માત્ર 450 રૂપિયામાં વેચાઈ રહ્યો છે 16 કરોડનો આલીશાન બંગલો, આ છે કારણ

2014માં બંગલો વેચાણ માટે સાડા સોળ કરોડ રૂપિયામાં લિસ્ટેડ કરાવ્યો હતો

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 06:56 PM
luxurious bungalow sold in only 450 rupees due to this reason

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જો કોઈ પોતાનો કરોડોનો સામાન કે પ્રોપર્ટી તમને કોડીના ભાવે આપે તો વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય. પરંતુ બ્રિટનમાં સાચે જ 16 કરોડ રૂપિયાનો એક બંગલો માત્ર 450 રૂપિયામાં તમારો થઈ શકે છે. પણ તેના માટે એ જરૂરી છે કે, તમારે 5 પાઉન્ડની એટલે કે 450 રૂપિયાની લોટરી ટિકીટ ખરીદવી પડશે અને લકી ડ્રોમાં લોટરી પણ તમારા નામની જ ખુલવી જોઈએ. આખરે શા માટે આવા આલીશાન મકાન વેચવાની આવી નૌબત...

- ચેશાયરમાં બર્ટન હોલ નામના આ બંગલાને હેલેના અને જોન રોટન 2014થી વેચવાના પ્રયાસમાં છે. તેમણે સાડા સોળ કરોડ રૂપિયામાં તેને લિસ્ટેડ કરાવ્યો હતો.
- જો કે, તેમને બંગલા માટે હજુ સુધી કોઈ સાચો ગ્રાહક મળ્યો નથી. ત્યારબાદ ગત વર્ષે કપલે આ બંગલાની કિંમત ઘટાડીને સાડા પંદર કરોડ કરી દીધી. પણ તેમાય સફળતા ન મળી.
- હવે સ્ટેટ એજન્ટ લિન્ડસે ક્યૂથિકના જણાવ્યા અનુસાર, પ્રોપર્ટીના વેચાણમાં એટલા માટે તકલીફ પડી રહી છે, કારણ કે આ બંગલો બહુ મોંઘો નથી.
- તેમણે સન્ડે ટાઈમ્સને કહ્યું કે, સાંભળવામાં ભલે ખરાબ લાગે, પરંતુ આ પ્રાઈઝ રેન્જ તો એક નાના ઘરની જ છે. લંડનમાં 18 કરોડ રૂપિયામાં ટેરેસ હાઉસ મળી જાય છે.
- લિન્ડસેએ કહ્યું કે, રાજધાનીથી વધારે અંતરે 18 કરોડ રૂપિયામાં મોટી પ્રોપર્ટી મળી શકે છે. તકલીફ તેમાં એ છે કે, દેખરેખ પર વર્ષે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
- જો કે, કિંમત ઓછી કરતા પણ જ્યારે મકાન ના વેચાયું તો રોટનના પુત્રએ તેમાં હસ્તક્ષેપ કર્યો. હવે ફેમિલી લોટરી સિસ્ટમ દ્વારા તેના નવા માલિકને શોધી રહી છે.
- ફેમિલીને આશા છે કે, તે 5 પાઉન્ડ એટલે કે 450 રૂપિયા કિંમતની 379,000 લોટરી ટિકીટ વેચી દેશે.
- તેમાં લોટરી લોનું પાલન કરવામાં આવશે. જેના હેઠળ ટિકીટ ખરીદનારને નોલેજ બેઝ્ડ સવાલના જવાબ પણ આપવા જરૂરી હશે.

બંગલામાં છે આ ખાસિયતો

- પ્રોપર્ટી માટે બનેલા રાઈટમૂવ પેજ પ્રમાણે, બર્ટન હોલનું કંસ્ટ્રક્શન 16મી સદીમાં થયું હતું. તેમાં સ્ટેબલ સહિત કાર માટે મોટું ગેરેજ બનેલું છે.
- 5 બેડરૂમ ધરાવતો આ બંગલો 3400 સ્ક્વેર ફૂટમાં બનેલો છે, જેમાં 4 બાથરૂમ, મ્યૂઝિર રૂમ, બે કિચન, લોન્ડ્રી રૂમ અને 1.5 એકર જમીન છે.
- આ સિવાય લોટરી વિનરને બંગ્લાના કેમ્પસમાં જ શાનદાર ગાર્ડન સાથે લેકનો પણ આનંદ લઈ શકશે.

શું કહે છે બંગલાનો ઓનર?

હેલેના રોટનના જણાવ્યા પ્રમાણે, લોકો આ બંગ્લામાં ઘણા ઈન્ટ્રેસ્ટ ધરાવે છે, પરંતુ આ મકાનને મેનેજ કરવું સરળ નથી. પણ આવા ઐતિહાસિક ઘરને વેચવું બહુ મુશ્કેલ કામ હોય છે. ખબર નઈ લોકો કેમ ગભરાય છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ બંગલાની તસવીરો...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App