સાઉદીની ગરીબી બતાવતા આ PHOTOS, અમીર શેખોના દેશમાં પણ આમ જીવે છે લોકો

ફ્રેન્ચ ફોટોગ્રાફર એરિક લફાર્જએ અહીંના બંને પ્રકારના લોકોની ડેઇલી લાઈફ તસવીરોમાં કેદ કરી છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:29 PM
સાઉદીના આ વિસ્તારમાં ઊંટની મદદથી સર્સોનું તેલ કાઢવામાં આવે છે...
સાઉદીના આ વિસ્તારમાં ઊંટની મદદથી સર્સોનું તેલ કાઢવામાં આવે છે...

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમીર શેખોના દેશ સાઉદી આરબની સામાન્ય રીતે એક જ તસવીર સામે આવે છે. જો કે અહીં એક બાજુ એવી પણ છે જેમાં લોકો જબરજસ્ત ગરીબીમાં જીવી રહ્યા છે. ફ્રેન્ચ ફોટોગ્રાફર એરિક લફાર્જએ અહીંના બંને પ્રકારના લોકોની ડેઇલી લાઈફ તસવીરોમાં કેદ કરી છે.

તેમણે અહીંના શહેરી અને અમીરોના વિસ્તારોમાંથી વધુ પડતા ગામડાઓ અને ગરીબ લોકોના વિસ્તારોમાં સર્વે કર્યો હતો. અહીં એક તરફ અમીરીની ચકમક છે તો બીજી બાજુ જબરજસ્ત ગરીબી દેખાય આવે છે. તેમણે દરેક ફોટો પાછળ કહાની રજૂ કરી છે અને પોતાના અનુભવ શેર કર્યા છે. દરેક જગ્યાએ દેખાશે પોલીસ એસ્કોર્ટથી ઘેરાયેલા ઘર...

એરિકે જણાવ્યું કે અહીં ટૂરિસ્ટ વિઝા માટે લોકલ ટ્રાવેલ એજન્સી અથવા સ્પોન્સરશિપ લેવાની જરૂર પડે છે.

- મક્કામાં તીર્થયાત્રીઓની જોરદાર ભીડ આવવાના લીધે એજન્સી ગેર મુસ્લિમોની મદદમાં વધુ રસ દેખાડતી નથી
- એરિકને પણ વિઝાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને 2012માં તે 15 દિવસની ટુર પર સાઉદી પહોંચ્યા
- અહીંના નિયમ-કાયદા વિશે વાત કરતા એમણે જણાવ્યું કે 30 વર્ષથી ઓછી ઉંમરની મહિલા અહીં પતિ કે ભાઈ વિના ઘરથી બહાર નીકળી શકતી નથી.
- આ સાથે જ આલ્કોહોલ, પોર્નોગ્રાફી અને જુગારને લઈને પણ અહીં કડક મનાઈ છે.
- એરિકે કહ્યું કે અહીં તમે દરેક જગ્યાએ વેલકમ થતું જોશો પણ દરેક જગ્યાએ પોલીસ એસ્કોર્ટ પણ જોવા મળશે

ગાઝા જેવું દેખાય છે અડધું સાઉદી

- એરિકનું અહીં ફર્યા બાદનું પહેલું રિએક્શન એ હતું કે દેશના કેટલાયે વિસ્તારમાં આજે પણ ઘણી ગરીબી છે
- એમણે જણાવ્યું કે આ દેશને નજીકથી જોયા પછી એવું નથી લાગતું કે એટલો આ એટલો અમીર દેશ છે જેટલી આપણે કલ્પના કરીએ છીએ
- ગાઈડે તેમને રિયાદનું એ સ્કવેર પણ બતાવ્યું જ્યાં પબ્લિક વચ્ચે મર્ડરના દોષિતનું ખુલ્લેઆમ માથું વાઢી નાખવામાં આવતું હતું.

આગળની સ્લાઇડમાં જુઓ સાઉદી અરબની વધુ કેટલીક તસવીરો...

Photos showing other real side of Saudi Arabia people

જેદ્દાહમાં હાજર મોલ. આ મક્કા પ્રોવિન્સનું સૌથી મોટું શહેર છે. 

Photos showing other real side of Saudi Arabia people

સાઉદીના કેટલાયે લોકોએ પોતાના જુના ઘર સુરક્ષિત રાખ્યા છે. તેઓ ત્યાં ખાસ પ્રસંગે જતા રહેતા હોય છે.

Photos showing other real side of Saudi Arabia people

અહીં દરેક ઘરના દરવાજા ખુલ્લા જોવા મળશે અને તમારું વેલકમ પણ થશે 

Photos showing other real side of Saudi Arabia people

આ કબરને અહીં કેટલાયે વર્ષોથી સંગ્રહિત કરીને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે

Photos showing other real side of Saudi Arabia people

હિજાજ રેલવેને તુર્કીશ ઓટોમન એમ્પાયરમાં મક્કા-મદીના માટેનો સૌથી સરળ રૂટ માનવામાં આવે છે 

Photos showing other real side of Saudi Arabia people

સાઉદીના પારંપારિક મકાનો  

X
સાઉદીના આ વિસ્તારમાં ઊંટની મદદથી સર્સોનું તેલ કાઢવામાં આવે છે...સાઉદીના આ વિસ્તારમાં ઊંટની મદદથી સર્સોનું તેલ કાઢવામાં આવે છે...
Photos showing other real side of Saudi Arabia people
Photos showing other real side of Saudi Arabia people
Photos showing other real side of Saudi Arabia people
Photos showing other real side of Saudi Arabia people
Photos showing other real side of Saudi Arabia people
Photos showing other real side of Saudi Arabia people
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App