Divya Bhaskar

Home » International News » Photo Feature » Instagram influencers young put picture about Budget 2018

કપલે મેરેજ ફોટો મોકલી સરકારને જણાવ્યું બજેટ પ્લાનિંગનું મહત્વ, મળ્યો આ એવોર્ડ

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 05:27 PM

નવદંપતીએ તેમનો મેરેજ સર્ટિફિકેટ પર સાઇન કરતો ફોટો મોકલ્યો, સરકાર દંપતીને આપશે પુરસ્કાર

  • Instagram influencers young put picture about Budget 2018
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ 19 ફેબ્રુઆરીએ સિંગાપોરની સરકાર આગામી નાણાકીય વર્ષ માટે દેશનું બજેટ રજૂ કરશે. બજેટ જેવા ગંભીર અને નીરસ વિષય સાથે યુવા વર્ગને જોડવા માટે સરકારે અનોખું અભિયાન ચલાવ્યું, જે અંતર્ગત યુવાનોને પ્રેરક તસવીરો મોકલવા જણાવાયું. સરકારને એક મહિનામાં 30 તસવીરો મળી. તેમાંથી ચેન કાઇ ટિંગ અને તેના પતિ કેન ટિંગની તસવીર સૌથી વધુ પસંદ કરાઇ. બન્નેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. નવદંપતીએ તેમનો મેરેજ સર્ટિફિકેટ પર સાઇન કરતો ફોટો મોકલ્યો હતો. સરકાર દંપતીને પુરસ્કાર પણ આપશે. ફોટો સાથે ચેન કાઇ ટિંગે એક પ્રેરક મેસેજ પણ શૅર કર્યો હતો.

    ફોટો સાથે મેસેજ શેર કરતા ચેન કાઇ ટિંગે લખ્યું હતું કે, 'મેં અને કેને મેરેજ સર્ટિફિકેટ સાઇન કરતા પહેલા જ બજેટનું યોગ્ય પ્લાનિંગ કરી લીધું છે, જેથી આવનારી જિંદગી ખુશનુમા રહે. સિંગાપોર સરકારે પણ આ જ રીતે આગામી નાણાકીય વર્ષ માટે યોગ્ય બજેટ પ્લાનિંગ કરવું જોઇએ, જેથી આપણું નાણાકીય ભવિષ્ય પણ સારું રહે. આશા છે કે નાણા મંત્રી પણ તેમની જવાબદારી સમજીને સારું બજેટ રજૂ કરશે.'

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • Instagram influencers young put picture about Budget 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Instagram influencers young put picture about Budget 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Instagram influencers young put picture about Budget 2018
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending