NZ: દીકરીને જન્મ આપ્યાના 6 અઠવાડિયા બાદ કામ પર પરત ફરી વડાપ્રધાન, સાથીદારોનો માન્યો આભાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ  ન્યુઝીલેન્ડની વડાપ્રધાન જૈસિંડા અર્ડર્ન છ અઠવાડિયાની પ્રસૂતિ રજાઓ બાદ કામ પર પરત ફરી છે. તેમણે દીકરીને જન્મ આપ્યો છે. સોમવારે કેબિનેટની બેઠક શરૂ થતા જ તેમણે રજા પર રહેતા સરકાર ચલાવવા બદલ તેમના સહકાર્યકરો અને ઉપ વડાપ્રધાન વિંસ્ટન પીટર્સનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, 'છેલ્લા છ અઠવાડિયા બહુ સારા રહ્યા માત્ર સ્વસ્થ દીકરીને જન્મ આપવાના કારણે નહીં, પરંતુ કેબિનેટ અને ન્યુઝીલેન્ડના લોકો તરફથી મળેલી ગિફ્ટ્સના કારણે પણ' જૈસિંડાએ 21 જૂનના રોજ દીકરી નેવેને જન્મ આપ્યો, જે આ પ્રકારે પદ પર રહીને બાળકને જન્મ આપનારી બીજી ચૂંટાયેલી વિશ્વ નેતા છે.

 

ન્યુઝીલેન્ડની પીએમએ દીકરીનું નામ રાખ્યું, 'નેવે', જાણો શું છે અર્થ


ન્યુઝીલેન્ડની પીએમ જૈસિંડા અર્ડર્ને તેની દીકરીનું નામ નેવે રાખ્યું છે. તેના જન્મ બાદ વડાપ્રધાનને હોસ્પિટલથી 24 જૂનને રવિવારના રોજ રજા મળી ગઈ હતી. વડાપ્રધાનને આશા છે કે, એક સમય એવો પણ આવશે જ્યારે કાર્યભાર સંભાળી રહેલી મહિલા બાળકને જન્મ આપવાની ઘટના અદભૂત નહીં રહે. ગુરુવારે બાળકીને જન્મ આપ્યા બાદથી પહેલીવાર સાર્વજનિક રીતે વાત કરતા પીએમએ કહ્યું કે, તેમણે અને તેના પતિ ક્લાર્ક ગેફોર્ડે બાળકીનું નામ નેવે ટી અરોહા આર્ડર્ન ગેફોર્ડ રાખ્યું છે. આ કપલનું પહેલું સંતાન છે. વડાપ્રધાને જણાવ્યું કે નેવેનો અર્થ ચમકદાર અને બરફ થાય છે. આર્ડર્ન દુનિયાની એવી બીજી વડાપ્રધાન છે જે પદ પર રહીને મા બની છે.

 

બેનઝિર ભુટ્ટો બાદ પીએમ રહેતા મા બનનારી બીજી નેતા


આખી દુનિયામાં છેલ્લા 30 વર્ષમાં આવું પહેલીવાર થયું છે, જ્યારે કોઈ વડાપ્રધાન મા કે પિતા બન્યા હોય. તેમણે આ જાણકારી તેમના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી હતી. તેમણે કહ્યું કે, તેમની દીકરીનો જન્મ ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય પ્રમાણે સાંજે પોણા પાંચ વાગ્યે થયો. જન્મ સમયે તેનું વજન 3.31 કિલોગ્રામ હતું. પોતાની પોસ્ટમાં ન્યુઝીલેન્ડ વડાપ્રધાને પોતાના શુભચિંતકોને લખ્યું, તમારી શુભકામના માટે આભાર. તેના માટે તેમણે ઓકલેન્ડની હોસ્પિટલ ટીમનો પણ આભાર માન્યો હતો.

 

જૈસિંડા આર્ડર્ન ગત વર્ષે ઓક્ટોબરમાં જ ન્યુઝીલેન્ડની વડાપ્રધાન બની હતી. ઈંસ્ટાગ્રામ પર તેમણે જાન્યુઆરીમાં પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર આપ્યા હતા. છેલ્લા 30 વર્ષમાં તે દુનિયાની બીજી મહિલા નેતા છે, જે વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પદ પર રહીને મા બની છે. આ પહેલા પાકિસ્તાનમાં 1990માં ત્યાંની વડાપ્રધાન બેનઝિર ભુટ્ટો વડાપ્રધાન રહીને મા બની હતી. ન્યુઝીલેન્ડની વડાપ્રધાન મા બનાવાના સમાચાર આવતા જ બેનઝિર ભુટ્ટોની પુત્રી બખ્તાવર ભુટ્ટો જરદારીએ તેને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી.

 

આ પણ વાંચો - હનીમૂન માટે મનાલી ગયું હતું કપલ, સુહાગરાતે ખબર પડી કે જેની સાથે લગ્ન કર્યા તે છોકરી નહીં પરંતુ છોકરો છે

 

અન્ય સમાચારો પણ છે...