1

Divya Bhaskar

Home » International News » Photo Feature » photos of people in Palestine day to day life

હિંસાથી ઘેરાયેલા પેલેસ્ટાઈનમાં લોકો જીવી રહ્યા છે આવી નોર્મલ LIFE, ભાગ્યે જ જોયું હોય તમે

Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 07:49 PM IST

તાન્યાએ 'ઓક્યુપાઈડ પ્લેઝર' નામની એક ફોટો સિરીઝ દ્વારા હિંસા અને સંઘર્ષવાળા ગાઝાની બીજી બાજુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે

  • photos of people in Palestine day to day life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: સામાન્ય રીતે ગાઝા કે પેલેસ્ટાઈનનું નામ આવતાની સાથે જ સંઘર્ષ, હિંસા અને ખંડેરમાં ફેરવાઈ ગયેલી જગ્યાઓની તસવીર સામે આવી જાય છે. પણ ગાઝાની હકીકત માત્ર આટલી જ નથી. અહીં ટનલ્સથી હથિયાર અને બ્લેક માર્કેટ્સ માટે સ્મગલિંગ થાય છે, ત્યાં જ મહિલાઓ મિસ્ત્રમાં લગ્નમાં સામેલ થવા પણ પહોંચે છે. ફોટોગ્રાફર તાન્યા બહજોકોએ ગાઝા અંગે આવો જ બીજો એક તર્ક બતાવ્યો છે. આવી રીતે આવ્યો આ પ્રોજેક્ટનો વિચાર...

    તાન્યાએ 'ઓક્યુપાઈડ પ્લેઝર' નામની એક ફોટો સિરીઝ દ્વારા હિંસા અને સંઘર્ષવાળા ગાઝાની બીજી બાજુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે

    - તાન્યાએ આ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમામ મુશ્કેલીઓ બાદ પણ પેલેસ્ટાઈનના મોટા ભાગના લોકો પોતાની લાઈફ એન્જોય કરવાના પ્રયત્નમાં લાગેલા છે.
    - તેમને આ બાબતનો આઈડિયા ગાઝા ટ્રીપ દરમિયાન આવી ગયો હતો. તેમની એક વ્યક્તિ સાથે મુલાકાત થઇ, જે ટનલ્સથી છુપાઈને પોતાની દુલહનને લઈને આવ્યો હતો
    - ઇઝરાયેલ અને મિસ્ર બંને દેશ અહીંના લોકોના આવવા-જવાનો ચાન્સ જોતા નથી. માટે યુવકે દુલહનને ટનલમાંથી લાવવાનો નિર્ણય કર્યો
    - જયારે દુલહન ટનલના રસ્તે ગાઝા પહોંચી, તો તેના બધા વાળ ધૂળથી ભરાયેલા હતા. જો કે, પ્રેમ અને લગ્ન વચ્ચે તેને આ બાબતે ચિંતા ન હતી
    - તાન્યાએ બતાવ્યું કે દુલ્હાએ કહ્યું કે આનાથી તેમને કોઈ ફર્ક પડતો નથી કે એ લોકો અમારી સાથે શું કર્યું. અમે પોતાના જીવનની ઈચ્છા ક્યારેય નહીં છોડીએ

    આવી મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો
    - જોર્ડન અને ટેક્સાસમાં મોટી થયેલી તાન્યા માટે મિડલ ઇસ્ટને સમજવું સહેલું હતું પણ પેલેસ્ટાઈનને નહીં. કેટલીયેવાર તેમને આ પ્રોજેક્ટ અને જગ્યા છોડીને જવાનું વિચાર્યું, કારણકે તેમની પાસે અમેરિકી પાસપોર્ટ છે અને તેમના માટે અહીં રહેવું સહેલું ન હતું. પણ તેના પતિ પેલેસ્ટાઈનના વકીલ છે અને તેમને તેની જગ્યા પ્રત્યે લગાવ પણ છે. આ જ વસ્તુઓએ તેમને અહીં રોકીને રાખ્યું હતું. હવે તે પોતાના બાળકો દ્વારા આ પ્રોજેક્ટ દ્વારા સમજવા માંગે છે કે તે કઈ દુનિયા અને સ્થિતિ સાથે જોડાવા જઈ રહી છે

    કામના વખાણ થયા
    તાન્યાને પોતાના આ પ્રોજેક્ટને લઈને વારંવાર ડર લાગતો હતો કે તેમને આલોચના અને તમામ ભેદભાવનો સામનો કરવો પડશે. પણ આવું હકીકતમાં હતું નહીં. તેની તસવીરો ન્યૂયોર્ક ટાઇમ્સથી લઈને પ્રો-પેલેસ્ટાઈન વેબસાઈટ ઇલેક્ટ્રોનિક ઇન્તિફાદા સુધી પહોંચી ગઈ. આટલું જ નહીં પેલેસ્ટાઈનની કમ્યુનિટીઝએ પણ તેનું આ કામ પસંદ કર્યું.

    આગળ જુઓ ગાઝાના વધુ ફોટોઝ...

  • photos of people in Palestine day to day life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of people in Palestine day to day life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of people in Palestine day to day life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of people in Palestine day to day life
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending