Home » International News » Photo Feature » Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo

ન્યૂયોર્કની સૌથી મોંઘી હોટલમાં છુપાયો છે નીરવ મોદી? એક રાતનું ભાડુ છે 84 હજાર

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 03:26 PM

PNBનું કરોડોનું ફુલેકુ ફેરવનાર નીરવ મોદી ન્યૂયોર્કમાં રોકાયો હોય તેવી શક્યતા છે

  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પંજાબ નેશનલ બેન્કનું કરોડોનું ફુલેકુ ફેરવનાર નીરવ મોદી ન્યૂયોર્કમાં રોકાયો છે

    ન્યૂયોર્ક: પંજાબ નેશનલ બેન્કના 11,400 કરોડ રૂપિયાના ઘોટાળાનો આરોપી નીરવ મોદી ન્યૂયોર્કમાં છુપાયો હોવાની શંકા છે. મૂળ પાલનપુરનો નીરવ મોદી ન્યૂયોર્કની સૌથી મોંઘી હોટલમાં સામેલ જેડબલ્યૂ મેરિયટ એસેક્સ હાઉસના મોંઘા સુઇટમાં હોઇ શકે છે. આ હોટલને નીરવ મોદીની પસંદગીની હોટલ ગણવામાં આવે છે. દરમિયાન અમે તમને આ પેકેજમાં ન્યૂયોર્કની આ હોટલ વિશે જણાવી રહ્યાં છીએ.

    હોટલમાં આપવામાં આવે છે ખાસ છૂટ

    ન્યૂયોર્કની આ આલિશાન હોટલમાં એક એકથી ચઢીયાતા રૂમ છે. અહીં સેન્ટ્રલ પાર્ક ડીલક્સ સ્વીટનું એક રાતનું ભાડુ 1,299 ડોલર (આશરે 83 હજાર 642.61 રૂપિયા) છે. જો કે મેમ્બર્સ માટે

    તેમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. સેન્ટ્રલ પાર્ક ડીલક્સ સ્વીટમાં ઘણી સ્પેશ છે અને અહીં આરામથી લાંબા સમય સુધી નીરવ મોદી રોકાઇ શકે છે. જેમાં કામ કરવા માટે ઓફિસ

    ડેસ્ક પણ બનાવવામાં આવ્યુ છે. આ સ્વીટમાં કુલ 5 લોકો રહી શકે છે. જેમાં 1190sqftની જગ્યા છે. આ સ્વીટમાં અલગથી ફી આપીને મિની બારની સર્વિસ પણ મળી શકે છે.


    નીરવ મોદીની આ ફેવરિટ હોટલ છે

    જેડબલ્યૂ મેરિયટ હોટલના 36માં ફ્લોરના સ્વીટમાં નીરવ મોદી રોકાતો રહ્યો છે. ન્યૂયોર્કમાંઆ તેનું રહેઠાણ ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે તેની પત્ની અમેરિકન નાગરિક છે.આ

    હોટલમાં 84 હજારથી સસ્તા રૂમ અને સુર્ઇટ પણ છે. 39 હજાર રૂપિયામાં ફેમિલી સુર્ઇટ અહીં લઇ શકો છો, જ્યારે 23 હજારમાં એસેક્સ ગેસ્ટ રૂમ લઇ શકે છે.

    આગળની સ્લાઇડમાં જુઓ, ન્યૂયોર્કની લક્ઝુરિયસ હોટલની અંદરની તસવીરો....

  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નીરવ મોદી અવાર નવાર ન્યૂયોર્કની મેરિયોટ હોટલમાં રોકાતો રહ્યો છે, આ તેની ફેવરિટ હોટલ છે
  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જેડબલ્યૂ મેરિયટ હોટલના 36માં ફ્લોરના સ્વીટમાં નીરવ મોદી રોકાતો રહ્યો છે.
  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નીરવ મોદીની પત્ની અમેરિકન નાગરિક છે અને તે અવાર નવાર અહીં આવતો રહે છે
  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેરિયોટ હોટલનું બેડરૂમ
  • Nirav Modi Stay In New York Marriott Hotel Inside Photo
    અહીં ફિટનેસ માટે જીમની પણ સુવિધા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ