એક સ્કૂલ ટીચરે આ ગામની કરી નાખી કાયાપલટ, આજે આખી દુનિયામાં થઈ રહી છે તેની સુંદરતાની ચર્ચા

school teacher transformed from dirty slum to rainbow village in Indonesian

divyabhaskar.com

Nov 23, 2018, 01:10 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ગામ વિશે વિચારતા જ આપણી સામે ધૂળ-માટી ઉડતા રસ્તા અને ખુલ્લી ગટરો જેવી ગંદી તસવીરો સામે આવી જાય છે. કારણ ગામના રસ્તા કાચા હોય છે, જેના પર લોકો તેમના પાળેલા જાનવરોને લઈને ખેતરોમાં જાય છે. એવામા જો તમને કોઈ એમ કહે કે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં ના તો ઘૂળ મળે અને ના તો ગંદકી. આટલું જ નહીં આ ગામ વિશ્વભરમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે તો તમે તેને શું કહેશો. સ્વાભાવિક છે તમને વિશ્વાસ ના જ થાય. પણ આજે અમે તમને એક એવા જ ગામ વિશે જણાવી રહ્યા છીએ સાથે તેની તસવીરો પણ બતાવી રહ્યા છીએ જે આજે એક ટુરિસ્ટ આકર્ષણ બની ગયું છે.

આ ગામ આજે શહેરને પણ માત આપી રહ્યું છે

આ ગામ આજે શહેરને પણ માત આપી રહ્યું છે. તે પોતાના રંગબેરંગી કલર્સના કારણે આખી દુનિયામાં ફેમસ છે. જોકે, આ ગામ ઈન્ડોનેશિયામાં છે, જેનું નામ છે કામ્પુંગ પેલંગી. આ ગામ ક્યારેક દેખાવમાં ઝૂંપડપટ્ટી જેવું દેખાતું હતું, પરંતુ આજે આ ઈન્દ્રધનુષી ગામ સ્વરૂપમાં બદલાઈ ગયું છે. પોતાની રંગબેરંગી છટાને સમેટાઈને દુનિયામાં ઈન્દ્રધનુષી ગામના નામેથી ચર્ચિત ઈન્ડોનેશિયાનું આ ગામ સોશિયલ મીડિયા પર બહુ ચર્ચા જગાવી રહ્યું છે. રંગોના સંયોજનથી આ ગામને નવું સ્વરૂપ અપાઈ રહ્યું છે. જે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.

ક્યા આવેલું છે આ ગામ?

આ નાનું એવું ગામ કામ્પુંગ પેલંગી ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ પર વસેલું છે. જે હવે આખી દુનિયામાં ફેમસ થયું છે. આ ગામમાં 390 ઘર છે જેને અલગ-અલગ રંગથી રંગવામાં આવ્યા છે. ઘર સિવાય રસ્તા અને તેની દિવાલોમાં પણ કલર કરવામાં આવ્યો છે. આ ગામને જોતા એવું લાગે કે આકાશના ઈન્દ્રધનુષને નીહાળી રહ્યા હોઈએ. આ ગામની કાયાપલટ કરવામાં અંદાજે 16 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ કામને સરકાર અને અમુક કંપનીઓની મદદથી પૂરું કરવામાં આવ્યું છે.

પહેલા હતો સ્લમ એરિયા

આ ગામ પહાડો વચ્ચે નદીના કિનારે વસેલું છે. પહેલા આ ગામ ઈન્ડોનેશિયાનો સ્લમ એરિયા હતું. અહીંયા પછાત લોકો પોતાના તૂટેલા ઘરમાં રહેતા હતા. પરંતુ એક સ્કૂલના પ્રિન્સિપાલે આ ગામને બદલવાનું નક્કી કર્યું. 54 વર્ષના સ્લામેટ વિડોડોએ આ ગામને બદલવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને સ્થાનક સરકારને મળ્યા. સેન્ટ્રલ જાવા સમુદાયે તેમના પ્રસ્તાવને મંજૂર કરી દીધો અને તેના પર ઝડપથી કામ શરૂ થઈ ગયું. ઘર અને રસ્તાઓના રંગરોગાણ બાદ આ ગામની તસવીર જ બદલાઈ ગઈ. આખું ગામ એવું લાગે છે જાણે કોઈ ચિત્ર પ્રદર્શનમાં આવી ગયા હોઈએ. આ ગામને જોવા માટે પર્યટકોની ભારે ભીડ થાય છે.

આ પણ વાંચો - PUBG ગેમર્સ માટે આવ્યા સારા સમાચાર, નવા અપડેટમાં મળશે આ ફીચર્સ

X
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
school teacher transformed from dirty slum to rainbow village in Indonesian
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી