મંગળ પર લેન્ડિંગ માટે નાસાએ સુપરસોનિક પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું

સુપરસોનિક પેરાશૂટને મંગળની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:12 PM
NASA launches rocket to test super sonic parachute

ઇન્ટરનેશનલ ડેસ્ક: નાસાએ શુક્રવારે સુપરસોનિક પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું. નાસા તેનો ઉપયોગ મંગળ મિશન -2020 દરમિયાન કરશે. સુપરસોનિક પેરાશૂટને મંગળની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે.

- નાસાએ જણાવ્યા મુજબ, કેલિફોર્નિયાના નાસા જેટ પ્રોપેલ્સન લેબોરેટરી (જેપીએલ)થી રોકેટને એડવાન્સ્ડ સુપરસોનિક પેરાશૂટ ઈન્ફ્લેશન રિસર્ચ એક્સપેરિમેન્ટ સાથે લોન્ચ કરાયું. પેરાશૂટનું વજન 90 કિલોગ્રામ હતું, આ માટે તેને ઘણી જ મજબૂતી સાથે બાંધવામાં આવ્યું હતું. લોન્ચની બે મિનિટ પછી પેરાશૂટ આરામથી ખુલી ગયું હતું. પેરાશૂટ એટલાન્ટિક મહાસાગરમાં વાલોપ્સ દ્વીપથી 28 માઈલ દુર સફળ રીતે ઉતર્યું.

* સામાન્ય પેરાશૂટથી 10 થી 20 ગણું મોટું છે સુપરસોનિક પેરાશૂટ:
જેપીએલના એન્જીનીયર જેરેમી હિલએ બતાવ્યું," હકીકતમાં આ ટેસ્ટ મંગળ -2020 મિશનની તાકાત પરીક્ષણ કરવા માટે હતું. અમે મંગળના પર્યાવરણની નજીકમાં નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પેરાશૂટથી સુપરસોનિક પેરાશૂટ 10થી 20 ગણું મોટું હોય છે."

* જુલાઈ-ઓગષ્ટ 2020માં શરુ થશે નાસાનું મંગળ મિશન:
નાસા જુલાઈ-ઓગષ્ટ 2020માં મંગળ મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તે સમયે ધરતી અને મંગળ બરાબર સ્થિતિમાં હશે. આ સ્થિતિ નાસાની ટીમ માટે મંગળ પર ઉતરવામાં ઘણી મદદગાર રહેશે. નાસાનું આ મિશન મંગળ ગ્રહ પર જીવવાની પરિસ્થિતિઓની ખબર કાઢવા આગળનું પગલું માનવામાં આવી રહ્યું છે.

X
NASA launches rocket to test super sonic parachute
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App