1

Divya Bhaskar

Home » International News » Photo Feature » It is believed that Putin is the richest man of the world

વિશ્વના સૌથી પાવરફુલ વ્યક્તિ 13 લાખ કરોડના માલિક, બિલ ગેટ્સથી ક્યાંય આગળ

Divyabhaskar.com | Last Modified - Mar 25, 2018, 08:27 AM IST

પુતિન વિશ્વના સૌથી પાવરફુલ લીડર જ નહીં પણ સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોવાનો દાવો છે

  • It is believed that Putin is the richest man of the world
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન વિશ્વના સૌથી પાવરફુલ નેતા હોવાની સાથે અત્યંત લક્ઝુરિયસ લાઇફ જીવવા માટે પણ પંકાયેલા છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની હર્મિટેજ કેપિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, પુતિનની સંપત્તિ અંદાજે 200 બિલિયન ડોલર (13.44 લાખ કરોડ રૂ.) છે. વિશ્વના સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સની સંપત્તિ ફોર્બ્સ અનુસાર અંદાજે 78 બિલિયન ડોલર (5.24 લાખ કરોડ રૂ.) છે. અર્થાત્ પુતિન બિલ ગેટ્સ કરતાં બે ગણી વધુ સંપત્તિના માલિક છે. એક વેબસાઇટ અનુસાર, પુતિન જ્યારે કામ નથી કરતાં ત્યારે અત્યંત લેવિશ લાઇફસ્ટાઇલ જીવે છે.

    વિશ્વના રિચેસ્ટ વ્યક્તિ
    - જો પુતિનના સંપત્તિને સાચી ગણવામાં આવે તો તેઓ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.
    - આ સાથે જ તેઓ વિશ્વના સૌથી શ્રીમંત પ્રેસિડેન્ટ પણ છે. યુએસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં પણ તેઓ વધુ અમીર છે.
    - કહેવામાં આવી રહ્યું છે કે, પુતિનને એનર્જી સેક્ટરમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટમાંથી ખૂબ આવક થાય છે.
    - જો કે, આ ઇન્વેસ્ટમેન્ટ અંગે ઘણીવાર તેમના પર કરપ્શનના આરોપ પણ લાગ્યા છે.

    કરપ્શનના ઢગલો આરોપો

    - પુતિન વિરુદ્ધ આવા કરપ્શનના આરોપ લગાવનાર વિરોધપક્ષના નેતા બોરિસ નેમ્ત્સોવની 2015માં હત્યા થઇ હતી.
    - બોરિસે દાવો કર્યો હતો કે પુતિન પાસે 43 પ્લેન, 15 હેલિકોપ્ટર અને 4 લક્ઝુરિયસ યૉટ છે.
    - બોરિસે પુતિન પર આરોપ લગાવ્યા હતા કે, પુતિનના એક પ્લેનમાં 975 કરોડનું કેબિન અને 44 લાખ રૂ.નું ગોલ્ડન ટોયલેટ છે.
    - તે સિવાય રહેવા માટે પુતિન પાસે 20 લક્ઝુરિયસ મહેલ અને ઘર છે. જે પૈકી ઘણા ઘર જંગલોમાં સિક્રેટ જગ્યા છે.
    - પુતિનના મહેલમાં 6700 કરોડનો ક્રાઉન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
    - પુતિન પાસે 5 કરોડની ડિઝાઇનર વોચનું કલેક્શન પણ છે.
    - પુતિન પાસે 700 જેટલી લક્ઝુરિયસ કાર્સનું કલેક્શન છે.

    આગળ વાંચો, રંગીલા મિજાજ માટે કેમ પુતિન પંકાયેલા છે...

  • It is believed that Putin is the richest man of the world
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • It is believed that Putin is the richest man of the world
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • It is believed that Putin is the richest man of the world
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • It is believed that Putin is the richest man of the world
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • It is believed that Putin is the richest man of the world
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • It is believed that Putin is the richest man of the world
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending