લૂંટ દોષિત કોર્ટમાં જબરજસ્તી કરી રહ્યો હતો ચર્ચા, જજે 12 વખત આપી ચેતવણી, ના માન્યો તો મોં પર ટેપ લગાવડાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઓહિયોની એક અદાલતે લૂંટ મામલે સુનાવણી દરમિયાન નારાજ જજે એક આરોપીના મોં પર ટેપ ચોંટાડવાનો આદેશ આપ્યો. આરોપી ફ્રેન્ડલિન વિલિયમ્સ પર લૂંટનો આરોપ હતો. કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી. સરકારી વકીલ અને આરોપીનો વકીલ દલીલ રાખી રહ્યા હતા, પરંતુ ફ્રેંકલિન પણ ચર્ચામાં સતત હસ્તક્ષેપ કરી રહ્યો હતો. તેનાથી જજ જોન રૂશો નારાજ થઈ ગયા. અડધા કલાકની ચર્ચા દરમિયાન જજે ફ્રેંકલિનને 12 વખત ચૂપ રહેવાની ચેતવણી આપી. આખરે ફ્રેંકલિનને દોષિત માનતા 24 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી.

 

જજ જોન રૂસોએ ફ્રેંકલિનને કહ્યું, 'હું તમારા વકીલો સાથે વાત કરી રહ્યો છું. તમે ચુપ રહો તો સારું.' ફ્રેંકલિને તેની વાત કાપતા કહ્યું, 'તમે મને ચુપ રહેવા માટે કહ્યું? આ વાતનો શું અર્થ છે? મને શા માટે નથી બોલવા દેવામાં આવતો.' જજના ઓર્ડર બાદ કોર્ટરૂમમાં રહેલા પોલીસ ઓફિસર ટેપ લઈને આવ્યા અને તેને ફ્રેંકલિનના મોઢા પર ચોંટાડી દીધી.

 

જજે કહ્યું, 'હું બધાને તક આપું છુ.'


જજ જોન રૂસોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'મારી કોર્ટમાં બધાની પાસે પોતાની વાત રાખવાની તક હોય છે, પરંતુ કોઈ અન્યની વાતમાં ખોટી ટાંગ નથી મારી શકતું. મારો હેતુ વિલિયમ્સને ચુપ કરવો કરાવવો નહોતો. હું તેને સમય આવતા તક આપવા માંગતો હતો, પરંતુ તે સતત બોલી રહ્યો હતો.' આ પહેલા ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન ફ્રેંકલિન ભાગી ગયો હતો.

 

આ પણ વાંચો - અમેરિકામાં બોટ ચલાવી રહ્યો હતો વ્યક્તિ, તોફાન આવ્યો તો પહોંચી ગયો રશિયા, બોર્ડર ગાર્ડ્સે કરી ધરપકડ

અન્ય સમાચારો પણ છે...