દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show, તસવીરોમાં જુઓ નજારો

અફઘાનિસ્તાનમાં પહેલીવાર કલ્ચરલ ફેશન શો, કાબુલથી 450 કિમી દૂર મજાર-એ-શરીફમાં રેમ્પ વૉક, મહિલાઓ પણ સામેલ થઈ

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 01:13 PM
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show

મજાર-એ-શરીફ: તસવીર અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફમાં યોજાઈ રહેલા દેશના પ્રથમ અફઘાન કલ્ચરલ ફેશન શોની છે. તેમાં યુવતીઓ પરંપરાગત વસ્ત્રો પહેરી રેમ્પ પર ઊતરી હતી. તેમનો ઉત્સાહ વધારવા માટે 200થી વધુ પુરુષો અને મહિલાઓ પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ તસવીરમાં સામાજિક પરિવર્તનની ઝાંખી પણ જોવા મળી હતી. ખરેખર તો આતંકવાદ અને પુરુષપ્રધાન સમાજને કારણે અફઘાનિસ્તાન મહિલાઓના રહેવા માટે સૌથી ઘાતક દેશો પૈકી એક છે. મજાર-એ-શરીફ જેવા પછાત વિસ્તારમાં ફેશન શોમાં મહિલાઓ સામેલ થશે તેવી કલ્પના પણ ના કરી શકાય. અહીંનો સમાજ આ પ્રકારના આયોજનોમાં મહિલાઓને ભાગ લેતા અટકાવે છે.

આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય દેશમાં સ્થાનિક સાંસ્કૃતિક અને પરંપરાગત વસ્ત્રોને પ્રોત્સાહન આપવાનું છે. કલ્ચરલ ગ્રૂપ હકીકીના હેડ અજમલ હકીકીએ જણાવ્યું કે તેમણે ગત વર્ષે કાબુલમાં આ પ્રકારના શોનું આયોજન કર્યુ હતું.

મહિલાઓ માટે બીજો સૌથી બદતર દેશ છે

મહિલાઓના રહેવાની દૃષ્ટિએ અફઘાનિસ્તાન દુનિયાનો બીજો સૌથી અસુરક્ષિત અને ખતરનાક દેશ છે. અહીં 87 % મહિલાઓ અશિક્ષિત છે. 70 % થી 80 % ટકા મહિલાઓના 15થી 19ની ઉંમરે લગ્ન થઈ જાય છે. અહીં સૌથી વધુ ઘરેલુ હિંસાના બનાવ બને છે.

દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show

યુવતીઓ પરંપરાગત વસ્ત્રો પહેરી રેમ્પ પર ઊતરી હતી. તેમનો ઉત્સાહ વધારવા માટે 200થી વધુ પુરુષો અને મહિલાઓ પહોંચી હતી

દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show

આતંકવાદ અને પુરુષપ્રધાન સમાજને કારણે અફઘાનિસ્તાન મહિલાઓના રહેવા માટે સૌથી ઘાતક દેશો પૈકી એક છે

દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show

મજાર-એ-શરીફ જેવા પછાત વિસ્તારમાં ફેશન શોમાં મહિલાઓ સામેલ થશે તેવી કલ્પના પણ ના કરી શકાય

દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show

આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય દેશમાં સ્થાનિક સાંસ્કૃતિક અને પરંપરાગત વસ્ત્રોને પ્રોત્સાહન આપવાનું છે

X
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show
દુનિયાના સૌથી ઘાતક દેશમાં યોજાયો Fashion Show | Models Hit The Runway In Mazar Fashion Show
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App