હવે આવો દેખાય છે ઇસા મસીહનો મકબરો, જોઈ લો અંદરના PHOTOS

આ ચર્ચ ઇસાઇ સમુદાયના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે અને દુનિયાભરના લોકો અહીં પહોંચે છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:03 PM
Photos Of Church Of The tomb of Jesus Christ

ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાભરમાં ઈસ્ટર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ઇસા મસીહા બીજીવાર જીવિત થયા હતા. યેરૂશલેમના ચર્ચ ઓફ નેટિવિટીને તેમનું જન્મસ્થાન માનવામાં આવે છે. ત્યાં જ, યેરૂશલેમમાં જ હાજર ચર્ચ ઓફ હોલી સ્કલ્પચરને તેમના છેલ્લા સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ચર્ચમાં એ પથ્થર છે, જેના પર ઇસા મસીહાને દફન કરવા માટે રાખવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ગયા વર્ષે જ તેના સમારકામનું કામ પણ પૂરું થયું છે. આ કારણે સંભળાવાઈ હતી મોતની સજા...

માન્યતાઓ અનુસાર, યહૂદીઓના ઉચ્ચ ધર્માધ્યક્ષ અને પ્રાચીન ઇઝરાયેલની સુપ્રીમ કાઉન્સિલે ઇશનિંદાના દોષિત નજરે પડતા ઇસા મસીહાને મોતની સજા સંભળાવી હતી. ત્યારે ઇઝરાયેલના યેરૂશલેમ (હવે ઇઝરાયેલની રાજધાની)માં જે જગ્યા પર ચર્ચ ઓફ હોલી સ્કલ્પચર બન્યું છે, ત્યાં જ તેમને સૂળી પર ચઢાવાયા હતા અને પછી ત્યાં જ દફન કરવામાં આવ્યા. તેમને પહેલી સદીમાં જ સૂળી પર ચઢાવી દેવામાં આવ્યા હતા. આ જગ્યાની ઓળખ ચોથી સદીમાં જ થઇ ગઈ હતી. આ ચર્ચ ઇસાઇ સમુદાયના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે અને દુનિયાભરના લોકો અહીં પહોંચે છે. તેને ગોલગોથા અને ધ પ્લેસ ઓફ સ્કલના નામથી પણ ઓળખાય છે.

ગયા વર્ષે જ થયું સમારકામ
- ગયા વર્ષે જ આ જગ્યાનું સમારકામ કરવામાં આવ્યું, રિસ્ટોરેશનનું કામ શરુ કરતા પહેલા શ્રાઈનને કાળા કપડાથી ઢાંકી દેવાયું હતું
- અહીંનું સ્ટ્રક્ચર ઘણું જૂનું થઇ ચૂક્યું હતું, જેના લીધે તેના પડવાનો ખતરો ઉભો થયો હતો. વર્લ્ડ મોન્યુમેન્ટ ફન્ડના બોની બુરહંમે કહ્યું કે જો હવે તેનું સમારકામ ન થયું તો ખતરો વધી જતો
- તેના સમારકામમાં લગભગ 26 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો, જેના માટે દુનિયાભરમાંથી ડોનેશન પહોંચ્યું હતું

આગળ જુઓ આ મકબરાના વધુ PHOTOS...

Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
Photos Of Church Of The tomb of Jesus Christ
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App