આ હતો વિશ્વનો સૌથી ખતરનાક ભૂકંપ, એક ઝાટકે થયા'તા 8 લાખ 30 હજાર લોકોના મોત

શાંક્સી ભૂકંપ મૃત્યુઆંકના મામલે સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે, 840 કિમીનો એરિયા થયો હતો તબાહ

divyabhaskar.com | Updated - Jan 23, 2018, 09:41 AM
શાંક્સી ભૂકંપ મૃત્યુઆંકના મામલે સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે.
શાંક્સી ભૂકંપ મૃત્યુઆંકના મામલે સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 1556માં આજના દિવસે એટલે કે 23 જાન્યુઆરીના રોજ ચીનમાં દુનિયાનો સૌથી વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે એક ઝાટકે 8 લાખ 30 હજારના જીવ લીધા હતા. આ ભૂકંપને શાંક્સી ભૂકંપ કહેવામાં આવે છે. તીવ્રતાના મામલે ધરતીમાં આનાથી પણ મોટા ભૂકંપ આવી ચૂક્યા છે, પરંતુ તે સમયે આવેલી આ ધ્રુજારીથી અત્યાર સુધીમાં સૌથી વધારે લોકોના મોત થયા હતા. 23 જાન્યુઆરીના રોજ આમ આવ્યું હતું મોત...

- 23 જાન્યુઆરી 1556ના રોજ રિએક્ટર સ્કેલ પર 8 તીવ્રતાના આ ભૂકંપે 520 માઈલ(840 કિલોમીટર)માં તબાહી મચાવી દીધી હતી. આટલો વિસ્તાર સંપૂર્ણ રીતે માટીમાં ભળી ગયો હતો. આંચકાની અસર શાંક્સી પ્રાંતની લગભગ 97 કાઉન્ટીઝ પર પડી હતી ભૂકંપના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયા હતા જેમાં લગભગ 8 લાખ 30 હજાર લોકોના મોત થયા હતા.

પડી હતી 66 ફૂટ ઉંડી તિરાડ

- ઈતિહાસકારોનું માનીએ તો ભૂકંપની તીવ્રતા એવી હતી કે, જેમીન પર 66 ફૂટ ઉંડી તિરાડો પડી ગઈ હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 60 ટકા સુધી વસ્તી ખતમ થઈ ગઈ હતી.

આ હતું સેન્ટર

- એમ કહેવાય છે કે, Huaxian શહેરની નજીક વેઈ નદી આ ભૂકંપનું સેન્ટર હતી. જોકે, વૈજ્ઞાનિકો પાસે એવી કોઈ જાણકારી નથી, જેનાથી ખબર પડે કે આ ભૂકંપ કેટલી તીવ્રતાથી આવ્યો હતો. પણ વિનાશ જોઈને કહેવામાં આવ્યું હતું કે, ધરતી નીચે અનેક કિલોમીટરની ઊંડાઈ પર આ શરૂ થયું હતું.

પછી પણ આવી ચૂક્યા છે આવા ભૂકંપ

- 28 જુલાઈ, 1976ના રોજ ચીનના તાંગશાન શહેર 7.8 તીવ્રતાના ભૂકંપના કારણે માટીમાં ભળી ગયું હતું. તેમાં 5 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.

આ ભૂકંપને માનવામાં આવે છે શક્તિશાળી ભૂકંપ

22 મે 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં રિએક્ટર સ્કેલ પર 9.5 તીવ્રતાના આ ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી. કહેવાય છે કે, આ ભૂકંપની શક્તિ 1 હજાર એટમ બોમ્બની બરાબર હતી. તેની અસર વાલ્ડિવિયાથી લઈને હવાઈ દ્વીપ સુધી હતી. તેમાં 6 હજારથી વધારે લોકોના મોત થયા હતા, જ્યારે લાખો લોકો બેઘર થયા હતા. રિએક્ટર સ્કેલ પર આ સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, ભૂકંપ સાથે જોડાયેલા વધારે ફેક્ટ્સ...

ભૂકંપથી અંદાજે 840 કિમીનો એરિયા તબાહ થઈ ગયો હતો.
ભૂકંપથી અંદાજે 840 કિમીનો એરિયા તબાહ થઈ ગયો હતો.
ઘણી પ્રભાવિત જગ્યા હજુ પણ એવી જ છે.
ઘણી પ્રભાવિત જગ્યા હજુ પણ એવી જ છે.
1 સપ્ટેમ્બર, 1923ના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલો ગ્રેટ કાંટો ભૂકંપ. તેના કારણે 1,42,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
1 સપ્ટેમ્બર, 1923ના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલો ગ્રેટ કાંટો ભૂકંપ. તેના કારણે 1,42,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
31 મે, 1935ના રોજ ક્વેટા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપથી અંદાજે 35 હજાર લોકોના મોત થયા હતા.
31 મે, 1935ના રોજ ક્વેટા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપથી અંદાજે 35 હજાર લોકોના મોત થયા હતા.
shanxi earthquake Was The Deadlist Earhtquake In History 8 Lakh People died

X
શાંક્સી ભૂકંપ મૃત્યુઆંકના મામલે સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે.શાંક્સી ભૂકંપ મૃત્યુઆંકના મામલે સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે.
ભૂકંપથી અંદાજે 840 કિમીનો એરિયા તબાહ થઈ ગયો હતો.ભૂકંપથી અંદાજે 840 કિમીનો એરિયા તબાહ થઈ ગયો હતો.
ઘણી પ્રભાવિત જગ્યા હજુ પણ એવી જ છે.ઘણી પ્રભાવિત જગ્યા હજુ પણ એવી જ છે.
1 સપ્ટેમ્બર, 1923ના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલો ગ્રેટ કાંટો ભૂકંપ. તેના કારણે 1,42,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા.1 સપ્ટેમ્બર, 1923ના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલો ગ્રેટ કાંટો ભૂકંપ. તેના કારણે 1,42,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
31 મે, 1935ના રોજ ક્વેટા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપથી અંદાજે 35 હજાર લોકોના મોત થયા હતા.31 મે, 1935ના રોજ ક્વેટા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપથી અંદાજે 35 હજાર લોકોના મોત થયા હતા.
shanxi earthquake Was The Deadlist Earhtquake In History 8 Lakh People died
shanxi earthquake Was The Deadlist Earhtquake In History 8 Lakh People died
shanxi earthquake Was The Deadlist Earhtquake In History 8 Lakh People died
shanxi earthquake Was The Deadlist Earhtquake In History 8 Lakh People died
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App