Home » International News » Photo Feature » Name of the university building will be given after Indian origin couple

આ કારણે ભારતીય મૂળના અમેરિકી દંપતીના નામ પર હશે યુનિવર્સીટીની ઇમારતનું નામ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:54 PM

આ ઇમારતની કુલ કિંમત પાંચ કરોડ દસ લાખ અમેરિકન ડોલર

  • Name of the university building will be given after Indian origin couple

    ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાની હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયમાં સ્થિત એક ઇમારતનું નામ ભારતીય મૂળના અમેરિકી દંપતીના નામ પરથી રાખવામાં આવશે જેમણે અહીંની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સંશોધન માટે સારી એવી એકમનું યોગદાન આપ્યું છે.


    - વિશ્વવિદ્યાલયની ભારતીય અમેરિકી અધ્યક્ષ રેણુ ખટોરે બતાવ્યું કે એન્જીનીયરીંગ સંલગ્ન ઇમારતને દુર્ગા ડી અગ્રવાલ અને સુશીલા અગ્રવાલનું નામ આપવામાં આવશે, જેમણે કોલેજને મોટાપાયે રકમ અનુદાન કરી છે.

    - આ ઇમારતની કુલ કિંમત પાંચ કરોડ દસ લાખ અમેરિકન ડોલર છે. તેને 2017માં ખોલવામાં આવી હતી. આ ઇમારતના એક વિભાગને પહેલા જ આ દંપતીનું નામ આપી દેવાયું છે.

    - દિલ્હી કોલેજ ઓફ એન્જીનીયરીંગથી મિકેનિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા કર્યા બાદ દુર્ગા અગ્રવાલ 1968માં હ્યુસ્ટન આવ્યા હતા. તેમણે યૂ એચ કુલેન કોલેજ ઓફ એન્જીનીયરીગથી માસ્ટર ડિગ્રી અને પીએચડી કર્યું.

    - અગ્રવાલે કહ્યું,‘વિદ્યાર્થીઓને મારો મેસેજ છે કે હંમેશા આશાવાદી રહો. કોઈપણ વ્યક્તિ કઠોર પરિશ્રમ, મહેનત અને સમર્પણ ભાવનાથી કોઈપણ મુશ્કેલ લક્ષ્યને મેળવી શકે છે.’

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending