તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોબેલ એવોર્ડ: ક્યારેક 3 મહિના સુધી ISના કબ્જામાં હતી નાદિયા, દિવસ-રાત થતો હતો રેપ, હવે દુનિયાભરના 216 લોકોમાંથી 'નોબેલ શાંતિ પુરસ્કાર' માટે સિલેક્ટ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: નોર્વિજીયન કમિટીએ તેનું એલાન કર્યું છે. યુદ્ધ દરમિયાન થતી યૌન હિંસાને રોકવાના પ્રયાસ માટે ડેનિસ અને નાદિયાને આ એવોર્ડ માટે પસંદ કરાયો છે. નાદિયા દુનિયાની બીજી સૌથી નાની ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારી મહિલા છે. નાદિયાથી પહેલા અફઘાનિસ્તાનની મલાલા યૂસુફઝાઈને 2014માં 17ની ઉંમરમાં આ સમ્માન અપાયું હતું. 


* કોણ છે ડેનિસ મુકવેઝ?
કોંગોમાં રહેતા મુકવેઝ જાણીતા સર્જન અને બૂકવું શહેરમાં પનજી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર છે. યૌન હિંસા પર રોક લગાવવા અને યૌન હિંસાના શિકાર લોકોને બચાવવા માટે મૂકાવેઝ ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. નોબેલ કમીટીના અધ્યક્ષ બેરિટ રીસ એન્ડરસને કહ્યું કે બંને વીજેતાઓએ માસૂમોને બચાવવા માટે કેટલીયે વાર પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે.

 

* કોણ છે નાદિયા મુરાદ?
મુરાદ ઇરાકની માનવાધિકાર કાર્યકર્તા છે. તે એ હજારો યઝીદી યુવતિઓમાંથી છે, જેમણે ISISના આતંકીઓએ કેદ કરી સેક્સ સ્લેવ બનાવી દીધી હતી. તે મોસુલના રસ્તે કોઈ રીતે પોતાનો જીવ બચાવીને આતંકીઓના કબ્જામાંથી બચી નીકળી હતી. 2016માં અમેરિકી કોંગ્રેસ સામે પોતાના ભાષણમાં તેણીએ અમેરિકાથી આઈએસને ખતમ કરવાની અપીલ કરી હતી. નોબેલ કમિટીએ તેને હજારો મહિલાનો અવાજ બનવા માટે અભિનંદન આપ્યા.

 

* 2014માં થયું હતું નાદિયાનું અપહરણ 
2014માં નાદિયા જયારે 21 વર્ષની હતી, ત્યારે તેણીને ISIS આતંકી ઇરાકના તેના ગામથી ઉઠાવીને લઇ ગયા હતા. ઇસ્લામિક સ્ટેટમાં તેણીને રોજ ટોર્ચર કરવામાં આવતી અને તેના પર રેપ કરવામાં આવતો હતો. તેને લગભગ ત્રણ મહિના સુધી બંધક બનાવવામાં આવી હતી. આતંકીઓના કબ્જામાંથી છૂટ્યા બાદ તેમણે ડિસેમ્બર 2015માં પોતાની આપવીતી યુ.એન.ની સિક્યોરિટી કાઉન્સિલ સામે સંભળાવી હતી અને રડી પડી હતી. તેમણે નાદિયાની હિમ્મતના વખાણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...