તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પિકનિક દરમિયાન મહિલાએ ખેંચી તસવીર, ઘરે આવીને જોતા જ ઉડી ગઈ ઉંઘ | Mother Unable To Sleep After Ghostly Boy See Behind Her Son In Family Photo

પિકનિક દરમિયાન મહિલાએ ખેંચી તસવીર, ઘરે આવીને જોતા જ ઉડી ગઈ ઉંઘ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈગ્લેન્ડ પાસે નોર્થમ્બરલેન્ડમાં એક મહિલાની છેલ્લા ઘણા દિવસ ઉંઘ હરામ થઈ ગઈ છે અને તેની પાછળનું કારણ પણ ઘણુ ખાસ છે. આ મહિલા દ્વારા લેવામાં આવેલા એક ફોટોમાં ડરાવી દેતો ચહેરો તેણીએ જોઈ લીધો અને ત્યારથી તે ઘણી ડરી ગઈ છે. તેને સમજાતું નથી કે, આ બધુ થયું કેવી રીતે. ફોટોમાં જે ચહેરો દેખાઈ રહ્યો છે તે કોઈ બાળકનો છે જે ઘણો ડરાવી દેનારો છે અને લોકો તેને ભૂત હોવાનું પણ જણાવી રહ્યા છે. પિકનિક દરમિયાન બની ઘટના...

 

- આ ઘટના એ સમયે બની જ્યારે લોરા વોટસન નામની આ મહિલા તેના બન્ને બાળકો સાથે પિકનિક પર ગઈ હતી. આ દરમિયાન જ્યારે તેના બન્ને બાળકો એક ઝાડ નીચે રમી રહ્યા હતા ત્યારે તેણે એક ફોટો ક્લિક કર્યો.
- મહિલાએ જ્યારે ફોટો લીધો હતો તો તે સમયે ઝાડ નીચે માત્ર તેની પુત્રી અને પુત્ર તથા તેનો કઝિન હાજર હતો. પરંતુ જ્યારે તેણે પોતાના માટે લીધેલી આ તસવીરને કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ તો તેની આંખો પહોળી થઈ ગઈ.
- હકીકતમાં એ તસવીરમાં મહિલાના 9 વર્ષના પુત્રની એકદમ પાછળ ડરાવી દેતો એક છોકરાનો ચહેરો દેખાઈ રહ્યો છે જે એકદમ ભૂત જેવો છે.

- આ દરમિયાન ભૂતિયા બાળકે તેનો હાથ તેના પુત્રના ખભા પર પણ રાખ્યો છે. જ્યારે તે સમયે એ એરિયામાં આ ચાર સિવાય કોઈ નહોતું.
- લોરાએ આ તસવીર નોર્થમ્બરલેન્ડના પ્લેસી વુડ્સ કન્ટ્રી પાર્કમાં લીધી હતી. જ્યારે તે સોમવારે રજા દરમિયાન તેના પરિવાર સાથે ત્યા ગઈ હતી.

- આ દરમિયાન તેની 15 વર્ષની પુત્રી ચાર્લોટ હિલ અને 9 વર્ષનો પુત્ર બેરીન વોટસન સિવાય તેનો 16 વર્ષનો કઝિન જેક પણ હાજર હતો. આ ત્રણેય ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 

ઘટના બાદ ઉડી ગઈ ઉંઘ


- લોરા પ્રોફેશનથી એક મેડિકલ રિસેપ્શનિસ્ટ છે, જ્યારથી તેણે તેના પુત્રની પાછળ એ ડરાવી દેતો અજાણ્યો ચહેરો જોયો છે ત્યારથી તે ઘણી ડરેલી છે.
- મહિલા પ્રમાણે, 'એ દિવસે હું ઘરે આવ્યા બાદ તસવીરોને કોમ્પ્યુટરમાં નાખી રહી હતી, તે દરમિયાન મેં એ તસવીરને જોઈ, મને લાગ્યું બેરીનની પાછળ કોઈ છે. ત્યારબાદ જેવી મેં એ તસવીરને ઝૂમ કરી તો મને તેનો ચહેરો દેખાયો. પરંતુ આ કેવી રીતે બની શકે કારણ કે, ત્યાં એ સમયે કોઈ નહોતું'
- મહિલા પ્રમાણે, 'આ ઘણું વિચિત્ર છે, અને તેને જાણ્યા બાદ સહુ કોઈ પરેશાન છે. આ ઘટના બાદ ડરના કારણે હું અને મારી પુત્રી તો ઉંઘી પણ નથી શકતા.'
- 'મારા હસબન્ડ હાલ નાઈટ શિફ્ટમાં છે અને હું ઘરે એકલી રહું છું જેના કારણે મારી હાલત વધારે ખરાબ છે.'
- લોરાના જણાવ્યા પ્રમાણે, 'પહેલા હું આ વાતો પર વિશ્વાસ નહોતી કરીત, પરંતુ હવે આ મારી સાથે જ બન્યું છે.'

 

સમજાતું નથી- છોકરો છે કે છોકરી


- મહિલાના જણાવ્યા પ્રમાણે, 'એ ચહેરો એક બાળકનો દેખાઈ રહ્યો છે, મને નથી ખબર કે એ છોકરો છે કે છોકરી. પરંતુ હું તેનો ચહેરો જોઈ શકું છું. એમ લાગી રહ્યું છે કે, જાણે તેણે તેનો હાથ મારા પુત્રના ખભા પર રાખ્યો હોય. આ ઘણુ વિચિત્ર છે.'
- 'કેટલાક લોકો મને કહી રહ્યા છે કે, એ તસવીર મેં એડિટ કરીને જાણીજોઈને બનાવી છે, પરંતુ મેં તેમને સમજાવવાના પ્રયાસો પણ કર્યા કે, મને આવું કંઈ આવડતું નથી.'
- લોરાના જણાવ્યા પ્રમાણે, 'મને એ જગ્યાના ઈતિહાસ વિશે તો કંઈ ખબર નથી, પરંતુ કેટલાક લોકો જણાવી રહ્યા છે કે, ઘણા વર્ષો પહેલા ત્યાં નદીમાં ડૂબી જવાથી એક છોકરાનું મોત થયું હતું. અમે નથી કહી શકતા કે, આ માત્ર અફવાહ છે કે કંઈક અન્ય છે.'
- મહિલાના જણાવ્યા પ્રમાણે, 'અમારી સાથે તે સમયે અમારો ડોગી પણ હતો, અને તે સમયે તે એકદમ નોર્મલ બિહેવ કરી રહ્યો હતો. જ્યારે ડોગીસ પાસે સિક્સ સેન્સ હોય છે, પરંતુ તે નોર્મલ જ હતો.'
- 'જ્યારે મેં મારા પતિને એ તસવીર મોકલી તો તે પણ ચોંકી ગયા. હું આશા રાખુ છું કે, આ વાત અમારા મગજમાંથી નીકળી જાય. કારણ કે, હું નથી ઈચ્છતી કે, આવો કોઈ વિચાર અમારી આસપાસ રહે. જો કે, હું ફરીવાર એ જગ્યાએ જવાનું પસંદ કરીશ.'

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...