તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મસ્જિદ બહાર યુવતીઓએ કર્યો વિવાદિત ડાન્સ, વીડિયો વાયરલ થતા ટુરિસ્ટો પર લાગ્યો BAN | Malaysian Mosque Banned Tourists Due To Vira

મસ્જિદ બહાર યુવતીઓએ કર્યો વિવાદિત ડાન્સ, વીડિયો વાયરલ થતા ટુરિસ્ટો પર લાગ્યો BAN

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા પર આ સમયે મલેશિયાની એક મસ્જિદની બહાર વિવાદિત ડાન્સ કરતી બે યુવતીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે બે યુવતીઓ મસ્જિદ બહાર બનેલી બાઉન્ડરી વોલ પર ચડીને ડાન્સ કરી રહી છે અને ત્યાં હાજર લોકો તેમનો વીડિયો બનાવી રહ્યા છે. વીડિયોમાં દેખાતી મસ્જિદ મલેશિયાના સાબાહ રાજ્યની રાજધાની કોટા કિનાબાલૂમાં સ્થિત છે અને અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે. રિપોર્ટ્સ મુજબ ડાન્સ કરનાર બંને યુવતીઓ પણ પર્યટક છે. વીડિયો વાયરલ થયા બાદ લોકલ મુસ્લિમ સમૂહમાં ઘણો જ ગુસ્સો છે. હાલ તો મસ્જિદ તરફથી ત્યાં પર્યટકોને આવવા માટે BAN લગાવી દેવાયો છે.


- મસ્જિદના ચેરમેન જમાલ સકરાનનું કહેવું છે કે વિદેશી પર્યટકો દ્વારા જે પ્રકારની હરકત કરવામાં આવી છે તે ટાળી શકાય એમ નથી. 


- આ સાથે જ અચોક્કસ સમય માટે પર્યટકોના આવવા પર અહીં મનાઈ ફરમાવી દેવામાં આવી છે. 


- જોકે બંને મહિલાઓની હજુ સુધી કોઈપણ પ્રકારની ઓળખ મળી નથી. 


- વધુમાં સ્ટેટ ટુરિઝમ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે બંને યુવતીઓ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરાશે નહીં કારણકે તેમને નિયમોની જાણકારી નહોતી.

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું