માત્ર 350 રૂપિયામાં વેચાઇ રહી છે તમારી ફેસબુક પ્રોફાઇલ? આપે છે આવી તમામ જાણકારી

બ્રિટનની કંપનીના સનસનીખેજ દાવા મુજબ લોકોની ઓનલાઇન જાણકારી સસ્તા ભાવે ખરીદી અને વેચવામાં આવી રહી છે

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 01:15 PM
Is Facebook data sold for just rs 350

ઇન્ટરનેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકનો ડેટા લીક થયા પછી સતત લોકો પોતાની પ્રાઇવસીને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકો જાણકારી લીક થઇ તે બાબતે ખૂબ જ ચિંતત છે.

બ્રિટનની કંપનીના સનસનીખેજ દાવા મુજબ લોકોની ઓનલાઇન જાણકારી સસ્તા ભાવે ખરીદી અને વેચવામાં આવી રહી છે. જેમાં ન તો માત્ર ફેસબુકની જાણકારીની વાત થાય છે પણ બેંક ડિટેલ, જીમેલ એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડથી જોડાયેલી અન્ય કેટલીક જાણકારીઓનો પણ સમાવેશ થાય છે.

એક અહેવાલ મુજબ લંડનમાં ડાર્ક વેબ પર એક ફેસબુક પ્રોફાઇલ પર લોગ ઇનની કિંમત છે માત્ર 350 રૂપિયા. લોકોની ખાનગી જાણકારી સસ્તા ભાવે વેચવાનો મામલો તાજેતરમાં જ સામે આવ્યો છે. ફેસબુક ડેટા લીકની જાણકારી સામે આવ્યા પછી હજુ પણ અનેક બાબતો સામે આવી રહી છે. સમાચારોના બહાર આવ્યા પછી લોકો ડિજિટલ બેંકિગથી લઇને સોશિયલ મીડિયા પર વ્યક્તિગત જાણકારી આપતા ડરી રહ્યા છે.

વાંચો ફેસબુક ડેટાનો ભાવ કેવી રીતે અને કેટલો નક્કી થાય છે....

Is Facebook data sold for just rs 350

અલગ-અલગ વેબસાઇટ માર્કેટિંગ એજન્સી ફ્રેક્ટલે ગત મહિને ત્રણ મોટા ડાર્ક વેટના માર્કેટ પ્લેસ, ડ્રીમ પ્વાઇન્ટ અને વોલ સ્ટ્રીટ મોર્કેટના અધ્યયન કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. શોધકર્તા મુજબ ફેસબુક લોગિન માટે ખાલી 5.20 ડોલર એટલે કે લગભગ 350 રૂપિયામાં ભાવ ચાલે છે. ત્યાં જ મોટી વાત એ છે કે કૈંબ્રિઝ એનાલિટિકાના પૂર્વ કર્મચારી બ્લોઅર ક્રિસ્ટોફરનો દાવો છે કે આ તમામ ડેટા લીક કરવાની જાણકારી માર્ક ઝુકરબર્ગને હતી. ફેસબુકથી 2015માં થર્ડ પાર્ટી ડેવલેપરને બેન કરવામાં આવ્યો હતો. જેમાં માર્કે પોતે આ વર્ષની પહેલી પોસ્ટમાં આત્મસુધારાની વાત કરી હતી.

 

80 હજારમાં જાણકારી હૈકર ડાર્ક વેઝ પર કોઇ પણ વ્યક્તિની ઓનલાઇન પ્રોફાઇલ ખાલી 1200 ડોલર એટલે કે 80 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં ફેસબુક સમેત તમારી ગોપનીય માહિતી, ક્રેડિટ કાર્ડની જાણકારી પણ સામેલ છે. એટલું જ નહીં જીએમ યુઝર નેમ અને પાસવર્ડ પણ ખાલી એક ડોલરમાં ખરીદી શકાય છે. ત્યાં જ ઉબરની લોગિન ડિટેલ પણ હવે ખાલી સાત ડોલરમાં ખરીદાઇ શકાય છે.

X
Is Facebook data sold for just rs 350
Is Facebook data sold for just rs 350
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App