જેસિકા જાદુની ઝપ્પીથી લોકોનો તણાવ દૂર કરે છે, એક કલાકના લે છે રૂ. 5800

Its amazing to hold people while they release years worth of negativity

divyabhaskar.com

Sep 10, 2018, 02:38 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: 34 વર્ષીય જેસિકા ઓ'નીલ જાદુની ઝપ્પી દ્વારા લોકોના દુ:ખ-તકલીફો દૂર કરવા સાથે સારી એવી કમાણી પણ કરે છે. ગોલ્ડ કોસ્ટની રહેવાસી જેસિકાએ આ વર્ષે માર્ચમાં પ્રોફેશનલ કડલિંગ સર્વિસ શરૂ કરી છે, જે માટે તે એક કલાકના 80 ડોલર (અંદાજે 5,800 રૂપિયા) ચાર્જ કરે છે. તેના ક્લાયન્ટ્સમાં 18થી 85 વર્ષ સુધીની ઉંમરના કુંવારા, પરિણીત પુરુષો તથા સ્ત્રીઓ તેમ જ એકલતાથી પીડાતા લોકો સામેલ છે.
- જેસિકા અગાઉ મસાજ થેરાપિસ્ટ હતી. ત્યારે તેના ક્લાયન્ટ્સ મસાજ કરાવતી વખતે તેમની ચિંતા તેની સાથે શૅર કરતા, જેથી તેને કડલિંગ સર્વિસ શરૂ કરવાનો વિચાર આવ્યો.
- જેસિકા જણાવે છે કે મેં તે દરમિયાન ક્લાયન્ટ્સનું ટેન્શન દૂર થતું જોયું. તેઓ મસાજ કરાવતી વખતે ખૂબ આરામ-રાહત અનુભવતા. મારી સર્વિસ એક કલાકની હોય છે, જેની શરૂઆત મેડિટેશનથી થાય છે, કેમ કે તે મને અને મારા ક્લાયન્ટને એક આધ્યાત્મિક સ્તર પર લઇ જાય છે. મોટા ભાગના ક્લાયન્ટ્સ ડિપ્રેશન, એકલતા અને ચિંતાઓથી પીડાતા હોય છે. તેઓ બસ કોઇનો સાથ ઝંખતા હોય છે.

* દરેક સેશનની શરૂઆત મેડિટેશનથી કરે છે:
કોઇ એવી વ્યક્તિનો સાથ કે જેને મળીને તેઓ તેને તમામ તકલીફો જણાવી મનનો બોજ હલકો કરી શકે. જેસિકા કહે છે કે તેની સર્વિસ ભલે પ્રોફેશનલ છે પણ તેની જાદુની ઝપ્પી લાગણીથી ભરેલી હોય છે. ઘણા લોકોને લાગે છે કે કોઇની સાથે એક કલાક ગાળવાના અને તેને ભેટવાના 80 ડોલર બહુ કહેવાય પણ આ બધું લાગે છે તેટલું સરળ નથી, કેમ કે તે એક કલાકમાં મારે ક્લાયન્ટની લાગણીઓ સાથે જોડાવું પડે છે. મનોચિકિત્સકો પણ કહે છે કે મેન્ટલ હેલ્થ માટે ફિઝિકલ કોન્ટેક્ટ હોવો ખૂબ જરૂરી છે અને હું કોઇને તે આપું તો તેમાં ખોટું શું છે?

X
Its amazing to hold people while they release years worth of negativity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી