1

Divya Bhaskar

Home » International News » Photo Feature » one village where almost everyone sold their kidneys

એક એવું ગામ જ્યાં બધા લોકો વેચી ચૂક્યા છે કિડની, હચમચાવી દે એવું છે કારણ

Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:38 PM IST

કિડનીના કારણે આ ગામને કિડની વેલી પણ કહેવામાં આવે છે, શા માટે ગ્રામજનો આવું કરવા બન્યા છે લાચાર

  • one village where almost everyone sold their kidneys
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ નેપાળના એક એવું ગામ છે જ્યાં લગભગ બધા લોકો પોતાની કીડની માનવ અંગ તસ્કરોના હાથે વેચી ચૂક્યા છે. આ ગામનું નામ છે હોકસે અને તેને કિડની વેલી પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોએ ઘર ખરીદવાના નામ પર કિડની વેચી દીધી છે. જો કે, તેમાંથી ઘણા લોકોના ઘર નેપાળમાં આવેલા ભૂકંપમાં તબાહ પણ થઈ ગયા હતા. આજે અમે જણાવી રહ્યા છીએ આ ગામ વિશે ખાસ વાતો.

    કહેવાય છે કે, કાઠમંડૂથી માનવ અંગોના તસ્કર અહીંયા આવતા રહે છે અને લોકોને કિડની વેચવા માટે તૈયાર કરે છે. ઘણા લોકોએ જણાવ્યું કે, તેમણે તસ્કરોને કહ્યું કે, તેમના શરીરમાં કિડની ફરીથી આવી જશે.

    મીડિયામાં 2015માં પણ આ ગામ અંગે રિપોર્ટ આવ્યો હતો. ત્યારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઘણા લોકોને ભારતમાં લાવવામાં આવ્યા છે જ્યાં તેમની કિડની કાઢી લેવામાં આવી છે. તેના બદલામાં તેમને એક લાખ જેટલા રૂપિયા આપવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે, ચીને તાજેતરમાં જ કહ્યું છે કે, માનવ અંગોની તસ્કરી રોકવા માટે પગલા લઈ રહ્યા છીએ. ગત વર્ષે તેને લઈને 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 100 પીડિતોને ચીને છોડાવ્યા હતા.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • one village where almost everyone sold their kidneys
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • one village where almost everyone sold their kidneys
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • one village where almost everyone sold their kidneys

More From International News

Trending