અહી મહિનામાં માત્ર 6 મિનિટ જોવા મળ્યો સુર્યપ્રકાશ, ઊભા-ઊભા જામી રહ્યા છે લોકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશલ ડેસ્કઃ રશિયા કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. અહીંની રાજધાની મોસ્કોમાં આખો ડિસેમ્બર મહિનો અંધારામાં રહ્યો. આખા મહિનામાં માત્ર 6 મિનિટ માટે જ સુર્યનો પ્રકાશ જોવા મળ્યો. ત્યાં રશિયાના રિમોટ એરિયામાં ઘણી જગ્યાએ તાપમાન માઈનસ 67 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. પરિસ્થિતિ એ છે કે, ઘરની બહાર નીકળતા લોકોની પાંપણો પર પણ બરફ જામી જાય છે. શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની વોર્નિંગ આપવામાં આવી છે. ઘણી જગ્યાએ પારો -67 ડિગ્રી સેલ્સિયસ...

 

- મોસ્કોમાં સામાન્ય રીતે વર્ષના છેલ્લા મહિનામાં દિવસભરમાં એક કલાક માટે સુર્યનો પ્રકાશ જોવા મળે છે. પરંતુ ગત ડિસેમ્બરમાં ઠંડીએ હાલત ખરાબ કરી દીધી છે.
- તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, મેટ્રોલોજિકલ સ્ટેશન ઓફ મોસ્કો સ્ટેટ યૂનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે, આખા ડિસેમ્બર મહિનામાં સુર્યનો પ્રકાશ માત્ર 6થી 7 મિનિટ માટે જ જોવા મળ્યો.
- જ્યારે આ પહેલા વર્ષ 2000માં ડિસેમ્બરનો મહિનો આવો જ કાળો હતો. ત્યારે માત્ર 3 કલાક માટે લોકોએ સુર્યનો પ્રકાશ જોયો હતો.
- રશિયાના ડાયમંડથી ભરપૂર રિમોટ એરિયા એટલે કે સાઈબેરિયાના વિસ્તારોમાં ખતરનાક ઠંડી પડી રહી છે. અહીંયા યાકુટિયામાં તાપમાન માઈનસ 67 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે.
- મોસ્કોથી 3300 માઈલ દૂર પૂર્વમાં આવેલા યાકુટિયામાં માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં સ્કૂલો ખુલ્લી રહે છે અને બાળકો નિયમિત સ્કૂલે જાય છે.
- પણ હવે માઈનસ 67 ડિગ્રી પાર કર્યા બાદ લોકો પોલીસે પેરેન્ટ્સને ઓર્ડર આપ્યો છે કે, તેઓ બાળકોને ઘરની બહાર ન જવા દે.

 

સૌથી ઠંડી જગ્યાએ પારો -64 ડિગ્રી


- જો કે, રશિયાના ઓમ્યાકોન વિસ્તારમાં પારો માઈનસ 62 ડિગ્રી સેલ્સિયસ નજીક જ રહ્યો છે. જ્યારે તેને ધરતી પરની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે.
- રશિયાના ઓમ્યાકોન શહેરમાં શિયાળાની ઋતુમાં સરેરાશ તાપમાન -50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. જો કે, તે છતા આ ટાઉનમાં લગભગ 500 લોકો રહે છે.
- અહીંયા રહેતા લોકોના ખાવાથી લઈને રહેવાની રીત પણ ખાસ છે. આટલી ઠંડીના કારણે તે જીવવા માટે માત્ર મીટ જ ખાય છે. તે પણ રેન્ડીયર અને ઘોડાનું મીટ ખાય છે.
- આ ટાઉનમાં બાળકો માટે એક સ્કૂલ પણ છે, પરંતુ તે કડકડતી ઠંડીમાં પણ ચાલે છે. તેને ત્યાં સુધી  બંધ કરવામાં નથી આવતી જ્યા સુધી પારો -52 ડિગ્રી સેલ્સિયસ સુધી ન પહોંચી જાય.
- આ ઠંડીમાં અહીંયા પેનની ઈંકથી માંડીને ગ્લાસમાં પીવાના પાણી સુધી બધુ જ જામી જાય છે. અહીંયા મોબાઈલ ફોન સર્વિસ તો હજુ સુધી શરૂ જ થઈ શકી નથી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ઠંડીમાં બરફથી જામેલા રશિયાની તસવીરો...

અન્ય સમાચારો પણ છે...