Home » International News » Photo Feature » Man killed his pregnant neighbor asking too much questions

'તું લગ્ન કેમ નથી કરતો?', કોઈને આ સવાલ પૂછતાં પહેલા વાંચી લેજો આ શોકિંગ ઘટના

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 10:20 AM

આ અહેવાલ વાંચ્યા પછી કદાચ તમે કોઈને ક્યારેય નહીં પૂછો કે, તું લગ્ન કેમ નથી કરતો?

  • Man killed his pregnant neighbor asking too much questions
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: મોટાભાગના લોકોને 20 અને 30 વર્ષની ઉંમરે હજારો વખત તેમના માતા-પિતા કે મિત્રો દ્વારા મેરેજ પ્લાન બાબતેના પ્રશ્નો પૂછવામાં આવે છે. એવું કહેવાય છે કે પાર્ટી કે ફંક્શનમાં ખાસ કરીને આંટીઓ યંગસ્ટર્સને 'સેટલ ક્યારે થાઓ છો?' પૂછીને તેમની પર્સનલ બાબતો જાણવામાં ઊંડો રસ લેતા હોય છે પણ આપણામાંથી ક્યારેય આટલી હદે ક્રૂર નહીં થયું હોય. આ ઈન્ડોનેશિયન નાગરિક, વિશ્વમાં ક્યારેય નહીં જોયેલી કે અનુભવેલી હદે ગયો અને ફૈઝ નુરદીન નામના આ વ્યક્તિએ તેની પાડોશમાં રહેતી પ્રેગ્નેન્ટ મહિલાએ વારંવાર મેરેજનો પ્રશ્ન પૂછતાં ઘાતકી રીતે હત્યા કરી નાખી.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને, વાંચો આરોપીએ કેવી રીતે પ્રેગ્નેન્ટ મહિલાની બોલતી બંધ કરી દીધી...

  • Man killed his pregnant neighbor asking too much questions
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ડેક્કન ક્રોનિકલમાં જણાવ્યા મુજબ, મૃતક મહિલા ઐશય: લગ્ન બાબતે નુરદીનને વારંવાર પ્રશ્નો પૂછતી હતી. એટલી હદે કે તે તેનો જીવ લેવા તૈયાર થઇ ગયો. આ ઘટના ઇન્ડોનેશિયાના કામપુર પસિર જોંગેમાં ઘટી છે. આરોપીએ જણાવ્યું હતું કે,'જલ્દીથી મેરેજ કરો, બીજા બધા લગ્ન કરી ચુક્યા છે, તો તમે હજુ સુધી કેમ લગ્ન કર્યા નથી?' આ શબ્દો આરોપીને ખૂંચ્યા અને તેણે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. પછીના દિવસે નુરુદીને મહિલાના ઘરની વિઝીટ લેવાનું નાટક કર્યું ને જેવી તેણી રૂમમાં આવી કે તરત જ આરોપીએ તેના પર હુમલો કરીને તેને બેડ પર ધક્કો માર્યો અને તેના હાથેથી ગળું દાબીને તેની હત્યા કરી નાંખી.

     

  • Man killed his pregnant neighbor asking too much questions
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આરોપીએ એવી ક્રૂરતા રાખી કે તેણી જીવ બચાવવા કરગરતી રહી પણ તેના પ્રેગ્નેન્ટ હોવાનો પણ વિચાર કર્યા વિના આ ગુનો કરી કાઢ્યો. પછીથી આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જકાર્તામાં ભાગતી વખતે પોલીસે તેને પકડવા પગમાં ગોળી મારી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

     

  • Man killed his pregnant neighbor asking too much questions

    પોલીસે ઉમેર્યું હતું કે,આરોપી મૃતકના રૂમમાંથી રૂપિયા અને સ્માર્ટફોન પણ લઈને ભાગી છૂટ્યો હતો. પોલીસે ક્રાઇમ સીન પાસેથી એક બાઈક, એક તકિયું, એક જોડી સ્લીપર, એક ટીશર્ટ પણ જપ્ત કરી હતી. રિપોર્ટ્સ મુજબ એકવાર ગુનો સાબિત થાય તો તેને આજીવન કેદ સુધીની સજા મળી શકે છે. શંકી લોકોથી બચતા રહેજો કેમ કે પ્રશ્નો પૂછવા જેવી સામાન્ય વાત પ્રેગ્નેન્ટ મહિલા માટે ઘણી જ શોકિંગ સાબિત થઇ. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ