નાના ભાઇની હતી મિત્ર, આવી છે કેનેડાના PM ટુડો અને સોફીની લવસ્ટોરી

જસ્ટિન ટુડોના નાના ભાઇ માઇકેલ ટુડો અને સોફી એક સાથે એક જ ક્લાસમાં ભણતા હતા

divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:29 PM
કેનેડાના વડાપ્રધન જસ્ટિન ટુડો પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા
કેનેડાના વડાપ્રધન જસ્ટિન ટુડો પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા

ઇન્ટરનેશનલ ડેસ્ક: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો પોતાની પત્ની સોફી ગ્રેગ્વા અને ત્રણ બાળકો સાથે ભારતના પ્રવાસે છે. જસ્ટિન કેનેડાના બીજા સૌથી યુવા વડાપ્રધાન છે, તેમના પિતા પિયરે ટુડો પયણ 1968થી 1979 અને 1980થી 1984 સુધી કેનેડાના વડાપ્રધાન રહી ચુક્યા છે. જ્યારે તેની પત્ની સોફી કેનેડાના પૂર્વી પ્રાંત ક્યૂબેકની રહેવાસી છે. સોફી એક સ્ટોકબ્રોકર પિતા અને નર્સ માતાની દીકરી છે. જસ્ટિન સાથે લગ્ન પહેલા તે એક એન્કર અને ટીવીની શો હોસ્ટ હતી અને ચેરિટી શો કરતી હતી. આ બન્નેની મુલાકાત વર્ષ 2003માં ફરી થઇ હતી. આ પહેલા બન્ને એક જ સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે.

નાના ભાઇની મિત્ર હતી સોફી

જસ્ટિન ટુડોના નાના ભાઇ માઇકેલ ટુડો અને સોફી એક સાથે એક જ ક્લાસમાં ભણતા હતા. મોન્ટ્રિયલમાં બન્ને એક સાથે જ સ્કૂલમાં જતા હતા. સોફી જસ્ટિનના નાના ભાઇ માઇકલની

ગર્લફ્રેન્ડ હતી પરંતુ વર્ષ 1998માં હિમસ્ખલનની ચપેટમાં આવતા 23 વર્ષના માઇકલ ટુડોનું મોત થઇ ગયુ હતું. બાળપણની મુલાકાત બાદ વર્ષ 2003માં આ બન્નેની ફરી મુલાકાત એક

ચેરિટી શોમાં થઇ હતી જેમાં સોફી ચેરિટી ફંક્શનની કો-હોસ્ટ હતી.એક ઇન્ટરવ્યૂમાં સોફીએ જણાવ્યુ હતું કે આ મુલાકાત બાદ ફરી બન્ને નજીક આવ્યા.

જસ્ટિને આ રીતે કર્યુ હતું પ્રપોઝ

સોફીએ જણાવ્યુ, આ મુલાકાત બાદ તેને જસ્ટિનને મેલ કર્યો હતો પરંતુ તેનો કોઇ જવાબ આવ્યો નહતો. ત્રણ મહિના બાદ અચાનક બન્ને એક ગલીમાં આમને-સામને થઇ ગયા. તે બાદ સોફીએ પોતાનો નંબર આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં જસ્ટિને કોઇ રીતે સોફીનો નંબર મેળવી લીધો અને ડિનર પર બોલાવી લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું.

જસ્ટિન ટુડોએ 2004માં કરી સગાઇ

કેટલાક દિવસો સુધી ડેટ કર્યા બાદ આ કપલે ઓક્ટોબર 2004માં પોતાની સગાઇનું એલાન કર્યુ અને વર્ષ 2005માં જસ્ટિન ટુ઼ડો અને સોફઈ ગ્રેગ્વાએ લગ્ન કર્યા હતા. તેના એક દાયકા બાદ જસ્ટિન ટુડો વર્ષ 2015માં કેનેડાના વડાપ્રધાન બન્યા હતા.

આગળની સ્લાઇડમાં જુઓ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો અને તેમના પરિવારની વધુ તસવીરો...

જસ્ટિન ટુડો અને સૌફીની લવસ્ટોરી રસપ્રદ છે
જસ્ટિન ટુડો અને સૌફીની લવસ્ટોરી રસપ્રદ છે
ભારત પ્રવાસ દરમિયાન તેમને અમદાવાદના ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી
ભારત પ્રવાસ દરમિયાન તેમને અમદાવાદના ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી
આ કપલે ઓક્ટોબર 2004માં પોતાની સગાઇનું એલાન કર્યુ અને વર્ષ 2005માં જસ્ટિન ટુ઼ડો અને સોફઈ ગ્રેગ્વાએ લગ્ન કર્યા હતા
આ કપલે ઓક્ટોબર 2004માં પોતાની સગાઇનું એલાન કર્યુ અને વર્ષ 2005માં જસ્ટિન ટુ઼ડો અને સોફઈ ગ્રેગ્વાએ લગ્ન કર્યા હતા
લગ્નના એક દાયકા બાદ જસ્ટિન ટુડો વર્ષ 2015માં કેનેડાના વડાપ્રધાન બન્યા હતા
લગ્નના એક દાયકા બાદ જસ્ટિન ટુડો વર્ષ 2015માં કેનેડાના વડાપ્રધાન બન્યા હતા
X
કેનેડાના વડાપ્રધન જસ્ટિન ટુડો પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતાકેનેડાના વડાપ્રધન જસ્ટિન ટુડો પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા
જસ્ટિન ટુડો અને સૌફીની લવસ્ટોરી રસપ્રદ છેજસ્ટિન ટુડો અને સૌફીની લવસ્ટોરી રસપ્રદ છે
ભારત પ્રવાસ દરમિયાન તેમને અમદાવાદના ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતીભારત પ્રવાસ દરમિયાન તેમને અમદાવાદના ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી
આ કપલે ઓક્ટોબર 2004માં પોતાની સગાઇનું એલાન કર્યુ અને વર્ષ 2005માં જસ્ટિન ટુ઼ડો અને સોફઈ ગ્રેગ્વાએ લગ્ન કર્યા હતાઆ કપલે ઓક્ટોબર 2004માં પોતાની સગાઇનું એલાન કર્યુ અને વર્ષ 2005માં જસ્ટિન ટુ઼ડો અને સોફઈ ગ્રેગ્વાએ લગ્ન કર્યા હતા
લગ્નના એક દાયકા બાદ જસ્ટિન ટુડો વર્ષ 2015માં કેનેડાના વડાપ્રધાન બન્યા હતાલગ્નના એક દાયકા બાદ જસ્ટિન ટુડો વર્ષ 2015માં કેનેડાના વડાપ્રધાન બન્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App