ભૂટાનના રાજાએ કર્યા છે બાળપણની પ્રેમિકા સાથે લગ્ન, રસપ્રદ છે LOVE STORY

ભૂટાનનાં રાણી જેત્સુન પેમા જ્યારે સાત જ વર્ષનાં હતાં ત્યારથી રાજા તેમને ચાહતા

divyabhaskar.com | Updated - Feb 14, 2018, 10:22 AM
read love story of Bhutan King and Queen on valentine day

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ. વેલેન્ટાઇન ડેના પ્રસંગે અમે ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગિયેલની લવ સ્ટોરી જણાવી રહ્યા છીએ. રોકસ્ટાર જેવી પર્સનાલિટી ધરાવતા ભૂટાનના રાજાની લવસ્ટોરી પણ અનોખી છે. ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગિયેલે તેમનાથી 10 વર્ષ નાની ને અત્યંત સુંદર જેત્સુન પેમા સાથે ઓક્ટોબર, 2011માં લગ્ન કર્યા હતા. આ રોયલ વેડિંગમાં વિદેશી મહેમાન તરીકે ભારતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. લગ્ન બાદ ભૂટાનનું રોયલ કપલ હનીમૂન માટે જયપુર આવ્યું હતું.

આવી છે લવ સ્ટોરી

- કહેવાય છે કે, ભૂટાનનાં રાણી જેત્સુન પેમા જ્યારે સાત જ વર્ષનાં હતાં ત્યારથી રાજા તેમને ચાહતા.
- રાણી બનતા પહેલાં જેત્સુન પેમાએ એજ્યુકેશન કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખ્યો જેને રાજાએ માન્ય રાખ્યો હતો.
- જેત્સુન પેમા સનાવર સ્કૂલ ખાતે અને તે પછી લંડનની રિજન્ટ કોલેજમાં અભ્યાસ કર્યો છે.
- ભૂતાનનાં ક્વીન પેમા ભારતીય છે. તેમના દાદા ભૂતાનના સૂબા હતા અને તેમનું પરિવાર શ્રીમંત છે.
- નવાં બનેલાં રાણીનું બચપણ હિમાચલ પ્રદેશમાં ગુજરેલું છે. પેમાના પિતા પાઇલટ હતા.

હનીમૂન માટે જયપુર જ કેમ


- લગભગ લગ્નના એકાદ વર્ષ પહેલા ઓક્ટોબર, 2010માં રાજા જીગ્મે ખેસર નામગિયેલે રાજસ્થાનની મુલાકાત લીધી હતી.
- રાજસ્થાનની આ મુલાકાત દરમિયાન રાજા જપયુર અને રણથંભોર અભ્યારણ્યથી ખૂબ પ્રભાવિત થયા હતા.
- કદાચ આ જ કારણોસર તેમણે હનીમૂન માટે જયપુરની પસંદગી કરી હતી.

ભૂટાનના રાજા-રાણીની તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો......

read love story of Bhutan King and Queen on valentine day
read love story of Bhutan King and Queen on valentine day
X
read love story of Bhutan King and Queen on valentine day
read love story of Bhutan King and Queen on valentine day
read love story of Bhutan King and Queen on valentine day
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App