Divya Bhaskar

Home » International News » Photo Feature » opens world longest zip line at United Arab Emirates

પક્ષીની જેમ ઉડવાનો ચાન્સ, જુઓ બુર્જ ખલિફાથી 3 ગણી ઊંચી વિશ્વની સૌથી લાંબી ઝિપ લાઇન

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 05:29 PM

આ ઝિપ લાઈન બનાવવા પાછળનો હેતુ દેશના પર્યટન સ્થળે હજારો પ્રવાસીઓને આકર્ષિત કરવાનો

  • opens world longest zip line at United Arab Emirates
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ સંયુક્ત અરબ અમીરાતમાં દુનિયાની સૌથી લાંબી ઝિપ લાઇનની શરૂઆત થઈ છે. કહેવાય છે કે, તેણે દુનિયાની સૌથી લાંબી ઝિપ લાઇન ઓપન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. જાણકારી પ્રમાણે, આ ઝિપ લાઇનની લંબાઈ 2.83 કિમી છે. ગુરુવારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડના અધિકારીઓએ પૃષ્ઠિ કરતા આ જાણકારી આપી છે. દેશના સૌથી ઊંચા પર્વતની ટોચ જેલેબ જેસ પર તેની શરૂઆત થઈ છે.

    પ્રવાસીઓને આકર્ષિત કરવાની યોજના


    - જેલેબ જેસ દેશની સૌથી ઊંચી પર્વતની ટોચ પર એડવેન્ચર પસંદ કરનારા માટે એકદમ યોગ્ય જગ્યા છે.
    - કહેવાય છે કે, તેનું સ્તર દરિયાથી 1680 મીટર ઊંચાઈ પર છે.
    - વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે, તેનો આનંદ લેનારા રાઈડર્સ ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી આ ઝિપ લાઇનનો આનંદ લઈ શકે છે.
    - અરબના અન્ય દેશો અબૂ ધાબી અને દુબઈથી પ્રવાસીઓને આકર્ષિત કરવાની આ એક શરૂઆત છે.

    વિશ્વની સૌથી લાંબી ઝિપ લાઇન


    - સંયુક્ત અરબ અમીરાતના અધિકારીઓએ તેને દુનિયાનું સૌથી નવું અને સૌથી વધારે રોમાંચક આકર્ષણ જણાવ્યું છે.
    - તેને વિશ્વની સૌથી લાંબી ઝિપ લાઇન કહેવામાં આવી છે.
    - દેશના સૌથી ઊંચા પર્વતની ટોચ જેબેલ જેસ પર તેની શરૂઆત કરવામાં આવી છે.
    - આ એડવેન્ચર પ્રોજેક્ટ રાસ અલ ખઈમાહ ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી તૈયાર કરવામાં આવી છે.
    - જેના હેઠળ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઝિપ લાઈન પાછળનો હેતુ દેશના પર્યટન સ્થળે હજારો પ્રવાસીઓને આકર્ષિત કરવાનો છે.

    બુર્જ ખલિફાથી ત્રણ ગણી ઊંચી ઝિપ લાઈન


    - કહેવાય છે કે, જેબેલ જેસ પર્વતની ટોચ દુબઈની ગગનચુંબી ઈમારત બુર્જ ખલિફાથી ત્રણ ગણી ઊંચી છે.
    - તેમાં જે કેબલનો ઉપયોગ કરાયો છે તેનું વજન સાત ટન છે. જેમાં 2 લાઈન લાગેલી હશે.
    - કહેવાય છે કે, તેના પર 350 લોકો પ્રતિદિવસ એડવેન્ચરનો અનુભવ લઈ શકે છે.
    - સ્પીડની વાત કરીએ તો 90 કિમીથી લઈને 130 કિમી પ્રતિકલાકની ઝડપથી આ કામ કરે છે.
    - પક્ષીની જેમ ઉડવાની આશા રાખનારા લોકો તેનો આનંદ લઈ શકે છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • opens world longest zip line at United Arab Emirates
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • opens world longest zip line at United Arab Emirates
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending