હવે મર્યા પહેલા જ ખબર પડી જશે કે મોત કયારે આવશે?

વૈજ્ઞાનિકોએ પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે નવા તત્વોના સ્તરની ઓળખ કરી

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 05:27 PM
Simple Urine Test May Predict Biological Age and Death

ઇન્ટરનેશનલ ડેસ્ક: સાયન્સ હવે એટલું બધું આગળ વધી ચૂકયું છે કે જેનાં વિશે આપને કદાચ વિશ્વાસ પણ નહીં હોય. હકીકતમાં હાલમાં વૈજ્ઞાનિકોની એક શોધ વિશે એવું જણાવવામાં આવ્યું છે કે જેમાં વ્યકિતનાં મોત પહેલા હવે એવો ખ્યાલ આવી જશે કે તેનું મોત કયારે થશે.

વૈજ્ઞાનિકોએ પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે નવા તત્વોનાં સ્તરની ઓળખ કરી છે. તેની મદદથી ઉંમર સંબંધી બીમારીઓ જ નહીં પરંતુ મૃત્યુ હવે નજીકમાં જ હશે તેનાં વિશે પણ આપ જાણી શકશો. આ અભ્યાસ 'ધ જર્નલ ફ્રંટાયર્સ એજિંગ ન્યૂરોસાયન્સ'માં પ્રકાશિત થયેલ છે.

Simple Urine Test May Predict Biological Age and Death

ચાઇનાની સિચુઆન યુનિવર્સિટીનાં શોધકર્તાઓએ એવું તારણ નીકાળ્યું કે જેમ-જેમ લોકોની ઉંમર વધતી જશે તેમ-તેમ પેશાબમાં આ તત્વોનાં સ્તરની માત્રા વધી જાય છે કે જે ઓકસીડેટિવ નુકસાનને વધારે છે. પેશાબમાં હાજર તત્વોનાં આ સ્તરની મદદથી બીમારીઓનાં વધવાથી મૃત્યુનાં જોખમને પણ માપવામાં આવી શકશે. સંશોધનકર્તાઓનું એવું કહેવું છે કે એક જ વર્ષમાં પેદા થનાર લોકોમાં બીમારીઓનું જોખમ ઉંમરની સાથે સાથે વધતું જાય છે. ત્યાં બીજી બાજુ શોધકર્તાઓ સામાન્ય ઉંમર વધવાને એક બીમારી માને છે કેમ કે તેનાથી આપણી કોશિકાઓને નુકસાન પહોંચતું હોય છે.

X
Simple Urine Test May Predict Biological Age and Death
Simple Urine Test May Predict Biological Age and Death
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App