દીકરાના લંચ બોક્સમાંથી નીકળ્યો ઝેરી સાંપ, માતા ભર્યું આ પગલું

મહિલાને લંચબોક્સ પેક કરવા દરમિયાન ઢાંકણામાં સાંપનું બચ્ચું મળી આવ્યું

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 03:44 PM
mother found snake from Childs lunch box in australia

ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક માતાએ જેવું તેના દીકરાનું લંચ બોક્સ ખોલ્યું તો તે ડરથી ચીસાચીસ કરવા લાગી. જો કે, આ બોક્સમાં તેને એક ઝેરીલા સાંપનું બચ્ચું મળ્યું. આ કિસ્સો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને દીકરાના લંચબોક્સમાં ઝેરી સાંપ મળી આવ્યો.

ત્યારબાદ સાંપને પકડવા માટે સ્નેક રેસ્ક્યુઅર્સને બોલાવવામાં આવ્યા. આ સાંપને પકડનાર રૂલી બુરેલે આ વિશે જણાવ્યું કે, એડિલેડ શહેરમાં એક મહિલાને લંચબોક્સ પેક કરવા દરમિયાન ઢાંકણામાં સાંપનું બચ્ચું મળી આવ્યું.

તેમણે જણાવ્યું કે, જેવી તેમને આ અંગે ખબર પડી તો તે તેમણે મહિલાને લંચબોક્સ બંધ કરીને તેને બહાર લઈ જવાની સલાહ આપી. આ મામલે મહિલાએ તેમને મદદ માટે બોલાવ્યા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો..

mother found snake from Childs lunch box in australia

સ્નેક રેસ્ક્યુઅર બુરેલે જણાવ્યું કે, સાંપના બચ્ચાની ઓળખાણ ઈસ્ટર્ન બ્રાઉન સ્નેક તરીકે કરાઈ છે. ઈસ્ટર્ન બ્રાઉન સ્નેક દુનિયાના સૌથી ઝેરીલા સાંપોમાંથી એક છે. બુરેલે આ વિશે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, 'તમે શું તમારા બાળકને ફળ ખવડાવતા પહેલા તપાસો છો?'

mother found snake from Childs lunch box in australia

આ અંગે જાણકારી આપતા તેમણે કહ્યું કે, વગર કોઈ દુર્ઘટનાએ સાંપને બહાર કાઢવામાં આવ્યો. બુરેલે જણાવ્યું કે, આ સાંપના બચ્ચામાં પણ મોટા પ્રમાણમાં ખતરનાક ઝહેર હોય છે જે માણસો માટે જીવલેણ હોય છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, મહિલા ઘણી ભાગ્યશાળી હતી કે તેમણે સાંપને જોઈ લીધો. એક બાળકને આ પ્રકારનાં સાંપના ડંખની ખબરણ પણ પડતી નથી.

mother found snake from Childs lunch box in australia

આ વિશે બુરેલે જણાવ્યું કે, કિચનમાં સાંપ એટલા માટે ગયો હશે કારણ કે, અહીંયા ઘરના અન્ય ભાગ કરતા વધારે અંધારુ હતું. જાણકારી પ્રમાણે, ઈસ્ટર્ન બ્રાઉન સાંપની પ્રજાતિ ઓસ્ટ્રેલિયાના તટીય અને અંદરના વિસ્તારોમાં જોવા મળે છે. એક આંકાડાઓ પ્રમાણે, ગત વર્ષ સુધી 2000 બાદથી આ પ્રજાતિનાં ડંખ મારવાથી 23 મોત થયા છે.

X
mother found snake from Childs lunch box in australia
mother found snake from Childs lunch box in australia
mother found snake from Childs lunch box in australia
mother found snake from Childs lunch box in australia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App