બેડરૂમમાંથી બહાર આવી ભસવા લાગ્યો ડોગી, મહિલાને નહોતું સમજાતું કારણ, અંદર ગઈ તો બાળકની હાલત જોઈ ચોંકી ગઈ

આ એક કામથી ડોગી પરિવારનો હીરો બની ગયો છે

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 03:26 PM
pet dog has hailed hero after saving a one year old girl from choking to death

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં એક ડોગીની કહાણી ચર્ચામાં છે. અહીંયા ડોગીએ તેના માલિક સાથે તેના કોઈ સગાના ઘરે આવ્યો હતો. ડોગીની નજર બેડરૂમમાં એકલી સૂઈ રહેલી બાળકી પર પડી, જેની સૂતા-સૂતા અચાનક તબિયત બગડી અને ઉલ્ટિઓ થવા લાગી. પોતાની જ ઉલ્ટીથી બાળકીનો શ્વાંસ રૂંધાવા લાગ્યો. ડોગીએ બેડરૂમ આવીને બાળકીની માને ભસતા-ભસતા ઈશારો કર્યો અને બાળકીનો જીવ બચાવી લીધો.

માને કરી એલર્ટ

- ઘટના ડાર્ટફોર્ડ ટાઉનની છે, જ્યાં રહેતી 23 વર્ષની કોલ શોવેલના ઘરે તેની દાદી તેના ડોગી લુઈને લઈને આવી હતી. લુઈ ઘરમાં નવો હતો, પરંતુ બધા સાથે હળીમળી ગયો હતો.
- શોવેલે જણાવ્યું કે, તે દીકરીને ઉંઘાડીને બેડરૂમમાંથી બહાર આવી અને પોતાના કામમાં લાગી ગઈ. તેની થોડીવાર પછી ડોગી લુઈ બેડરૂમમાંથી બહાર આવીને ભસવા લાગ્યો.
- શોવેલને પહેલા કંઈ સમજાઈ રહ્યું નહોતું પછી કંઈક ગડબડ હોવાની શંકા ગઈ. તે જેવી બેડરૂમમાં પહોંચી તો સૂતેલી બાળકીની હાલત જોઈને ચોંકી ગઈ.
- દીકરીનો ચહેરો પીળો પડી ગયો હતો અને હોંકનો કલર એકદમ વાદળી થઈ ગયો હતો. અચાનક તબિયત બગડવાના કારણે ઉલ્ટી થઈ હતી અને તેના કારણે ગળું ચોક થઈ ગયું હતું.
- શોવેલે જણાવ્યું કે, તે તરત જ દીકરીને લઈને હોસ્પિટલ દોડી અને કોઈ પણ રીતે તેનો જીવ બચાવ્યો. ડોક્ટરે પણ કહી દીધું હતું કે જો સહેજ પણ મોડું થયું હોત તો બાળકીનો જીવ જવો નક્કી હતો.
- એ દિવસથી ડોગી લુઈ શોવેલ અને તેના પરિવારનો હીરો બની ગયો છે. શોવેલનું કહેવું છે કે, જો તે દિવસે લુઈ ના હોત તો અમારી દીકરી અમારી પાસે ના હોત.

આ પણ વાંચો - દીકરી કહેતી, મમ્મી આપણી સાથે ઘરમાં કોઈ બીજુ પણ રહે છે પણ મા નહોતી કરતી વિશ્વાસ, એક તસવીરે મનાવી વાત

pet dog has hailed hero after saving a one year old girl from choking to death
pet dog has hailed hero after saving a one year old girl from choking to death
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App