તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ જાપાનના સુનામીમાં 70 હજાર વૃક્ષો થયાં હતા ધરાશાયી, 250 વર્ષ જૂનું માત્ર આ 1 જ વૃક્ષ બાકી રહ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનમાં માર્ચ 2011માં આવેલા સુનામીમાં ઘર-ઇમારતો સાથે 70 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. પરંતુ રિકુજેન્તાકાતા કસ્બામાં ફક્ત એક વૃક્ષ સુરક્ષિત બચી ગયું હતું. સ્થાનિક લોકો તેને ચમત્કાર માને છે. રાહત-બચાવની કામગીરી પૂરી થયા બાદ સૌથી પહેલાં આ ચીડના વૃક્ષને સુરક્ષિત કરાયું જેથી મશીનોના પ્રભાવથી વૃક્ષને નુકસાન થાય નહીં.

 

250 વર્ષ જૂનું વૃક્ષઃ-
વિશેષજ્ઞોએ 27 મીટર ઊંચા આ વૃક્ષનાં મૂળ અને થડનો અભ્યાસ એટલાં માટે કર્યો કે, 250 વર્ષ જૂના આ વૃક્ષમાં એવું શું હતું જેના કારણે તે સુનામીનો પણ સામનો કરી ગયું. તેને સુરક્ષિત રાખવા માટે 9 કરોડ ખર્ચાયા. તેના પર વિવાદ સર્જાયો. વિસ્તારના લોકોએ દેશ અને બહારથી આર્થિક મદદ માંગી. આજે પણ મોટી સંખ્યામાં લોકો આ વૃક્ષને જોવા આવે છે.

 

ભૂકંપ બાદ 30 ફૂટ ઊંચાં મોજાં ઉછળ્યાં હતાંઃ- 
11 માર્ચ 2011ના રોજ ઓશિકાથી 70 કિમી દૂર 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. 20 મિનિટ બાદ સુનામીના મોજાં હોક્કાઈદો અને દક્ષિણના ઓકિનાવા ટાપુથી અથડાયાં અને ભારે તબાહી મચાવી હતી.

 

2500 લોકો હજુ પણ ગુમ છેઃ-
સુનામીનાં મોજાં ફુકુશિમા દાઈચી પરમાણુ વીજ પ્લાન્ટ પર ફરી વળ્યાં. રિએક્ટર પીગળવા લાગ્યા અને વિસ્ફોટ થવા લાગ્યા. આ વિનાશમાં 15,894 લોકો માર્યા ગયા. 2500થી વધુ લોકોની ભાળ મળી નથી.

 

ઈતિહાસનું સૌથી મોટું નુકસાનઃ- 
1.20 લાખ ઈમારતો ધસી પડી હતી. 2.78 લાખ મકાન નુકસાનગ્રસ્ત થયાં હતાં. 50,000 લોકો હજુ પણ અસ્થાયી શેલ્ટરમાં છે. 16.5 લાખ કરોડ રૂ.નું નુકસાન થયું. આ ઈતિહાસનો સૌથી મોટો આર્થિક વિનાશ છે.

 

માત્ર એક જ વૃક્ષ બાકી રહ્યુંઃ-
રિકુજેન્તાકાતા વિસ્તારમાં ફક્ત એક વૃક્ષ સુરક્ષિત બચી ગયું હતું. 250 વર્ષ જૂના આ વૃક્ષને હવે મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. 

 

આ પણ વાંચોઃ- સવારે ઉઢીને યુવકે ઘરના ફળિયામાં જોયો સુંદર પરંતુ ખતરનાક કરોળિયો, વિશાળ સાઇઝ જોઇને જ ડરી ગયો વ્યક્તિ