PAK: ઈમરાન ખાનના પાળેલા કૂતરાઓનું બન્યુ વિકિપીડિયા પેજ, આ રીતે મળી એન્ટ્રી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ટૂંક સમયમાં પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહેલા ઈમરાન ખાનના કુતરાનું પણ પોતાનું એક વિકિપીડિયા પેજ બની ગયું છે. સામાન્ય રીતે વિકિપીડિયા પેજ નોંધનીય વિષયો અથવા વ્યક્તિત્વો પર બનતા હોય છે. ઈમરાન ખાનના પાળેલા કૂતરાના વિકિપીડિયા પેજ બનવાના સામાચારની તેના હેલ્પ ડેસ્કે પણ પૃષ્ટિ કરી દીધી છે.

 

અખબારમાં ચર્ચા મેળવે તો મળે છે એન્ટ્રી


વિકિપીડિયા હેલ્પ ડેસ્કના સાકિબે એક મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'વિકિપીડિયા લેખ ઉલ્લેખનીય વિષયો પર હોય છે. જો કોઈ ટોપિક કે સબ્જેક્ટના વિશ્વસનીય સૂત્રો જેવા અખબારમાં ચર્ચા મેળવે છે તો પણ તેને ઉલ્લેખનીય માનવામાં આવશે અને વિકિપીડિયામાં અલગથી એન્ટ્રી મળશે.'

 

ગત વર્ષે ડિલીટ કર્યા હતા આ પેજ


ગત વર્ષે ઓનલાઈન એનસાઇક્લોપીડિયાએ બખ્તાવર અને આસિફા ભુટ્ટો જરદારીના વિકિપીડિયા પેજ ડિલીટ કરી દીધા હતા. તેની પાછળ એ કારણ આપવામાં આવ્યું હતું કે, ઉલ્લેખનીયતા વારસામાં નથી મળતી. બખ્તાવર અને આસિફા પાકિસ્તાનની પૂર્વ પીએમ બેનજીર અલી ભુટ્ટોની પુત્રી છે.

 

ઈમરાનના કૂતરા ઘણી વાર ચર્ચામાં રહ્યા છે


સાકિબે વધુમાં જણાવ્યું કે, 'ઈમરાન ખાનના કૂતરાઓએ પણ ઘણા સમય સુધી મીડિયામાં ઘણી ચર્ચા જગાવી છે, એટલા માટે મને લાગ્યું કે તેના પર એક વિકિપીડિયા પેજ હોવું જોઈએ. અમારી પાસે અમેરિક રાષ્ટ્રપતિઓના પાળેલા પશુના પેજ પહેલેથી જ છે.'

 

પાંચ કૂતરાના આવા છે નામ


આ વિકિપીડિયા પેજ પ્રમાણે, ઈમરાન ખાન પાસે પાંચ કૂતરા છે. આ બધા બાની ગાલામાં તેમના ઘરે રહે છે. ઈમરાન ખાનના કૂતરાના નામ શેરૂ, શેરની, મોટૂ, પિદ્દૂ અને મેક્સિમસ છે.

 

આ પણ વાંચો - આ બ્લાઈન્ડ બોય તેના દ્રઢ મનોબળથી બન્યો 400 કરોડ રૂપિયાનો માલિક, બાળપણમાં હતી જિંદગી હતી પડકારજનક

અન્ય સમાચારો પણ છે...