જંગલની વચ્ચે તેને ઝૂંપડી સમજી બેઠો સિપાહી, અંદર મળી આવી વસ્તુઓ અને પછી...

રેન્જરનું કહેવું હતું કે કેટલાક દિવસો પહેલા જ તે આ વિસ્તારમાં આવ્યો હતો ત્યારે તેને આ ઝૂંપડી નજરે પડી નહોતી

divyabhaskar.com | Updated - Feb 07, 2018, 12:09 PM
Ranger saw mysterious cottage in Jungle

ઇન્ટરનેશનલ ડેસ્ક: કેલિફોર્નિયાનના અરકાટા જંગલમાં લોકો માટે આ ઝૂંપડી ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં અહીંના રેંજર્સનો સામનો કઈંક એવી વસ્તુઓ સાથે થયો જેની તેમને કલ્પના પણ નહોતી. વર્ષો સુધી જંગલમાં રહીને કામ કરતા રેંજર માર્ક આન્દ્રે એક દિવસ કપાઈ જતા ઝાડ પર નિશાન બનાવવા માટે જંગલની અંદર પહોંચ્યા અને તેમને અહીં એક ઝૂંપડી નજર આવી, જેને જોઈને તે વિચારમાં પડી ગયા. આખરે શું જોયું રેન્જરે...

આન્દ્રેને આ જન્ગલમાં એક ઝૂંપડી જોઈને વિશ્વાસ ન આવ્યો. રેંજરનું કહેવું હતું કે કેટલાક દિવસ પહેલા તે આ જંગલમાં આવ્યો ત્યારે તેને આ ઝૂંપડી નજર આવી નહોતી. આવામાં થોડા જ દિવસોમાં તેને તૈયાર કરીને કોણે બનાવી દીધી.

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ, આ રહસ્યમય ઝૂંપડીની તસવીરો...

Ranger saw mysterious cottage in Jungle

અંદર જોયું તો રહી ગયા દંગ
- રેન્જરે જયારે આ રહસ્યમય ઝૂંપડીની અંદર જોયું તો દંગ રહી ગયા. રેંજર્સ જેવા અંદર પહોંચ્યા તો જોયું કે અહીં ઘરની જેમ રહેવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. રેંજર્સ વિચારમાં પડી ગયા કે આવી ઉજ્જડ અને ડરામણી જગ્યાએ આખરે કોઈ કેમ રહેવા માંગે છે.

 

Ranger saw mysterious cottage in Jungle

- જેમ-જેમ ઝૂંપડીને અંદરથી તપાસી તેમ ખબર પડી કે અહીં મહિનાઓ સુધી રહેવા માટેનો સામાન હાજર હતો, ખાવા-પીવાના સામાન સાથે મોટા સોફા અને એક ટાઈપરાઈટર પણ હાજર હતું.

કોઈ સંકી અહીં રહેતું હતું?
 

Ranger saw mysterious cottage in Jungle

- રેન્જરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઘરની અંદરની વસ્તુઓ જોઈને લાગ્યું કે અહીં કોઈ બેહદ હેરાન થયેલો વ્યક્તિ રહેતો હોવાનો અંદાજ છે. આ સિવાય તેણે કામ બાબતનું એક લિસ્ટ પણ બનાવીને રાખ્યું હતું, જેમાં ઘરનું રીપેરીંગ કામ પણ સામેલ હતું.

 

 

Ranger saw mysterious cottage in Jungle

કોન્ક્રીટ બેઇઝ પર બનેલું હતું ઘર
- બહારથી ઝૂંપડી નજર આવતા આ ઘરને કોન્ક્રીટ બેઝ પર બનાવ્યું હતું. તેની દીવાલો પણ મજબૂત લાકડાંથી બનાવાઈ હતી. જો કે, તેને એવી રીતે બનાવ્યું હતું કે જંગલની વચ્ચે તે કોઈને નજર ન આવે

અને પછી ગાયબ થઇ ગઈ આ ઝૂંપડી
 

Ranger saw mysterious cottage in Jungle

- રેન્જરે આ ઘરની અંદર એક નોટિસ છોડી દીધી, જેમાં તેમણે લખ્યું હતું કે પબ્લિક પ્રોપટી પર આ રીતે કેમ્પીંગ કરવું ગેરકાયદેસર છે. આ સાથે જ તેને ઘરથી હટાવવાની પણ વાત કરવામાં આવી. કેટલાક દિવસો પછી રેંજર્સ તે જગ્યાએ પહોંચ્યા તો હેરાન થઇ ગયા, ઘર ત્યાંથી ગાયબ થઇ ગયું હતું. રેન્જરે કહ્યું, આ કામ એટલું સટીક રીતે કરાયું હતું કે કોઈને ખબર પણ ના પડે કે અહીં પહેલા કઈ બનાવાયું હતું. આખરે શું આ શક્ય છે? તેને એક ખીલી પણ નહોતી છોડી.

X
Ranger saw mysterious cottage in Jungle
Ranger saw mysterious cottage in Jungle
Ranger saw mysterious cottage in Jungle
Ranger saw mysterious cottage in Jungle
Ranger saw mysterious cottage in Jungle
Ranger saw mysterious cottage in Jungle
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App