મોતનો દર્દનાક વીડિયોઃ ઊંચા પહાડથી બેસ જંપરે માર્યો કૂદકો, પેરાશૂટ ન ખુલતાં નીચે પડ્યો અને શરીરના થઇ ગયા ટુકડે-ટુકડાં

Jumper Falls To Death After Parachute Fails, Shocking Video Of Death

Divyabhaskar.com

Nov 24, 2018, 04:19 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પોર્ટુગલના નાજરેમાં એક બેસ જંપરના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. 50 વર્ષનો બેસ જંપરે અહીંના એક ઊંચા પહાડથી પોતાના સાથીઓની સાથે કૂદકો માર્યો હતો. પરંતુ લેન્ડિંગ દરમિયાન તેનું પેરાશૂટ ખુલ્યું નહીં અને ચટ્ટાન સાથે અથડાઇને તેના શરીરના ટુકડે-ટુકડા થઇ ગયાં હતાં. આ ખોફનાક વીડિયો બેસ જંપર્સનો એક સાથી રેકોર્ટ કરી રહ્યો હતો, જે તે દરમિયાન બૂમો પાડતો રહી ગયો હતો.

એક ઝાટકામાં મૃત્યુઃ-
- આ ઘટના સોમવારે બપોરે 12 વાગે બની હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, તે વ્યક્તિનું પેરાશૂટ ત્યારે ખુલ્યું જ્યારે તે ચટ્ટાન સાથે અથડાઇ ચૂક્યો હતો. એક ઝાટકામાં જ થયું તેનું મૃત્યું.
- ઘટનાસ્થળે હેલિકોપ્ટર દ્વારા પેરામેડિક્સ ટીમ પહોંચી, પંરતુ તે મૃત્ય મળી આવ્યો હતો.
- પોર્ટુગલના મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, 50 વર્ષનો આ વ્યક્તિ જર્મનીનો રહેનાર હતો અને અહીં વેકેશન મનાવવા આવ્યો હતો.

પહેલાં પણ બની છે આવી ઘટનાઃ-
- પોલીસે જણાવ્યું કે, આ ઊંચો પહાડ અહીંના પ્રાઇયા ડો નોર્ટે બીચ પાસે છે. અહીંથી મોટાભાગે ડેયર ડેવિલ્સ અને બેસ જંપર છલાંગ લગાવે છે. આ પહેલાં જુલાઈ 2013માં 29 વર્ષના એક વ્યક્તિનું આવી જ રીતે પેરાશૂટ ન ખુલવાના કારણે આ સ્પોટ પર જ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ- 12 મહિનાનો ભાઈ રડતો બંધ ના થયો તો, 6 વર્ષની સગી બહેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

X
Jumper Falls To Death After Parachute Fails, Shocking Video Of Death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી