• Gujarati News
  • National
  • 32 વર્ષે કેન્સરથી થયું કરોડપતિનું મોત, મૃત્યુ પહેલા કરતો ગયો કોઈ ના કરી શકે તેવા આ કામો | Millionaire Death Of Cancer I

32 વર્ષે કેન્સરથી થયું કરોડપતિનું મોત, મૃત્યુ પહેલા કરતો ગયો કોઈ ના કરી શકે તેવા આ કામો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જીવનની ઈચ્છાઓ પૂરી કરવા માટે માણસ દોડતો રહે છે. દુનિયાના બધા એશો આરામ માટે પોતાની જિંદગી દાવ પર લગાવી દે છે. તે છતા જિંદગી ક્યારેક તમારી સામે એવી પરિસ્થિતિ પેદા કરી દે છે કે, જીવન જીવવાની રીત બદલાઈ જાય છે. આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાના 32 વર્ષીય અલી બનત સાથે થયું. 32 વર્ષની ઉંમરે બહુ પૈસા કમાયા બાદ અચાનક તેને ખબર પડી કે કેન્સર છે, ત્યારબાદ આ શખ્સે તમામ એશો આરામ છોડીને પોતાની બધી સંપત્તિ લોકોની મદદમાં ખર્ચવાનો નિર્ણય લીધો. આજે આ શખ્સ આ દુનિયામાં તો નથી, પરંતુ તેના દ્વારા શરૂ કરવામાં આવેલા આ સારા કાર્યો હવે અન્ય લોકો વધારી રહ્યા છે.

 

કંપની વેચી કરોડોનું કર્યું દાન


ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન અલી પોતાની શાહી લાઈફ સ્ટાઈલ માટે ફેમસ હતો. પરંતુ ત્રણ વર્ષ પહેલા જ્યારે તેને કેન્સર વિશે ખબર પડી તો તેની જિંદગી બદલાઈ ગઈ. સિડનીમાં રહેતા આ રઈસ બિઝનેસમેને કરોડ રૂપિયાની કમાણી કરતી પોતાની કંપની વેચી દીધી, આટલું જ નહીં પોતાના ડિઝાઈનર કપડા પણ વેચી દીધા અને તેનાથી જે પૈસા મળ્યા, તેને લઈને તે આફ્રિકાના ટોગો જતો રહ્યો. ત્યા તેણે એક મસ્જિદ બનાવડાવી તથા સ્થાનિક લોકોના બાળકો માટે સ્કૂલ પણ ખોલી.

 

અનાથ બાળકો માટે સ્કૂલ ખોલી


આ ઉપરાંત ટોગોમાં તેણે એક Muslims Around The World( MATW) નામની એક ચેરિટી સંસ્થા ખોલી, જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવાનો છે. આ ઉપરાંત અલીએ ત્યાં એક ગામ બનાવવા માટે પણ પૈસા આપ્યા. જ્યાં 200થી વધારે વિધવાને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે 600 અનાથ બાળકો માટે સ્કૂલ અને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે તેના માટે એક મેડિકલ સેન્ટર પણ ખોલવા માટે પૈસા દાનમાં આપ્યા. જો કે, તે કેન્સરની જંગ તો હારી ગયો. પરંતુ જે દરિયાદિલી અને સારા ઈરાદાથી તેણે કામ કર્યું, તે દુનિયા માટે એક ઉદાહરણ છે. તેના મોત બાદ તેને ફોલોઅર્સે MATWના નામે દોઢ મિલિયન ડોલર(10 કરોડથી વધારે)થી વધારેનુ દાન આપ્યું. જેનાથી આ મિશન આગળ ચાલતું રહે.

 

શું કહ્યું પોતાના અંતિમ વીડિયોમાં


આ વ્યક્તિએ પોતાની કેન્સરની સ્ટોરી સાથે એખ વીડિયો પણ શેર કર્યો. જેનું ટાઈટલ Gifted With Cancer હતું. આ વીડિયોમાં અલીએ પોતાની કહાણી સંભળાવતા કહ્યું કે, કેન્સર તેના માટે એક ગિફ્ટ તરીકે આવી, કારણ કે આ બીમારીએ તેને જિંદગીમાં બદલવાની તક આપી અને તે એક સારા હેતુ માટે કામ કરવાનું શરૂ કરી શકે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે, તમે જોઈ શકો છો કે, આ જિંદગીમાં કાર છે, પૈસા અને બાકી તમામ સુવિધાઓ છે. પરંતુ જિંદગી માત્ર નથી, પોતાના જીવનમાં વિરાટ લક્ષ્ય બનાવો અને તેને પૂર્ણ કરવા માટે સાચા દિલથી લાગી જાવ. કારણ કે કયામતના દિવસે ભગવાન તમારી પાસે બધો હિસાબ લેશે. મરતા પહેલા પોતાના વીડિયોમાં આ શખ્સે લોકોને એ અપીલ કરી કે તે મદદના આ અભિયાનને આમ જ ચાલવા દે. આ શખ્સ આપણા જેવા ઘણા લોકો માટે એક ઉદાહરણ છે. કારણે કે આ વીડિયોમાં અલીએ આખી દુનિયાને જે શીખ આપી છે, તે આંખો ખોલનારી છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...