• Home
  • International News
  • Photo Feature
  • નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

સેક્સ ઔર ડ્રગ્સ: ઓશોની ગુજરાતી PA શીલા પટેલે કર્યા'તા આ ચોંકાવનારા ઘટસ્ફોટ

ઓશો ઉર્ફે રજનીશ પર નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટરી સિરીઝ 'વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી'ની ખૂબ ચર્ચા છે

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 02:26 PM
નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

ઇન્ટરનેશનલ ડેસ્ક: આ સમયે ઓશો ઉર્ફે રજનીશ પર નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટરી સિરીઝ 'વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી'ની ખૂબ ચર્ચા છે. તેની થીમ છે ઓશોનો અમેરિકામાં પ્રવાસ અને ત્યારની ડ્રગ, ફેશનેબલ અધ્યાત્મ, ફ્રી સેક્સ અને કાવતરાઓની રોમાંચક કહાણી અને અંતમાં રજનીશનું અમેરિકાથી ભાગી જવું. તે જુલાઈ-ઓગષ્ટ 1986માં કેટલાયે દેશોથી નિર્વાસિત થતા-થતા ભારત પર આવ્યા હતા. તેમણે એક જુના ફોલોઅર અને બિઝનેસમેન મિત્રના ઘરે પોતાનો પહેલો ધામો નાખ્યો હતો. થોડા જ દિવસોમાં તેમણે પોતાના પ્રવચનોની પરંપરા પણ શરુ કરી દીધી.

અમેરિકાના જે યુવા ફિલ્મમેકર્સે આ ફિલ્મ બનાવી છે, તે બંને ભાઈઓના હાથમાં ભૂલાયેલા-ખોવાયેલા વીડિયો ફૂટેજ હાથ લાગ્યા. પછી તેમણે ઓશોની મુખ્ય સહયોગી મા આનંદ શીલાને શોધી કાઢી, જે પોતાની કહાણી કહેવા માટે આતુર હતી. આ રીતે નેટફ્લિક્સના હાથે એક સારી ડોક્યુમેન્ટ્રી લાગી ગઈ, જે ભારત અને દુનિયામાં ખુબ જોવાઈ રહી છે. તે રજનીશના રંગીન કિસ્સાઓ રજૂ કરતા હોવાનો દાવો છે.

આગળ વાંચો, ઓશોના ગુજરાતી PA શીલા પટેલ ઉર્ફે મા આનંદ શીલાની સ્મરણકથામાં ચોંકાવનારા ઘટસ્ફોટ....

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

પશ્ચિમની દુનિયામાં આધ્યાત્મનો વેપાર કરનાર રજનીશ ઉર્ફે ઓશો ડ્રગ્સ અને સેક્સના એડિક્ટ હતા એવો ઘટસ્ફોટ તેમના એક સમયના સૌથી શક્તિશાળી પીએ મા આનંદ શીલાએ કર્યો છે. રજનીશ ઉપર આ પ્રકારના આક્ષેપો અગાઉ પણ અનેકવખત થઈ ચૂક્યા છે પરંતુ રજનીશ ઉપર જેનું સંપૂર્ણ નિયંત્રણ હતું તેવા મૂળ ગુજરાતી શીલા પટેલે પહેલી વાર સ્વઅનુભવની વાતમાં આ કહ્યું છે. રજનીશના શિષ્ય શીલા મૂળ વડોદરાના ભાઈલી ગામનાં છે અને અત્યારે સ્વિત્ઝરલેન્ડમાં નિવૃત જીવન ગુજારે છે. રજનીશ સાથેના કૌભાંડોને લઈને શીલાને અમેરિકામાં જેલની સજા પણ થઈ ચુકેલી છે. 

મા આનંદ શીલા (અગાઉ શીલા અંબાલાલ પટેલ) તાજેતરમાં તેમના એક પુસ્તક 'ડોન્ટ કિલ હિમઃ ધી સ્ટોરી ઓફ માય લાઈફ વીથ ભગવાન રજનીશ'માં ઓશોની સાથે કઈ રીતે મુલાકાત થઈ ત્યાંથી લઈને ઓશોના સૌથી વિશ્વાસુ વ્યક્તિ બનવાની વાત રજૂ કરી છે. તેમજ તેમના ઉપર આશ્રમના 55 મિલિયન ડોલરના ભંડોળને પચાવી પાડવાનો આક્ષેપ અને 39 મહિના સુધી યુએસમાં કારાવાસની સજા અંગેની વિગતો પણ ટાંકી છે.

પુસ્તકમાં વારંવાર ભગવાન રજનીશની ધન પ્રત્યેની લાલસા અને ભૌતિક સુખ સગવડોથી તેમને મળતા આનંદ અંગે વાત કરવામાં આવી છે. રજનીશે તેમના પર કરેલા આક્ષેપો છતાં તેમણે આપેલી શીખામણો માટે ગર્વ હોવાનું શીલાએ પુસ્તકમાં જણાવ્યું છે.

આગળ વાંચો મા આનંદ શીલાની સ્મરણકથાના કેટલાક અંશ...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

ભગવાન સાથે મુલાકાત

જોગાનુજોગ, મુંબઈમાં મારા પિતરાઈના બંગલાની બિલકુલ સામે જ ભગવાનનું નિવાસસ્થાન હતું. જેને પગલે તેમની સાથે ફરી મુલાકાતની મારી ઈચ્છા પરિપૂર્ણ થઈ હતી. આ મુલકાત એક રીતે મારા માટે અંત હતો, જ્યારે બીજી બાજુ આજ શરૂઆત હતી. આ મુલાકાત મારા જીવનની એક મહત્તવપૂર્ણ તેમજ યાદગાર પળ સાબિત થઈ હતી. હું મુલાકાત માટે ઉત્તેજિત હતી. એપોઈન્ટમેન્ટ લીધા વગર જ તેમને મળવા પહોંચી ગયા હતા. બહુમાળી ઈમારતમાં આવેલા તેમના ઘરમાં ત્રણ રૂમ હતાં. તેમના સચિવ મા યોગી લક્ષ્મીએ (લોકો તેમને લક્ષ્મી અથવા મા લક્ષ્મી તરિકે સંબોધતા) એપાર્ટમેન્ટના પ્રવેશકક્ષમાં આવેલા ડેસ્ક ઉપરથી અમારું સ્વાગત કર્યું હતું...

મા લક્ષ્મીએ ભગવાન રજનીશ પાસે જઈને અમને મળવા ઈચ્છે છે કે કેમ તે અંગે પૂછ્યું. થોડી ક્ષણ બાદ મારા પિતા અને મને તેમના કક્ષ તરફ જવાનો નિર્દેશ મળ્યો. ભગવાન તેમના પગને આંટી મારીને આરામ ખુરશી ઉપર કક્ષના એક ખુંણામાં બેઠા હતા. તેમણે સફેદ વસ્ત્ર ધારણ કર્યું હતું. તેમની બરોબર પાછળ એક નાનું ટેબલ હતું જેના પર ઘણા પુસ્તકો પડ્યા હતાં. તેમની ખુરશીની સામે બે પલંગ હતા. આટલી વસ્તુને બાદ કરતાં રૂમ સંપૂર્ણ ખાલી ભાસતો હતો. જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે તેમણે મારી સામે જોયું, હસ્યા અને તેમણે બાહુઓને ખોલીને મને આવકારી હતી. હું પણ અત્યંત ખુશીથી તેમના બાહુપાશમાં સરી પડી.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

થોડીક્ષણો સુધી તેમણે મને તેમની છાતીસોસરવી લગાવી રાખી. એક અદભૂત અનંત આનંદનો અનુભવ થયો હતો. ત્યારબાદ તેમણે આસ્તેથી મને છોડી અને મારો હાથ પકડી લીધો. મે મારું માથું તેમના ખોળામાં મૂક્યું અને વિલીન હ્દયે પીગળતી નજરો સાથે મે તેમના તરફ જોયું હતું. ભગવાને મારા પિતા સાથે વાતચીત શરૂ કરી અને હું ત્યાંજ તેમનામાં ખોવાયેલી બેઠી રહી હતી. હું ત્યાં હોવા છતાં પણ ત્યાં ન હોવાનો અનુભવ કરતી હતી...   

ઓશોએ કહ્યું ''શીલા, તું મને આવતીકાલે ફરી બપોરે 2.30 કલાકે મળવા આવજે''...આગળ વાંચો

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

તે દિવસની રાત મારા જીવનની સૌથી લાંબી રાત હતી. હું બીજા દિવસના બપોરના 2.30 કલાક સુધી રાહ જોઈ શકું તેમ ન હતી. હું સમયને જોવા માંગતી ન હતી કારણ કે તે જલ્દીથી પસાર થતો ન હતો. મારા માટે દુનિયાની તમામ ઘડિયાળો અટકી ગઈ હતી. આખરે લાંબા ઈન્તજારનો અંત આવ્યો અને ખરેખેર તેના માટે રાહ જોવી પડી તે વાજબી હતું. મે તેમને જણાવ્યું કે હું હવે ઉંઘી નથી શકતી, ખાઈ પણ નથી શકતી અને હું માનસિક બિમાર હોવાનો અનુભવ કરું છું. તેમણે મારી સામે સ્મિત રેલાવતાં કહ્યું, ''શીલા,આ સ્વાભાવિક છે. તું મારા પ્રેમમાં પડી છો અને હું પણ તારા પ્રેમમાં છું.''

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

સંન્યાસીઓનું શોષણ

શીલાએ પુસ્તકમાં જણાવ્યું હતું કે ભગવાન એક સારા બિઝનેસમેન પણ હતા. તેમને પોતાની પ્રોડક્ટ, તેમની કિંમત અને માર્કેટ વિશે સારી માહિતી હતી. તેઓ આશ્રમને એ રીતે ચલાવવા માંગતા હતા જેનાથી તમામ ખર્ચ રીકવર થઈ જાય. જેને પગલે આશ્રમમાં પ્રવેશવા માટે ફી વસુલવાનું શરૂ થયું હતું. તેમના ગ્રુપ થેરાપીસ્ટ પણ આશ્રમમાં થેરાપીના પૈસા લેતા. મુલાકાતીઓ તેમને મનપસંદ જમવાનું પણ પૈસા દઈને મેળવતા હતાં. આશ્રમમાં આવતા મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી, ગ્રુપ એન્ટ્રી ફી સહિત નાણા ઉઘરાવવામાં આવતા હતા. પાણીની જેમ પૈસાનું વહેણ શરૂ થયું...

તેમના આશ્રમમાં થેરાપીનો એક પ્રમુખ ભાગ સેક્સ હતો. દમન અને જાતિય વિકૃતિથી મુક્ત થવું તેમનું કેન્દ્ર બિંદુ હતું. કામુક્તાને કોઈપણ નિર્ણય વગર સ્વિકારવામાં આવતો હતો. તેની ઉપર મનાઈ કે નૈતિકતાને સંબંધ નથી. ભગવાન લોકોને ઈર્ષ્યા અને માલિકીભાવથી મુક્ત કરવા ઈચ્છતા હતા. તેઓ ઈચ્છતા હતા કે જોડીદારની પરવા કર્યા વગર લોકો સંભોગની અભિવ્યક્તિ કરે. નૈતિક તેમજ દોષથી પર રહીને સ્વાભાવિક રીતે ભાવ રજૂ કરીએ. અહીં ગ્રુપમાં ઘણું બધું બની રહ્યું હતું. ઘણીવખત ઉત્સાહનો અતિરેક અને બૌદ્ધિકતાની સીડી જલદી ચડવાના હોંશને લીધે જૂથો વચ્ચે અથડામણો તેમજ હિંસા પણ થતી હતી. જો કે આ કાર્યોમાં સ્વૈચ્છાએ ભાગ લેવામાં આવતો હતો.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

પુના આશ્રમ

પુનાનો આશ્રમ મક્કમ રીતે વિકસી રહ્યો હતો. ભગવાનને હવે વિશ્વભરમાં લોકો ઓળખવા લાગ્યા હતાં. પ્રતિદીન હજારોની સંખ્યામાં મુલાકાતીઓ અહીં આવતા હતાં. નિરાશાજનક રીતે પુનામાં બધું અતિરેક થઈ ગયું હતું...   

ભગવાન સ્થિતિથી વાકેફ હતા. તેમણે લક્ષ્મીને કોરેગાંવ આશ્રમની આસપાસ ઉપલબ્ધ થતા તમામ ઘરોને ખરીદવા જણાવ્યું હતું. જો કે તે સમય જમીન ખરીદવા માટે અનુકુળ ન હતો, તે ઉપરાંત અમે પણ તેને ખરીદવા સક્ષમ ન હતા. બીજું કે લોકો માનતા હતા કે ભગવાન બહુ ધનવાન છે. તેમના માણસો કોઈ પણ કિંમત ચૂકવવા સક્ષમ છે તેવું મનાતું હતું...

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

ઓશોના આશ્રમમાંથી 55 મિલિયન ડોલર સગેવગે કર્યા બાદ જેલની સજા ભોગવી ચુકેલા શીલાએ પોતાના પુસ્તકમાં તેના ગુરુ સાથે સંકળાયેલી આવી કેટલીક વાતને રજૂ કરી છે.

શીલાએ આશ્રમમાં આધ્યત્મના નામે સેક્સનું બજાર ધમધમતું હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો છે. આશ્રમમની શિબિરોમાં પણ સૌથી વધુ સેક્સ વિષય ઉપર ચર્ચા થતી હોવાનું જણાવ્યું છે. ઓશો તેમના ભક્તોને જણાવતા કે સેક્સની ઈચ્છા દબાવવી ઘણા દુઃખોનું કારણ બને છે, માટે સેક્સની ઈચ્છાને દબાવવી ન જોઈએ. પરિણામે તેમના તમામ શિષ્યો કોઈપણ છોછ વગર આશ્રમમાં ખુલ્લેઆમ સેક્સ કરતા હતા.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

આશ્રમનો દરેક સંન્યાસી એક મહિનામાં આશરે 90 લોકો સાથે સેક્સ કરતો હતો. પુસ્તકમાં જણાવ્યા મુજબ આશ્રમમાં સંન્યાસીઓ ઓશોથી એટલા પ્રભાવિત હતા કે પોતાની ચિંતા કર્યા વગર સેક્સ કરતા હતાં. થોડા સમય પછી કેટલાક સંન્યાસીઓને બિમારી લાગુ પડી હતી. આશ્રમના સંન્યાસી તાવ, શરદી અને ઈન્ફેક્શન ઉપરાંત સેક્સથી થતા રોગોથી પીડાવા લાગ્યા હતાં.  

આશ્રમમાં ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય હતું. તેમ છતાં ઓશો તેમના ભક્તોને સતત સેક્સની ઈચ્છા દબાવવા વિરુદ્ધ ઉપદેશ આપતાં હતાં, જેને પગલે ભક્તો કોઈ ચિંતા વગર સેક્સ કરતાં હતા. ઓશોની ધન પ્રત્યેની લાલચ અંગે ખુલાસો કરતાં શીલાએ જણાવ્યું હતું કે તેઓ મોંઘી ઘડિયાળો અને રોલ્ય રોયસ કારના શોખીન હતા અને મને એક મહિનામાં 30 રોલ્સ રોયસ ગાડી લાવી આપવા કહ્યું હતું. શીલાના જણાવ્યા મુજબ તેમની પાસે લગભગ 100 રોલ્સ રોયસ ગાડી હતી.

આગળ જાણો આનંદ શીલાના ગુજરાતી મૂળ વિશે...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

ઓશોના પીએ શીલા મૂળ વડોદરાના છે...

ઓશોના આશ્રમોનું સંચાલન અને ફંડનો વહીવટ સંભાળનાર તેમના પીએ મા આનંદ શીલા (અગાઉ શીલા પટેલ)નો જન્મ ગુજરાતના વડોદરા નજીક ભાઈલી ગામે 23 ડિસેમ્બર 1949માં થયો હતો. શીલાના પિતાનું નામ અંબાલાલ તેમજ માતાનું નામ મણીબેન હતું. ઓશોના એક સમયના અંગત વ્યક્તિ ગણાતા શીલાને 18 વર્ષની ઉંમરે માતા પિતાએ અમેરિકા અભ્યાસઅર્થે મોકલી હતી. યુએસના ઈલ્યોનોઈના એક ધનાઢ્ય એવા માર્ક સિલ્વરમેનને તેઓ પરણ્યા હતા. 1972માં ભારત પરત ફર્યા બાદ શીલા અને તેમના પતિ ઓશોના શિષ્ય બની ગયા હતાં. બન્નેએ તેમના નામ પણ બદલીને મા આનંદ શીલા અને સ્વામી પ્રેમ ચિન્મયા જેવા નવા નામ ધારણ કર્યા. થોડા સમય બાદ તેમના પતિનું નિધન થતાં શીલાએ જોન શેલ્ફર (સ્વામી જયાનંદ) સાથે બીજા લગ્ન કર્યા હતા.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

શીલાના પિતા અંબાલાલ પણ ઓશોના ભક્ત હતા જેમના પરિચયથી તેઓ ઓશોની નિકટ આવી શક્યા હતા. શીલાના પિતાએ ઓશોનો માર્ગ અપનાવતાં તેમનું નામ બદલીને સ્વામી સ્વરૂપાનંદ કરી લીધું હતું. ઓશોના અમેરિકાના ઓરેગોન સ્થિત આશ્રમ રજનીશપુરમનું સામ્રાજ્ય ઉભું કરવામાં 80ના દાયકામાં મા શીલા આનંદની મહત્ત્વની ભૂમિકા રહી હતી. આશ્રમના નિર્માણ વખતે તેઓ .358 મેગનમ હેન્ડગન સાથે રાખતા હતા.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

શીલાના આગ્રહ ઉપર જ ઓશો અમેરિકાના મેડિકલ ચેકઅપ માટે ટુરિસ્ટ વિઝા મારફતે ત્યાં પ્રવેશ કર્યો હતો. ઓરેગોનમાં આશ્રમ સ્થાપવા માટે શિલાના પ્રથમ પતિ માર્કે ત્યાંના પશુપાલન માટેની 64,000 એકર જમીન ખરીદી હતી અને તેના પર સામ્રાજ્ય ઉભું કર્યું હતું.

અહીંથી આગળ વાંચવા તસવીર બદલો...

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

1884માં શીલા ઉપર બાયોટેરર એટેકનો પણ કથિત આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત ટેલિફોન ટેપિંગ સહિતના આક્ષેપો પણ તેમના ઉપર થયા હતાં. હાલ તેઓ સ્વિત્ઝરલેન્ડમાં રહે છે અને તેમનું નવું નામ છે શીલા બિર્નસ્ટેઈલ છે. 

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી | Netflix brought Osho and his personal life into documentary

તેમણે ઉર્સ બિર્નસ્ટેઈલ સાથે લગ્ન કર્યા બાદ તેમની અટક બદલી હતી. ઉર્સ હાલ જીવિત નથી. શીલા સ્વિત્ઝરલેન્ડમાં માનસિક રોગી અને ઓલ્ડ એજ હોમનું સંચાલન કરે છે. એક સમયે ઓશોના જીવનની નજીક રહેલા સૌથી શક્તિશાળી મહિલાએ હવે ઓશોની દુનિયા સાથે છેડો ફાડી લીધો છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App