1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas

દરિયામાં ઉતરશે દુનિયાનું સૌથી મોટું Cruise શિપ, અંદર મળશે આવી Luxury સુવિધાઓ

Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 10:44 AM IST

આ જહાજ એટલું વિશાળ છે કે, દરિયા પર તે હરતાફરતા શહેર જેવું દેખાય, હજારો લોકો આરામથી કરી શકે છે મુસાફરી

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +15બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ વ્યક્તિની ઈચ્છાનો કોઈ અંત નથી હોતો. ધરતી પર એકથી એક ચઢિયાતા રેકોર્ડ બનાવી ચૂકેલો માણસ હવે અંતરિક્ષમાં જવા માટે પણ આગળ વધી રહ્યો છે. પરંતુ ધરતી પર દરિયો એક એવી જગ્યા છે, જે માણસને વાંરવાર પોતાની તરફ આકર્ષે છે. દરિયાની લહેરોને કાબૂ કરવાના અને તેના પર પોતાની આકાંક્ષાઓના રંગ વિખેરવાના સપનાને પૂરા કરવાના પ્રયાસો માણસ હંમેશા કરતો રહે છે. તેના એક પ્રયાસનું નામ છે 'સિમ્ફની ઓફ ધ સીઝ'.

  'સિમ્ફની ઓફ ધ સીઝ' દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ શિપ છે અને તે આવતીકાલે એટલે કે 31 માર્ચના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. એપ્રિલમાં પહેલી મુસાફરીએ જશે. આ જહાજ એટલું વિશાળ છે કે, દરિયા પર હરતાફરતા શહેર જેવું દેખાય છે. અમેરિકાના ફ્લોરિડા સ્થિત રોયલ કેરેબિયન ક્રૂઝ લાઈન કંપનીના આ જહાજમાં આઠ હજાર લોકો આરામથી મુસાફરી કરી શકે છે.

  ફ્રાન્સમાં થયું છે નિર્માણ

  આ મહાકાય ક્રૂઝ શિપને ફ્રાન્સના સેન્ટ નજૈર શહેરમાં એક શિપયાર્ડમાં બનાવાયું છે. આ રોયલ કેરેબિયન જહાજ કંપનીનું 25મું ક્રૂઝ છે.

  આગળ વાંચો, જહાજની રસપ્રદ વાતો તથા જુઓ વધુ તસવીરો...

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +14બીજી સ્લાઈડ્સ જુઓ

  દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ શિપનું નામ 'સિમ્ફની ઓફ ધ સીઝ' છે. આ પહેલા હાર્મની ઓફ ધ સીઝ દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ શિપ હતું. 

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +13બીજી સ્લાઈડ્સ જુઓ

  આ ક્રૂઝમાં 18 માળ છે. ક્રૂઝની લંબાઈ 72 મીટર છે. આ ક્રૂઝ શિપ 362 મીટર લાંબુ અને 676 મીટર પહોળું છે. આ જહાજ મેનહચન સ્થિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલું છે, જેની લંબાઈ 381 મીટર છે અને તેમાં 102 માળ છે. 

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  'સિમ્ફની ઓફ ધ સીઝ'ને બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો છે અને તેનું વજન 2 લાખ 28 હજાર 81 ટન છે. 1912માં ડૂબેલા ટાઈટેનિક 9 માળનું હતું અને તેનું વજન 51 હજાર 310 ટન હતું.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  દુનિયાના સૌથી મોટા ક્રૂઝમાં 2 હજાર 774 કેબિન છે અને તેમાં 6 હજાર 680 મુસાફરોની જગ્યા છે. આ સિવાય 2 હજાર 200 ક્રૂ મેમ્બર્સ એક સાથે મુસાફરી કરી શકે છે.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  આ જહાજમાં સ્પોર્ટ્સબાર, આઈસક્રિમ અને સ્વીટ શોપ પણ છે. અહેવાલો પ્રમાણે, જહાજમાં કુલ 20 રેસ્ટોરાં છે, જ્યા જાતભાતનું ખાવાનું મળશે. આટલું જ નહીં આ જહાજમાં દારૂ પીરસવા માટે રોબોટ્સ રાખવામાં આવ્યા છે.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  'સિમ્ફની ઓફ ધ સીઝ'માં રેસિંગ સ્લાઈડ, આઈસ સ્કેટિંગ જેવી પણ સુવિધાઓ છે. જો કોઈને જહાજ પર એકાંત જોઈએ તો તેમના માટે લક્ઝરી ફેમિલી સુઈટ્સ પણ છે અને પ્રાઈવેટ મૂવી થિયેટર પણ છે. જો કે, 8 લોકોને રહેવા લાયક સુઈટ માટે ઘણા પૈસા ખર્ચ કરવા પડશે.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  આ સુવિધાઓ પણ

  જહાજમાં એક આલીશાન ફેમિલી સુઈટ છે જે બે ફ્લોરને ભેગા કરીને બનાવાયું છે. 1346 ચોરસ ફૂટના ક્ષેત્રફળ ધરાવતા આ રૂમમાં સીડીઓ સિવાય સ્લાઈડ પણ લાગેલી છે. તેમાં આઠ લોકો રહી શકશે. દરેકને ખાનગી બટલર આપવામાં આવશે. મનોરંજન માટે એર હોકી ટેબલ, પિંગ પોંગ ટેબલ, 85 ઈંચ સ્ક્રિન ધરાવતું સિનેમાઘર, વીડિયો ગમે લાઈબ્રેરી, હોટ ટબ અને લોન્જ પણ છે. 'સિમ્ફની ઓફ ધ સીઝ'માં કુલ 6 બાર હશે જેમાંથી, એકમાં રોબોટ ડ્રિંક્સ આપશે. ક્રૂઝમાં થિયેટર પણ છે જ્યાં બ્રોડવે સ્ટાઈલમાં નાટક પ્રસ્તુત કરવામાં આવશે. કસીનો અને શોપિંગ માટે મોલ પણ હશે.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  બાળકો માટે છે ખાસ વ્યવસ્થા

  જહાજમાં એક 8 ડેક, કૃત્રિમ સર્ફ સિમ્યુલેટર, જીપ વાયર, આઈસ રિંક, નાનો ગોલ્ફ કોર્સ, ચઢવા માટે દિવાલો અને એક વિશાળ બાસ્કેટબોલ કોર્ટ છે. બાળકો માટે પ્લેગ્રાઉન્ડને દરિયાઈ થીમ આપવામાં આવી છે. તેમાં સમુદ્ર કિનારે મળતા રેતીના કિલ્લા, નાની નાવડીઓ, લાઈટ હાઉસ, શંખ અને છિપલાના વિશાળ નમૂના રાખવામાં આવ્યા છે.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  ટાઇટેનિક પણ દરિયા પર રાજ કરવા નીકળ્યું હતું

  આજથી લગભગ 106 વર્ષ પહેલા ટાઈટેનિક નામનું એક ક્રૂઝ દરિયાની લહેરો પર રાજ કરવા નીકળ્યું હતું. 15 એપ્રિલ, 1912ની એ કાળી રાત્રીએ એટલાન્ટિક દરિયાને ચીરીને ટાઈટેનિક ન્યુયોર્ક તરફ વધી રહ્યું હતું. પરંતુ રાત્રે લગભગ 11.40 વાગ્યે આ આઈસબર્ગ સાથે અથડાઈ ગયું હતું. રાત્રે 2.20 વાગ્યે ટાઈટેનિક સંપૂર્ણ ડૂબી ગયું. અમુક લોકો માટે આ તેમના જીવનનો અંતિમ સમય હતો. અમુક નસીબદાર લોકો બીજા દિવસનો સૂરજ જોઈ શક્યા.

 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Inside photos of The worlds biggest cruise ship Symphony of the Seas
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending