2018ની સૌથી શક્તિશાળી 6 તસવીરો, જે તમારી જોવી જ રહી

આ વર્ષે કોમ્પિટિશનમાં 125 દેશોના 4,548 ફોટોગ્રાફર્સે 73,044 તસવીરો મોકલી હતી

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 02:10 PM
six most powerful photos of 2018 which You may like to see

લંડન: વર્લ્ડ પ્રેસ ફોટો કોમ્પિટિશનમાં દુનિયાભરના ફોટો જર્નલિસ્ટના ટેલેન્ટને સન્માનિત કરવામાં આવે છે. તમામ ફોટો જર્નલિસ્ટ દર 2 વષે આ કોમ્પિટિશનમાં પોતાની ખેંચેલી તસવીરો મોકલે છે. જે દુનિયામાં બનેલી મોટી ઘટનાઓ અને કહાનીઓ આધારિત હોય છે.

આ વર્ષે કોમ્પિટિશનમાં 125 દેશોના 4,548 ફોટોગ્રાફર્સે 73,044 તસવીરો મોકલી હતી. જ્યુરીએ આ તસવીરોમાંથી 42 તસવીરોને 8 કેટેગરીમાં નૉમિનેટ કરી હતી. જેમાંથી 6 તસવીરોએ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. અમે તને ફાઈનલમાં પહોંચેલી 6 તસવીરો દેખાડીશું.

(નોંધ: આ અહેવાલ સાથે દર્શાવાયેલી તસવીરો વિચલિત કરનારી છે, નબળા હ્ર્દયના લોકોએ જોવી નહીં અથવા ટાળવું)

વેનેઝુએલા સંકટ

વેનેઝુએલામાં છેલ્લાં બે વર્ષથી આર્થિક સંકટથી લોકોનું જીવન નરક સમાન બની ગયું છે. ફૂગાનાના કારણે લોકોને બે ટંક પૂરતું ખાવાનું મળતું નથી. સરકારની નીતિ વિરોધમાં લોકોએ રસ્તા પર ઉતરી આવી ચારેતરફ આગ ચાંપી હતી. આગની આ જ્વાળામાંથી બહાર આવી રહેલા જવાનની આ તસવીર રોનાલ્ડો શેમિલ્ટે એએફપી માટે ખેંચી હતી. (તસવીર- 3 મે, 2017)

six most powerful photos of 2018 which You may like to see

રોહિંગ્યા સંકટ

મ્યાનમારમાં ચાલી રહેલા રોહિંગ્યા સંકટની આ તસવીર છે. મ્યાનમારથી પાડોશી દેશ બાંગ્લાદેશ તરફ શરણાર્થીઓ બોટમાં ભાગી રહ્યા હતા ત્યારે બોટ ઉંધી વળી ગઈ હતી. બોટમાં અંદાજે 100 લોકો સવાર હતા, જેમાં માત્ર 17 લોકો બચ્યા હતા. મૃતદેહોને એકઠા કરવામાં આવ્યા ત્યારે ઓસ્ટ્ર્રેલિયાના ફોટોગ્રાફર પેટ્રિક બ્રાઉને આ તસવીર ખેંચી હતી. (તારીખ- 28 સપ્ટેમ્બર, 2017)

six most powerful photos of 2018 which You may like to see

બોકો હરામના ચૂંગલમાંથી છૂટેલી સ્યુસાઈટ બોમ્બર

આતંકી સંગઠન બોકો હરામે નાઈઝિરિયામાં 14 વર્ષીય આઈશાનું અપણહર કરીને તેને સ્યુસાઈડ બોમ્બર બનાવી હતી. આતંકીઓએ તેને સ્યુસાઈડ બોમ્બિંગના મિશન પર મોકલી હતી, પણ જેમ-તેમ કરીને તે બચીને ચૂંગલમાંથી બહાર આવી હતી. આ તસવીર ફોટો જર્નલિસ્ટ એડમ ફર્ગ્યુસને ધ ન્યુયોર્ક ટાઈમ્સ માટે ખેંચી હતી. (તારીખ- 21 સપ્ટેમ્બર, 2017)

six most powerful photos of 2018 which You may like to see

લંડનમાં થયેલા આતંકી હુમલાના 

લંડનના વેસ્ટમિનિસ્ટર બ્રિજ પર માર્ચ 2017માં આતંકીએ કાર ચલાવીને 5 લોકોને કચડી નાંખ્યા હતા અને અસંખ્ય લોકોને ઘાયલ કર્યા હતા .આ ઘટનાથી લંડનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા રાહદારીને આ તસવીર ટોબી મેલવીલે રોઈટર્સ માટે ખેંચી હતી. (તસવીર- 22 માર્ચ, 2017)

six most powerful photos of 2018 which You may like to see

મોસુલ માટેની લડાઈ

મોસુલ શહેર પર ISISના અડ્ડાઓ પર ઈરાકી સ્પેશ્યલ ફોર્સના જવાનાઓ હુમલો કર્યો હતો. જેમાં ઘણા નિર્દોષ નાગરિકો પણ ઘાયલ થયા હતા. તસવીરમાં એક ઘાયલ બાળકને જવાનોએ સહારો આપ્યો હતો. આયર્લેન્ડના ફોટો જર્નલિસ્ટ અવોર પ્રિકલેટે આ તસવીર ધ ન્યુયોર્ક ટાઈમ્સ માટે ખેંચી હતી. (તસવીર- 15 માર્ચ, 2017)

six most powerful photos of 2018 which You may like to see
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App