેલ્લા બે-ત્રણ વર્ષથી મધૂમાખીના હુમલાથી પરેશાન હતો. કોઈ પેસ્ટ કન્ટ્રોલ સ્પ્રે પણ કામ કરી રહ્યો નહોતો.
- તેને ઘરે જ બધી દિવાલો સામાન્ય દેખાઈ રહી હતી અને ક્યાંય કોઈ મધપૂડો દેખાઈ રહ્યો નહોતો. ત્યારે તેમણે એક પ્રોફેશનલને બોલાવ્યો, ત્યારે તેણે બતાવ્યું કે, હકીકતમાં તેની દિવાલની પાછળ શું છૂપાયું છે.
- મધમાખીઓનો મધપૂડો કાઢવાનું કામ કરનાર ડેવિડ ગ્લોવરે થર્મલ ઈમેજિંગ દ્વારા ઘરની સૌથી વધારે પ્રભાવિત દિવાલની તસવીર લીધી.
- આ ફોટોમાં બારીની નીચેના ભાગમાં લાલ કલરનો ઘાડો અને તેની વચ્ચે પીળા કલરનો ગોળ ધાબો દેખાયો. તેને જોયા પછી સમજાઈ ગયું હતું કે, અંદર જરૂર કંઈક છે.
- ત્યારબાદ ડેવિડે જ્યારે આ ભાગની એક એક ઈંટ કાઢવાની શરૂ કરી તો શંકા સાચી સાબિત થઈ. અંદરથી મધૂમાખીનો એક વિશાળકાય મધપૂડો કાઢવામાં આવ્યો.

 

મકાન માલિક થયો ખુશ


- ડેવિડે જણાવ્યું કે, હું સામાન્ય રીતે માત્ર બિલ્ડિંગ અને ઝાડ પરથી મધપૂડા કાઢું છું. મને આ પ્રકારની ઈંટો કાઢીને મધપૂડા કાઢવાનું કામ પસંદ નથી.
- તેણે જણાવ્યું કે, અહીંયા મધુમાખીઓને કાઢવા માટે પહેલા ઈંટો કાઢવી પડી. જ્યારે ઈંટો કાઢ્યા પથી મધપૂડાનો વ્યૂ દેખાયો તો તે બહુ સુંદર હતો.
- ડેવિડ પ્રમાણે, મધપૂડો મળ્યા બાદ મકાન માલિક સૌથી વધારે ખુશ હતો કારણ કે, અમે તેને શોધવામાં અને ઘરમાંથી કાઢવામાં સફળ રહ્યા હતા.
- ડેવિડે આ ઘટના સાથે જોડાયેલી જાણકારી અને તસવીર ફેસબુક પર પણ પોસ્ટ કરી, જે ઘણી વાયરલ થઈ ગઈ છે. 

 

 

આ પણ વાંચો - એરિયા-51: વર્લ્ડની સૌથી રહસ્યમય જગ્યા પર US Army ચલાવી રહ્યું છે ગુપ્ત મિશન, નવા ખુલાસામાં આર્મીએ કબૂલ્યું- ત્યાં કંઈક તો એવું છે, જે અમારી સમજણની બહાર છે

 

 

અન્ય સમાચારો પણ છે...