1

Divya Bhaskar

Home » International News » Photo Feature » photographer captured Painful PHOTOS of the Iraq War

ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS

Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 12:31 PM IST

શહેર બોમ્બ અને હવાઈ હુમલાના અવાજથી ગૂંજી રહ્યું હતું

 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +16બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકા પરત ફર્યા પહેલા સ્મૈશ પ્લાટૂનના અંતિમ મિશન દરમિયાન ઈરાકના સમારામાં અલ-કાયદા સમર્થકોને પકડવા માટે ઘર પર દરોડા પાડતા અમેરિકન સૈનિક.

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ 2003માં અમેરિકાના હુમલા બાદથી જ ઈકારમાં ક્યારેય પણ શાંતિની સ્થિતિ નથી બની શકી. અમેરિકાની આગેવાનીમાં મિત્ર રાષ્ટ્રોએ ઈરાક પાસે પરમાણુ અને જૈવિક હથિયારો રાખવાના આરોપમાં 20 માર્ચના રોજ હુમલો કર્યો હતો. પણ જે કારણને લઈને આ જંગ થઈ, તે ખોટી સાબિત થઈ ગઈ. ઈટાલીના ફેમસ ફોટોગ્રાફર ફ્રેન્કો પગેટીએ વોર દરમિયાન અંદાજે 6 વર્ષ બગદાદમાં જ પસાર કર્યા હતા. આ દરમિયાન તેણે ઈરાકમાંથી કેટલીક એવી તસવીરો તેમના કેમેરામાં કેદ કરી, જેનાથી યુદ્ધના ઘણા નવા પાસાઓ પણ દુનિયાની સામે આવ્યા.

  માત્ર 21 દિવસોમાં અડધા ઈરાક પર કબ્જો

  - ઈરાકમાં જૈવિક હથિયારો હોવાની શંકાના આધારે 15 વર્ષ પહેલા અમેરિકન પ્રેસિડેન્ટ બુશે જંગની શરૂઆત કરી હતી.
  - આ એ સમય હતો જ્યારે આદેશની સાથે જ અમેરિકન લશ્કરની ક્રૂઝ મિસાઈલોએ ઈરાકની રાજધાની બગદાદમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા.
  - બગદાદ શહેર બોમ્બ અને હવાઈ હુમલાના અવાજથી ગૂંજી રહ્યું હતું અને તેની સાથે જ સદ્દામ હુસૈનના લાંબા શાસનનો અંત આવી રહ્યો હતો.
  - માત્ર 21 દિવસોમાં અમેરિકાએ ઈરાકના તમામ મોટા શહેરોને પોતાના કબ્જામાં લઈ લીધા હતા, પરંતુ સદ્દામ હુસૈન અમેરિકાની પકડથી દૂર હતો. આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ સદ્દામને પણ પકડવામાં સફળતા મળી ગઈ.

  અમેરિકાને મળી નિષ્ફળતા

  આ વોર બાદ અમેરિકા માટે સૌથી ખરાબ સમય એ હતો, જ્યારે બોયલોજિકલ વેપનની શોધમાં લાગેલા અમેરિકાના હાથ ખાલી રહી ગયા. 2004માં સીઆઈએના ફોર્મર ચીફ વેપન ડિરેક્ટર ડેવિડ એ કેએ કહ્યું કે, અમેરિકન ખુફિયા એજન્સી ઈરાકમાં બિનપરંપરાગત(અનકન્વેંશનલ) વેપન પ્રોગ્રામની શોધ કરવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.

  આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઈરાક વોરની પીડા દેખાડતી તસવીરો...

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +15બીજી સ્લાઈડ્સ જુઓ
  ગંભીર રૂપે બીમાર દીકરીને સારવાર ન મળવાના કારણે દુઃખી એક માતા. વિદ્રોહીઓના હુમલાથી આ જગ્યાએ તબાહ થઈ ગઈ હતી હોસ્પિટલ.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
  શિયા બહુલ શાબમાં સુન્ની વ્યક્તિના કત્લના આરોપમાં વિદ્રોહીઓની ધરપકડ કરતા અમેરિકન સૈનિક.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  રમાદીમાં અમેરિકન સૈનિક દ્વારા પોતાની પિતાની ધરપકડ પર રડતો પુત્ર.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  સદ્દામ હુસૈનના પેલેસમાં થતા બોમ્બ બ્લાસ્ટ. અમેરિકાએ 21 એપ્રિલ 2003ના રોજ સદ્દામના પેલેસ કોમ્પલેક્સ પર હવાઈ હુમલા સાથે કબ્જો કર્યો હતો.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  સદ્દામના સ્ટેચ્યુને પગેથી કચડતા લોકો.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  બગદાદમાં અમેરિકન સૈનિકની ગોળીથી જીવ ગુમાવનાર વ્યક્તિ.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  સદ્દામના પેલેસમાં પડેલી ખુરશી. અમેરિકન સૈન્યએ હવાઈ હુમલામાં સૌથી પહેલા સદ્દામના પેલેસને નિશાન બનાવ્યો હતો.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  બગદાદમાં શિયાઓની સૌથી મોટી કદામિયા મસ્જિદ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  યુદ્ધમાં મૃત્યુ પામેલ શખ્સને દફનાવવા જઈ રહેલા લોકો.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદ્રોહીઓની શોધખોળ કરતા અમેરિકન સૈનિક. ડરથી ચીચીયારીઓ પાડતી ઘરમાં હાજર મહિલાઓ.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  બગદાદમાં હેલિકોપ્ટર કોન્ટ્રાક્ટરના કિડપિંગ મામલે અલ-કાયદાના કમ્પાઉન્ડ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદ્રોહીઓના હુમલા દરમિયાન દિવાલો પાછળ છૂપાતા સ્પેશિયલ ફોર્સના સૈનિક.
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS
 • photographer captured Painful PHOTOS of the Iraq War
  ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS

More From International News

Trending