ઇન્ટરનેશનલ ડેસ્ક: કેલિફોર્નિયામાં એક પ્લેનના લેન્ડિંગે બધાને વિચારમાં નાખી દીધા છે. અહીં એન્જીનમાં પાવર ન પહોંચવાના લીધે એક પ્લેનને રસ્તાની વચ્ચે જ ઉતારવું પડ્યું હતું. જયારે આ લેન્ડિંગ થયું, તે સમયે રસ્તા પર ટ્રાફિક ઘણો હતો. પાયલોટે ઘણી સૂઝબૂઝ સાથે કાર અને વીજ વાયરોથી સંભાળીને પ્લેનને ઉતાર્યું. સારી વાત એ હતી કે કોઈને નુકશાન થયું ન હતું. સેઇફ લેન્ડિંગ માટે પાયલોટને ઘણી પ્રશંસા મળી રહી છે. આ ઘટનાનો ડેશ-કેમ વીડિયો સામે આવ્યો છે.