Home » International News » Photo Feature » see photos of chemical strikes tiny victims in syria

આ દેશમાં માસૂમોની જિંદગીની નથી કોઈ કિંમત, જૂઓ હચમચાવી દેતી તસવીરો

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:03 PM

સાત દિવસમાં 130થી વધુ બાળકો મરી ચૂક્યાં, કુલ 527 લોકો માર્યા ગયા

  • see photos of chemical strikes tiny victims in syria
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે.

    આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

    આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે. ઘોઉટામાં ગઠબંધન સૈન્યના હુમલા અટકી રહ્યા નથી. ત્યાં સાત દિવસમાં 130થી વધુ બાળકો મરી ચૂક્યાં છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ હચમચાવી દેતી વધુ તસવીરો...

  • see photos of chemical strikes tiny victims in syria
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photos of chemical strikes tiny victims in syria
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ