Home » International News » Photo Feature » Saudi royal reports theft of jewels from Paris Ritz hotel

સાઉદી આરબની રાજકુમારીનો આરોપ - પેરિસની પ્રખ્યાત હોટેલમાંથી તેમના 6.5 કરોડ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 12:49 PM

આ હોટેલથી થોડા અંતરે બે વર્ષ પહેલા રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયાં સાથે પણ લૂંટ થઇ હતી

 • Saudi royal reports theft of jewels from Paris Ritz hotel

  ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઉદી આરબની એક રાજકુમારીના પેરિસની પ્રખ્યાત હોટેલ રિજમાંથી 6.5 કરોડ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા. સૂત્રોનું કહેવું છે કે રૂમમાં કોઈપણ પ્રકારની તોડફોડના નિશાન મળી આવ્યા નથી.

  - પોલીસે ફરિયાદીનું નામ જાહેર કર્યું નથી. આ ઘટના શુક્રવારે બપોરની છે. પોલીસે સોમવારે આ બાબતે જાણકારી આપી. હોટેલના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. આરોપ સાબિત થાય તો પેરિસના પ્લેસ વેન્ડોમ વિસ્તારમાં બનેલી આ આલીશાન હોટેલમાં આ વર્ષની આ બીજી ઘટના થશે. જાન્યુઆરીમાં પણ અહીં ચોરોએ લાખોના ઘરેણાં ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પોલીસે ત્રણ ચોરોને હોટેલની અંદરથી પકડી લીધા હતા. તેમના બે ભાગીદાર સ્કૂટરમાં ભાગી ગયા હતા. જોકે, તેમણે લૂંટેલા સામાનની બેગ ત્યાં જ ફેંકી દીધી હતી.

  * હથિયારધારીઓ કરે છે લૂંટ:

  આ વિસ્તારમાં કેટલાયે આલીશાન બુટિક અને ઘરેણાઓની દુકાન છે. હથિયારધારી બદમાશો દ્વારા અહીં ચોરી કરવી સામાન્ય છે. ડિસેમ્બરમાં ચોરોએ એક દુકાનમાંથી લગભગ 46 કરોડ રૂપિયાના બે હીરા અને બે વિંટી ચોરી લીધી હતી. ઓક્ટોબર 2016માં રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયાં પણ રિજ હોટેલથી 10 મિનિટના અંતરે લૂંટાઈ હતી. ત્યારે તેમની કરોડોની જવેલરી ચોરાઈ ગઈ હતી.

  આ પણ વાંચો:-
  બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ